ગાંધીનગર : કોરોનાના વધતા જતા કેસનો પગલે ગુજરાતભરના વાલીઓ ચિંતાતુર બન્યા હતા. શૈક્ષણિક કાર્ય બંધ કરવાની માંગ ઉઠી હતી. ત્યારે આજે શિક્ષણ વિભાગની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કોરોના સંક્રમણ ચિંતા કરીને આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં શિક્ષણ મંત્રી બંને સચિવો મુખ્ય સચિવ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓની મિટિંગમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે બેઠક બાદ શિક્ષણ મંત્રી દ્વારા પરિક્ષા અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી. મુજબ કોલેજ અને યુનિવર્સિટી માટે આવતીકાલથી 10 એપ્રિલ સુધી સ્નાતક કક્ષાનું ઓફલાઈન પરીક્ષા કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Protesting Farmers Vaccination : રાકેશ ટિકૈત બોલ્યા- પ્રદર્શનકારી કિસાનોને પણ લગાવો કોરોના વેક્સિન


આઠ મહાનગર પાલિકાઓમાં તમામ શાળા કોલેજો બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આઠ મહાનગર પાલિકાઓમાં અમદાવાદ, ભાવનગર, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં તમામ શાળા, કોલેજો બંધ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ આઠ મહાનગરોમાં શાળામાં વિદ્યાર્થીને બોલાવીને શિક્ષણ આપી શકાશે નહી. એટલે કે ઓનલાઇન શિક્ષણ આપવાનું રહેશે. જો કે આ આઠ મહાનગર અને તેના પાલિકા હદ વિસ્તારની બહારની શાળાઓ ઇચ્છે તો શાળાઓ ચાલુ રાખી શકે છે. 


10 એપ્રિલ સુધી ગુજરાતના 8 મહાનગરોમાં સ્કૂલો બંધ, પરીક્ષા પણ મોકૂફ


8 મહાનગર પાલિકા હદ વિસ્તારની બહારની શાળાઓ વિદ્યાર્થીઓ ઇચ્છે તો ઓફલાઇન શિક્ષણ આપી શકે અને ઇચ્છે તો ઓનલાઇન શિક્ષણ પણ લઇ શકશે. આ શાળાઓ નિયમ સમયપત્ર અનુસાર પરીક્ષાનું આયોજન પણ કરશે. ત્યાં તમામ કાર્યક્રમ નિયત સમયપત્રક અનુસાર ચાલશે. ત્યાં રાજ્ય સરકારનો કોઇ પણ નિર્ણય લાગુ પડશે નહી. જો કે જે આઠ મહાનગર પાલિકાઓની જાહેરાત કરવામાં આવી છે ત્યાં શાળાઓ અને પરીક્ષા તમામ રદ્દ કરવામાં આવી છે. અહીં ન તો વિદ્યાર્થીઓને શાળાએ બોલાવી શકાશે ન તો વિદ્યાર્થીઓની પરીક્ષા લઇ શકાશે. અહીં શાળાઓ માત્ર ઓનલાઇન શિક્ષણ આપી શકશે. જો કે તમામ પ્રકારની ઓફલાઇન પ્રવૃતિ રદ્દ કરવામાં આવી છે. આ આઠ મહાનગર પાલિકાઓમાં 10 એપ્રીલ બાદ શાળાઓ શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવશે. પરીક્ષા ઓનલાઇન યોજાશે. રાજ્યની શાળાઓ માટે ૮ મહાનગરપાલિકા વિસ્તારો આવેલી તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવતીકાલે 19 માર્ચ થી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.અહીં નિયત સમયપત્ર અનુસાર ઓનલાઇન પરીક્ષા લેવાશે. 


PHOTOS: Jyotiraditya Scindia ના મહેલ 'જય વિલાસ પેલેસ'માં ચોરી, જાણો શું છે મામલો


ટુંકમાં જો સમજવા જઇએ તો આઠ મહાનગર પાલિકા વિસ્તારોમાં તમામ શાળા-કોલેજ અને પરીક્ષા સહિતની ઓફલાઇન તમામ કામગીરી અટકાવી દેવામાં આવી છે. અહીં પરીક્ષા હોય કે શિક્ષણ બધુ જ ઓનલાઇન રહેશે. જ્યારે આ સિવાયનાં સમગ્ર ગુજરાતમાં શાળા ઇચ્છે તો વિદ્યાર્થીઓને બોલાવી શકશે અને ઇચ્છે તો ઓનલાઇન શિક્ષણ પણ આપી શકશે. એટલે કે તેમને રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિયમ લાગુ પડશે નહી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube