ગૌરવ દવે/રાજકોટ: વિવાદોની પર્યાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. ભારતીય સંસ્કૃતિ વિષયનાં શિક્ષક ન હોવાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરિપત્ર બહાર પાડીને કોલેજોને ભારતીય સંસ્કૃતિ વિષય વિદ્યાર્થીઓને ન રાખવા દેવાનો આદેશ કર્યો હતો. જોકે આ વિવાદ વકરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઇન્ચાર્જ કુલપતિ પ્રો. ગીરીશ ભીમાણીએ યુ-ટર્ન લીધો અને તાત્કાલિક પરિપત્ર રદ્દ કરવાનો આદેશ કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 5 દિવસ સુધી ગુજરાતને ઘમરોળશે વરસાદ, આ વિસ્તારોને તંત્રએ આપી દીધી છે ચેતવણી


 "રોજ રોજ કૌંભાડ જ આવે, બોલ ભાઇ ભજીયા શેં ભાવે" આ કવિતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ગુજરાતી ભવનનાં અઘ્યક્ષ ડો. મનોજ જોશી દ્વારા લખવામાં આવી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કૌંભાડો ઉજાગર કરતી કવિતા લખનાર ડો. મનોજ જોશીને ઇન્ચાર્જ કુલપતિ પ્રો. ગીરીશ ભીમાણીએ સસ્પેન્ડ કરી દીધા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જોહુકમી શાસન ચલાવતા ઇન્ચાર્જ કુલપતિ ભીમાણી સામે અવાજ ઉઠાવનારાઓને સસ્પેન્ડ કે પછી પદભ્રષ્ટ કરવાની પ્રથા શરૂ થઇ છે. કર્મચારીઓ પર જોહુકમી ચલાવનાર ઇન્ચાર્જ કુલપતિ ભીમાણી સત્તાના નશામાં એ ભૂલી ગયા કે, કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સંસ્કૃતિનાં અભ્યાસ ક્રમ શરૂ કરવાનાં છે. 


સૌરાષ્ટ્રનો સૌથી મોટો રસરંગ લોકમેળો બનશે મોંઘો!! 4 કરોડનું વીમા કવચ લેવામાં આવશે


જોકે પ્રો. ભીમાણીએ તો એવો હુકમ કરતા પરિપત્ર જાહેર કર્યો કે ભારતીય સંસ્કૃતિના વિષય વિદ્યાર્થીઓને રાખવા દેવો નહિં. આ પરિપત્ર જાહેર થતા જ વિવાદ શરૂ થયો. શિક્ષણ વિભાગનાં ઇન્ચાર્જ ડિન ડો. નિદત બારોટે આ નિર્ણયને લઇને ઇન્ચાર્જ કુલપતિને પત્ર લખીને દુખ વ્યક્ત કર્યું અને કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ભારતીય સંસ્કૃતિ વિષય બંધ કરવાને બદલે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ ભારતીય સંસ્કૃતિના અનુસ્નાતક કેન્દ્રનો પ્રારંભ કરવો જોઇએ. વિવાદ સર્જાતા ઇન્ચાર્જ કુલપતિ પ્રો. ગીરીશ ભીમાણીએ યુ-ટર્ન લીધો હતો અને તાત્કાલીક અસર થી પરિપત્ર રદ્દ કરવાનો આદેશ આપ્યો હતો. ઇન્ચાર્જ કુલપતિ ભીમાણીએ જણાવ્યું હતું કે, શિક્ષક ન હોવાથી આ પરિપત્ર કરવામાં આવ્યો હતો પરંતુ હવે તે પરિપત્ર રદ્દ કરી દેવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ વિષય રાખી શકશે.


સત્તાની લડાઈમાં સંબંધો રહી ગયા પાછળ, ભારતીય રાજનીતિમાં કાકા-ભત્રીજાના ટકરાવની કહાની   


ઉચ્ચ શિક્ષણ વિભાગ પણ પાંગળું કેમ ?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં એક બાદ એક કૌંભાડો સામે આવ્યા. ઉચ્ચ શિક્ષણ વિભાગની તપાસ કમિટીએ પણ પુરાવાઓ આપ્યા. છતાં પણ રાજ્ય સરકારનું ઉચ્ચ શિક્ષણ વિભાગ ઇન્ચાર્જ કુલપતિ પ્રો. ગીરીશ ભીમાણી સામે પગલા લેવામાં પાંગળું સાબિત થયું છે. ખુદ રાજ્યનાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે પગલા લેવાની તૈયારી દર્શાવી પરંતુ રાજકીય દબાણ લાવીને પ્રો. ભીમાણીએ ઉચ્ચ શિક્ષણ મંત્રીને પણ પોતાનું રાજકીય વગ બતાવી દીધું હતું. શિક્ષણ જગતમાં ચાલતી ચર્ચા મુજબ, સુરતમાં ડાયમંડનાં વેપાર સાથે અને અમરેલીમાં શિક્ષણ જગત સાથે જોડાયેલા ઉદ્યોગપતિને કારણે પ્રો. ગીરીશ ભીમાણીની ખુરશી બચી છે. જોકે એક કેન્દ્રીય મંત્રીએ મુખ્યમંત્રી અને ઉચ્ચ શિક્ષણ વિભાગ પર રાજકીય દબાણ લાવતા મામલો થાડે પડ્યો હતો. 


લગ્નના સાત દિવસ બાદ ફિલ્મ જોવા લઈ ગયો પતિ... ઈન્ટરવેલમાં ફરાર થઈ ગઈ પત્ની


કૌંભાડો છતાં કરતા લેટરો ખોલશે ભીમાણી'કાંડ' ?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં રાજકારણમાં રાજ્યસભાનાં સાંસદ રામ મોકરીયાની પણ પાલી ચાલી નહોતી તે સૌ કોઇ જાણે છે. પરંતુ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં જ કરારી અધ્યાપક પ્રો. ગીરીશ ભીમાણીનાં કાંડ બહાર લાવવા માટે થનગની રહ્યા છે. નામ જોગ પીએમઓ ઓફિસ સુધી ફરીયાદ કરવાની પણ તૈયારી કરાર આધારીત અધ્યાપકોએ દર્શાવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કવરમાં આવેલા પત્રમાં લખ્યું છે કે, પૂર્વ સિન્ડીકેટ ડો. મહેશ ચૌહાણની કોલેજનો લેટરકાંડ, માટી કૌંભાડની ફાઇલ ગુમ અને ડો. કલાધર આર્યની ખોટી અરજી પણ કરાર આધારીત કર્મચારી દ્વારા કરાવવામાં આવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. 


આ રીતે ભણશે ગુજરાત? આચાર્યના ચારિત્ર્ય પર લાંછન લગાવનાર બે શિક્ષિકાઓનો વિવાદ વકર્યો


પૂર્વ સિન્ડીકેટ સભ્ય ડો. મહેશ ચૌહાણને ઇન્ચાર્જ કુલપતિ ભીમાણીએ પોતાની ઓફિસમાં બોલાવી લેટરકાંડ થયો હોવાની પણ જાણ કરી હતી. એટલું જ નહિં શારિરીક શિક્ષણ વિભાગની મહિલા કર્મચારી ભારે ચર્ચા છે જેનાં લાખો રૂપીયાના બિલ તાત્કાલીક પાસ કરાયા પરંતુ કરાર આધારીત કર્મચારીઓનાં પગાર બે-બે મહિના સુધી કરાતા ન હોવાનો ઉલ્લેખ પત્રમાં છે. ધારીની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનાં કૌંભાજમાં પણ એલઆઇસીની મંજૂરીમાં છ આંકડાનો વહિવટ કર્યો હોવાનો ઉલ્લેખ છે. રાજ્ય સરકાર પ્રો. ગીરીશ ભીમાણીને પદ પર થી નહિં હટાવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં એક પછી એક કાંડ સરકારને પણ ભીંસમાં મુકી શકે છે.


'મર્સીડીઝ મારા બાપની છે, પણ રોડ નહીં', લખેલું પાટિયું પકડાવીને પોલીસે ઉતારી નબીરાઓની