HeavyRains: લાંબા વિરામ બાદ ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ શરૂ, હવે આગામી 6 દિવસ વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ
Rain forecast: રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને લીધે અરવલ્લી, વડોદરામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Gujarat Monsoon: ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે, ત્યારે દાહોદ, મહીસાગર, વડોદરા અને અરવલ્લી જિલ્લામાં છૂટોછવાયો વરસાદ શરૂ થયો છે. આ સાથે જ 6 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને લીધે ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ થઈ રહ્યો છે. આજે બપોર બાદ અરવલ્લી અને વડોદરામાં વરસાદનું આગમન થયું છે, જેને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
લાંબા વિરામ બાદ ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ શરૂ, વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ
અરવલ્લી જિલ્લામાં વરસાદ
અરવલ્લી જિલ્લામાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ પડ્યો છે. મેઘરજના જીતપુર, ખાખરીયા, ઇસરી, રેલ્લાવાડા સહિત પંથકમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જેને લઈ મકાઈ, સોયાબીન, તુવેર સહિત મુર્જાતા પાકને જીવતદાન મળ્યું છે.
હજુ વરસાદ ગયો નથી! તારીખો સાથે મેઘો ક્યાં-કેવી બોલાવશે ધડબડાટી? જાણો અંબાલાલની આગાહી
ડભોઇ પંથકમાં વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ ડભોઇ પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ગરમી અને બફારાથી લોકો પરેશાન હતા. એસ.ટી.ડેપો, શિનોર રોડ, નાંદોદી ભાગોળ વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.
સનાતની સાધુ-સંતો સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર; આ મહંતને સોંપાઈ મોટી જવાબદારી
વડોદરામાં વરસાદ
વડોદરાના વાઘોડિયામા બપોરે વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદની ચાતક નજરે વાટ જોતા ખેડૂતોને આંશિક રાહત મળી હતી. આકાશમાંથી કાચું સોનું વરસ્યું હોય તેવો ખેડૂતોમાં આનંદ છવાયો હતો. જોકે માત્ર ઝાપટું વરસી બંધ થતા ખેડૂતોની આશા નિરાશામા ફેરવાઈ હતી. ઝાપટું આવ્યા બાદ વાતાવરણમાં અસહ્ય ઉકળાટ જોવા મળી રહ્યો છે.
AUS, NZ અને કેનેડા નહીં આ 2 દેશો છે ભારતીય છાત્રોની પહેલી પસંદ, લાગે છે લાઈનો
હવામાન વિભાગની આગાહી
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી અનુસાર, ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગના મતે કાલથી વરસાદનું જોર વધશે અને સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસશે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા જિલ્લા અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસશે.. અમદાવાદમાં આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. 8 સપ્ટેમ્બરે અમદાવાદમાં વરસાદની આગાહી કરાઈ છે.
એક બે નહીં ત્રણ યુવતીએ મળીને બિલ્ડરને શરીરસુખ માણવા હોટલમાં બોલાવ્યો,ભઈ પહોંચ્યો પછી