ઉદય રંજન/અમદાવાદ: અત્યાર સુધી નકલી માર્કશીટ નકલી ડિગ્રી જેવા બનાવટી દસ્તાવેજો પકડાયા હોવાના કિસ્સા સામે આવ્યા હતા. પરંતુ હવે કેટલાક ભેજાબાજ આરોપી નકલી પોલીસ વેરિફિકેશનના સર્ટિફિકેટ બનાવવાના શરૂઆત કરી દીધી છે. આવો જ એક નકલી સર્ટિફિકેટ બનાવવાનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ SOGએ એક આરોપીની ધરપકડ કરી છે. કોણ છે આ આરોપી અને કેમ બનાવ્યા નકલી પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં બાબાનો હુંકાર, ભારત હિંદુ રાષ્ટ્ર છે તો પાકિસ્તાનને પણ હિંદુ રાષ્ટ્ર બનાવીશુ


અમદાવાદ SOGએ બેંક મેનેજર તરીકે રહી ચૂકેલા અને બારોબાર પોલીસના નામે બનાવટી વેરિફિકેશન સર્ટિફિકેટ તૈયાર કરનાર ભેજાબાજની ધરપકડ કરી છે. સામાન્ય રીતે કોલેજ સ્કૂલ કે અન્ય મહત્વપૂર્ણ માર્કશીટ કે ડિગ્રી, એફિડેવિટ કે મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટના બનાવટી દસ્તાવેજો તૈયાર કરવાના કિસ્સા તો સામે આવતા હોય છે, પરંતુ હવે તો પોલીસના નામ સિક્કા અને સહી સાથેના સર્ટિફિકેટ બનવા લાગ્યા છે. 


વ્યાજખોરોએ હદ વટાવી! વ્યાજના નામે વેપારીની લેમ્બોરગીની, મર્સિડીઝ અને ફોર્ચ્યુનર કાર.


આ કિસ્સામાં પોલીસે બાતમીના આધારે બેંક લોન રિકવરી નું કામકાજ કરતા સંદીપ પાંડેની આશ્રમ રોડ પર આવેલી એસ. આર સર્વિસીસના નામે ચાલતી ઓફિસમાં રેડ કરી હતી. જ્યાંથી તેની ઓફિસમાં કામ કરતા 8 કર્મચારીઓના ખોટા પોલીસ વેરિફિકેશન મળી આવ્યા છે. Sog ક્રાઈમે આરોપીની ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી.


અમદાવાદમાં આગામી 3 કલાક ખુબ જ ભારે! અનેક વિસ્તારોમા કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી


આરોપી સંદીપ પાંડે મૂળ બિહારનો રહેવાસી છે અને છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં રહે છે. આરોપી પાંચ વર્ષ પહેલા અમદાવાદના ડ્રાઇવિંગ રોડ સ્થિત એચડીએફસી બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. જે બાદ તેને ICICI, HDFC, Axis જેવી બેંકોમાં લોન રિકવરિંગ માટે કામ શરૂ કર્યું. જે માટે તેને 8 કર્મચારીઓને જોબ પર રાખ્યા હતા. પરંતુ બેંક માટે લોન રિકવરી કરવા કાયદા પ્રમાણે આ કામ માટે કર્મચારીઓના પોલીસ વેરિફિકેશન જરૂરી હોય છે, જેથી આરોપીએ નકલી સર્ટિફિકેટ તૈયાર કરી દીધા હતા. એસઓજીએ ઓફિસમાં સર્ચ કરતા વી.જે વ્યાસ, પોલીસ ઇન્સ્પેકટર સ્પેશીયલ બ્રાંચના નામના સિક્કા પણ મળી આવ્યા છે, જેનો ઉપયોગ આરોપી નકલી પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ કરતા હતા.


શું આવતીકાલે જાહેર થશે ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ, ગુજરાત બોર્ડે કર્યો ખુલાસો


અમદાવાદ SOGએ આરોપી સંદીપ પાંડેની ધરપકડ કર્યા બાદ તેના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરશે. જેમાં આરોપીએ 8 કર્મચારી સિવાય શું અન્ય કર્મચારીઓના વેરિફિકેશન સર્ટિફિકેટ બનાવ્યા હતા કે કેમ? વેરિફિકેશન સર્ટિફિકેટ સિવાય અન્ય કોઈ બનાવટી દસ્તાવેજ બનાવ્યા હતા કે કેમ તે અંગે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.


અમદાવાદમાં IPL 2023ની ક્લોઝિંગ સેરેમેનીમાં Entertainment નો લાગશે તડકો