ગૌરવ દવે/રાજકોટ: સૌરાષ્ટ્રનાં સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળાની રાજકોટમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શહેરનાં રેસકોર્ષ ગ્રાઉન્ડમાં યોજાનાર લોકમેળાને આ વખતે રસરંગ લોકમેળો નામ આપવામાં આવ્યું છે. જે આગામી 5 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી યોજાશે. જોકે દર વર્ષની સરખામણીએ આ વર્ષે મોંઘવારી વધતાની સાથે લોકમેળાની મજા પણ મોંઘી બનવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 5 દિવસ સુધી ગુજરાતને ઘમરોળશે વરસાદ, આ વિસ્તારોને તંત્રએ આપી દીધી છે ચેતવણી


જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, દર વર્ષ કરતા આ વખતે લોકમેળામાં સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે યોજાનાર મેળામાં રાઈડ્સ માલિકોની રજૂઆતના પગલે નાની ચકરડીના ભાવમાં રૂ.10નો વધારો કરી રૂ. 30 વસુલ કરવામાં આવશે. જ્યારે મોટા ફજર અને રાઇડ્સના ભાવ જે રૂ. 30 રૂપિયા હતા તે વધારીને રૂ. 40 કરવામાં આવ્યા છે. 


મહોમ્મદ કેફની વડોદરા પોલીસે કરી ધરપકડ: કારણ જાણી તમે પણ ચોંકી જશો


લોકમેળાને રૂ. 4 કરોડનું વિમા કવચ લેવાશે
રાજકોટ જીલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, પાંચ દિવસીય લોકમેળામાં દર વર્ષે 10થી 12 લાખ લોકોની જનમેદની આવતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ લોકમેળાનું વિમા કવચ લેવામાં આવ્યું છે. આ વર્ષે 4 કરોડ રૂપીયાનો વિમો લોકમેળાનો ઉતારવામાં આવશે. 


ભલભલા ધનિકોને પાછળ પાડી દે તેવો આ ભિખારી, સંપત્તિ એટલી બધી કે...વિચારી પણ ન શકો


લોકમેળામાં લોકોને ધંધો રોજગાર મળી રહે તે માટે 355 સ્ટોલ અને પ્લોટની ફાળવણી લોકમેળા સમિતિ દ્વારા શરૂ કરવામાં આવી છે. 355 સ્ટોર અને પ્લોટ પૈકી 178 સ્ટોલ રમકડાના, 14 સ્ટોલ ખાણી પીણી તેમજ મધ્યમ ચકરડીના 4 પ્લોટ, નાની ચકરડીના 48 પ્લોટ ડ્રો સિસ્ટમથી ફાળવવામાં આવશે. જ્યારે કે ખાણીપીનીના 37 સ્ટોલ, યાંત્રિકના 44 પ્લોટ અને આઈસ્ક્રીમના 16 પ્લોટની હરાજીથી ફાળવણી કરવામાં આવશે.


ભોલેનાથના આ મંદિરમાં પૂજા કરવાથી ટળી જશે અકાળ મૃત્યું, જાણો શું છે રહસ્ય


રસરંગ લોકોની પસંદ!
ચાલુ વર્ષે લોકમેળાના નામ માટે લોકો પાસે થી સુચનો મંગાવવામાં આવ્યા હતા. રેસકોર્ષનાં લોકમેળાનું દર વર્ષે અલગ અલગ નામ રાખવામાં આવે છે. ચાલુ વર્ષે રસરંગ નામની પસંદગી કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 1984 થી પ્રતિ વર્ષ લોકમેળો શાસ્ત્રી મેદાન યોજવામાં આવતો હતો. પરંતુ સૌરાષ્ટ્રભરમાંથી લોકોની જનમેદની આવતી હોવાથી ગ્રાઉન્ડ ટૂંકુ પડવા લાગ્યું હતું. જેથી વર્ષ 2003 થી રેસકોર્સ મેદાન ખાતે લોકમેળો યોજવામાં આવી રહ્યો છે. 


સ્વાસ્થ્ય,ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે પાલકનો જ્યુસ,ડાયેટમાં અચૂક કરો સામેલ