નચિકેત મહેતા/આણંદ: આજે સ્ટુડન્ટ વિઝા પર વિદેશ જવાનો ક્રેઝ વધ્યો છે,ત્યારે આણંદનાં પેટલાદમાં કન્સલ્ટન્સીની ઓફીસ ખોલીને ઉચ્ચ શિક્ષણની નકલી માર્કસીટો અને ડીગ્રી સર્ટીફિકેટ બનાવી વિદેશ મોકલવાનાં રેકેટનો આણંદની એસઓજી પોલીસે પર્દાફાસ કરી જુદી જુદી યુનિવર્સીટીની નકલી માર્કશીટો,નકલી ડીગ્રી સર્ટિફિકેટ તેમજ નકલી રબર સ્ટેમ્પ સાથે કન્સલ્ટન્ટીનાં સંચાલકની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાઠીના આંબરડી ગામે મોટી દુર્ઘટના! વીજળી પડતાં 5ના દર્દનાક મોત, આકાશી આફતે ભારે કરી!


પેટલાદ શહેરમાં સરદાર પટેલ સુપર માર્કેટમાં પહેલા માળે વી.હેલ્પ કન્સલ્ટન્ટી એન્ડ માઈગ્રેશન સર્વિસ નામની ઓફીસ ખોલી સેખડી ગામનો કિરણ પટેલ સ્ટુડન્ટ વિઝા પર વિદેશ જવા માંગતા લોકોને ઓછો અભ્યાસ હોવા છતાં નકલી માર્કસીટ અને સર્ટિફિકેટનાં આધારે વિદેશ મોકલી રહ્યો હોવાની બાતમીનાં આધારે આણંદની એસઓજી પોલીસે કન્સલ્ટન્ટીની ઓફીસમાં છાપો મારીને ઓફીસની તલાસી લેતા ઓફીસમાંથી જુદી જુદી યુનિવર્સીટીની 199 જુદા જુદા નામની માર્કસીટો,ડીગ્રી સર્ટિફિકેટ ,જુદી જુદી યુનિવર્સીટી તેમજ કોલેજનાં 18 રબર સ્ટેમ્પ,ડોકટરનાં લેટરપેડ,સહી સિક્કાવાળા સર્ટિફિકેટ,ત્રણ મોબાઈલ ફોન,કોમ્પ્યુટર,કલર પ્રીન્ટર મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે નકલી માર્કસીટો,ડીગ્રી સર્ટિફિકેટ તેમજ નકલી રબર સ્ટેમ્પ સહીતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


આ તારીખે ગુજરાતમાં આંધી, વંટોળ સાથે વાવાઝોડું છોતરા કાઢશે! અંબાલાલે કરી ભયાનક આગાહી


પોલીસે કન્સલ્ટન્ટી એન્ડ માઈગ્રેશન સર્વિસ ઓવરસીઝ ઓફીસનાં સંચાલક સેખડી ગામનાં કિરણકુમાર ગાંડાભાઈ પટેલની ધરપકડ કરી હતી,.કિરણકુમાર પટેલ ગુજરાત યુનિવર્સીટી તેમજ સરદાર પટેલ યુનિવર્સીટીની જુદી જુદી માર્કસીટો તેમજ ડીગ્રી સર્ટિફિકેટ બનાવી ઓછુ ભણેલા લોકોને પણ કેનેડા લંડન ઓસ્ટ્રેલીયા સહીત જુદા જુદા દેશોની યુનિવર્સીટીમાં અભ્યાસ માટે પ્રવેશ અપાવી જેનાં આધારે વિદેશનાં સ્ટુડન્ટ વિઝા અપાવી વિદેશ મોકલી આપતો હતો,પોલીસે કિરણ પટેલની પુછપરછ કરતા તે જુદી જુદી યુનિવર્સીટીની અસલી માર્કસીટો તેમજ ડીગ્રી સર્ટિફિકેટને સ્કેન કરી કોમ્પ્યુટરમાં લેતો હતો અને ત્યારબાદ તેમાં છેડછાડ કરી અસલ પરથી નકલી માર્કસીટો બનાવી તેની કલર પ્રિન્ટર પર પ્રિન્ટ કાઢી તેનાં પર નકલી સહી સિક્કા કરતો હતો.


