આગામી 5 દિવસ સુધી ગુજરાતને ઘમરોળશે વરસાદ, ઓરેન્જ અને રેડએલર્ટ થઈ જાહેર

Gujarat Weather Updates: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકાર દ્વારા પણ અગમેતીના પગલા લેવામાં આવી રહ્યાં છે. તંત્ર દ્વારા વરસાદની સ્થિતિને જોતા અને હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઈને સતર્કતાના પગલાં લેવામાં આવી રહ્યાં છે.

આગામી 5 દિવસ સુધી ગુજરાતને ઘમરોળશે વરસાદ, ઓરેન્જ અને રેડએલર્ટ થઈ જાહેર

Gujarat Weather Updates/ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં વરસાદની સેકન્ડ ઈનિંગની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે હવામાન વિભાગે વરસાદ અંગે વધુ એક મહત્ત્વની આગાહી કરી છે. જે અંતર્ગત આગામી પાંચ દિવસ ગુજરાત પર ભારે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છેકે, આગામી પાંચ દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો રહેશો. ખાસ કરીને આગામી પાંચ દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 7, 2023

હવામાન ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યુંકે, હાલ અરબ સાગરમાં સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ એક્ટિવ હોવાના કારણે ભારે વરસાદ રહેશે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં હેવીથી વેરી હેવી રેઈનનું એક્સપેકટેશન છે. એમાંય ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધારે રહેવાની પણ શક્યતા છે. જેને કારણે લોકો પણ ખાસ સચેત રહેવાની જરૂર છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 7, 2023

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકાર દ્વારા પણ અગમેતીના પગલા લેવામાં આવી રહ્યાં છે. તંત્ર દ્વારા વરસાદની સ્થિતિને જોતા અને હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઈને સતર્કતાના પગલાં લેવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત  દરેક જગ્યાએ રાજ્ય સરકાર, માછીમારોને તમામ જગ્યાએ એલર્ટ માટે સૂચના આપવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદને પગલે યલો, ઓરેન્જ અને રેડ અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યાં છે. ખાસ કરીને દરિયાકાંઠાના લોકોએ વધારે સતર્ક રહેવું તેવી પણ આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા પણ સુચના આપવામાં આવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news