કેતન બગડા/અમરેલી: સાવરકુંડલાના મણીભાઈ સર્કલ સામે આવેલ સૂર્યદીપ કોમ્પ્લેક્સમાં સુરભી મેજિક નામની ટિકિટો વહેંચીને અનેક લોકોની સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયાનું ચૂનો લગાડી નાસી જનાર હિરેન વનરા નામના યુવકને પોલીસે અમદાવાદથી ઝડપી લીધો હતો. રૂપિયા 10,20,50 અને રૂપિયા 100ની ટિકિટો વહેંચીને છેતરપિંડી આચરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આવી રહ્યો છે વરસાદનો જોરદાર રાઉન્ડ,16 ઈંચ વરસાદથી આ વિસ્તારો થશે જળબંબાકાર


સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલ મણીભાઈ સર્કલ ની સામે સૂર્યદીપ કોમ્પ્લેક્સ માં 2018 થી 2021ના ગાળામાં અવનવી લોભામણી સ્કીમો સુરભી ગ્રુપના નામે ચલાવી કરોડો રૂપિયાનો ચૂનો લગાવી જનાર બે સગા ભાઈઓને અમરેલી પોલીસે અમદાવાદ થી ઝડપી લીધા આ યોજનાનો મુખ્ય માસ્ટર માઈન્ડ હીરેન વનરા ની અમદાવાદ થી ઝડપી પાડ્યો છે ત્યારે આ ચીટીંગમાં તેનો ભાગીદાર તેનો સગો જ ભાઈ પ્રશાંત નરેશભાઈ વનરા છે જે સાવરકુંડલામાં જ રહેશે સ્કીમ બંધ કરી દુકાને તાળા મારી બોર્ડ ઉતારી તે મુખ્ય સૂત્રધાર હિરેન વનરા અમદાવાદ ભાગી ગયો હતો. 


સુરતના યોગ કાર્યક્રમમાં મોટી ફજેતી થઈ, કરોડો ખર્ચ્યા બાદ પણ માઈકે દગો દીધો


જો તેની પાસે કોઈ નાણાં રોકનાર ગ્રાહક પૈસા માંગે તો તે ધમકી આપતો અને પોલીસ ફરિયાદ કરીશ તેવું કહી ડરાવતો હતો ત્યારે આ વનરા ભાઈઓ કડિયા કુંભાર જ્ઞાતિના હોય તેમની લોભામણી સ્કીમમાં વધુમાં વધુ કડિયા કામ કરતા મજૂર માણસો બન્યા હોય તેવી પણ પ્રાથમિક પૂછપરછ માં માહિતી જાણવા મળી છે ત્યારે સાવરકુંડલા પોલીસ મથકે આ બંને ભાઈઓ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદને આધારે મુખ્ય સૂત્રધાર હિરેનને અમદાવાદથી અને તેનો ભાગીદાર તેનો સગ્ગો ભાઈ પ્રશાંત અને સાવરકુંડલા થી ઝડપી લીધો અને સાવરકુંડલાના વિવેક જેઠવા આ યોજનામાં 83,11 50 ની રૂપિયા નું રોકાણ કરી છેતરાયા હોવા થી તેઓ પોતે જ ફરિયાદી બન્યા.


Rs 2000 Note: લોકોને ખબર પણ નહીં હોય, 2000ની નોટ પાછી ખેંચવાના છે અનેક ફાયદા


સુરભી મેજિક બમ્પર ડ્રો ત્યારબાદ 20-20 યોજના અને ત્યારબાદ યોજના તેમજ અર્જુન યોજના સ્ટાર યોજના રૂબી યોજના જેવી અનેક સ્કીમો બનાવી તેમની ટિકિટો વેચી લોકોના રૂપિયા એકઠા કરી અને 11 મહિને ડ્રો કરવાની વાત કરતો હતો તેમને સ્કીમના અંતે લોકોને ડબલ નાણા આપવાની લાલચ પણ આપવામાં આવતી હતી પરંતુ ડ્રો થાય એ પહેલા જ તેઓ નાસી છૂટ્યા આખરે પોલીસે બંને ભાઈઓ પાસેથી તેમની વિવિધ સ્કીમ અને માહિતીઓ વિશે પૂછપરછ હાથ કરી રહી છે ત્રણ દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે.


આંખમાં મરચાની ભૂકી નાંખી જામનગરમાં 20 લાખની દિલધડક લૂંટ, હાથમાં હેન્ડલ રહી ગયું, અને 


આ બંને ચીટર સૂત્રધારો ઝડપાયાની સાવરકુંડલા શહેર અને સમગ્ર અમરેલી જિલ્લામાં જાણ થતા સાવરકુંડલા પોલીસ સ્ટેશનને અનેક લોકો પચાસ હજારથી ત્રણ લાખ સુધીની રકમમાં છેતરાયા હોવાની પોતાની જાહેરાતો અને ફરિયાદો નોંધાવી રહ્યા છે કદાચ આ આંકડો કરોડોમાં પહોંચે તેવું પણ અનુમાન લાગી રહ્યું છે ત્યારે હાલ તો પોલીસ ઝાપટામાં રહેલા આ બંને ભાઈઓ પાસેથી લોકોના ગયેલા નાણા પોલીસ કેટલા કઢાવશે તે આવનારો સમય બતાવશે. 


અભિનેત્રી દીપિકાની થઈ પ્રીમેચ્યોર ડિલીવરી, 21 જૂને સવારે આપ્યો દીકરાને જન્મ