પૈસાની તંગીથી થઈ ચૂક્યા છો પરેશાન? ગૂપચૂપ બાથરૂમમાં રાખો આ એક ચીજ, પછી જુઓ કમાલ


વિદેશ જવા માંગતા લોકો ની પાસેથી ઉંચી રકમ લઈને નકલી માર્કસીટ અને ડીગ્રી સર્ટિફિકેટ બનાવી તેઓને સ્ટુડન્ટ વિઝા અપાવી વિદેશ મોકલતો હતો.એસઓજી પોલીસે ઓફીસમાંથી શૈક્ષણિક સંસ્થાઓના ટ્રાન્સક્રિપ્ટ સર્ટીફિકેટ, એમઓઆઇ સર્ટિફિકેટ, ડીગ્રી સર્ટી, 199 બનાવટી માર્કશીટ-સર્ટી, 18 રબર સ્ટેમ્પ, 2 સ્ટેમ્પ પેડ, રજીસ્ટાર સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના હોદ્દા વાળા રજીસ્ટર સ્પીડ પોસ્ટ લખેલ કવર, કોરા કવર, આશિષ હોસ્પિટલ ડોક્ટર જીગર જોષીના લેટર પેડ, ત્રણ મોબાઈલ ફોન, એક કોમ્પ્યુટર સેટ, પેન ડ્રાઈવ, કલર પ્રિન્ટર મળી રૂ 66 હજારનો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા કિરણ ગાંડાભાઈ પટેલ વિરુદ્ધ પેટલાદ શહેર પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


કૌરવોને હરાવવા માટે પાંડવોએ આ ગામડામાં કર્યો હતો યજ્ઞ, સો ટકા આ રહસ્યથી તમે અજાણ હશો


એસઓજી પોલીસે એસ.એમ.પટેલ કોલેજ ઓફ હોમ સાયન્સ વલ્લભવિદ્યાનગર,સરદાર પટેલ યુનિવર્સિટી,રજીસ્ટાર ગુજરાત યુનિવર્સિટી,આર.કે.પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ પેટલાદ,તિલક મહારાષ્ટ્ર વિદ્યાપીઠ પુને એક્ઝામ ડિપાર્ટમેન્ટ,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ,પ્રિન્સિપાલ એસ.એમ.પટેલ કોલેજ ઓફ હોમ સાયન્સ વિદ્યાનગર, ડેપ્યુટી રજીસ્ટર સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગર લખેલ રબર સ્ટેમ્પ, ડોક્ટર જીગર જોષી સિગ્નેચર ઓફ ડોક્ટર સરદાર ચોક પેટલાદ લખેલ રબર સ્ટેમ્પ, પ્રિન્સિપાલ શ્રી આર.કે આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ પેટલાદ લખેલ રબર સ્ટેમ્પ, વેરિફાઇ એન્ડ ફાઉન્ડ કરેક્ટ બીવી પટેલ ડેપ્યુટી રજીસ્ટરા સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર લખેલ રબર સ્ટેમ્પ કબ્જે કર્યા હતા.


પાણી પીવા માટે દિવસના 4 સૌથી શ્રેષ્ઠ સમય કયા છે? આરોગ્ય રહેશે હંમેશા ઉત્તમ!


કિરણ પટેલએ અત્યાર સુધીમાં નકલી માર્કસીટો અને સર્ટિફિકેટનાં આધારે કેટલા લોકોને સ્ટુડન્ટ વિઝા પર વિદેશ મોકલ્યા છે,તેની તપાસ માટે પુછપરછ હાથ ધરી છે.તેમજ આ કૌભાંડમાં અન્ય લોકો સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.