PHOTOS: Jyotiraditya Scindia ના મહેલ 'જય વિલાસ પેલેસ'માં ચોરી, જાણો શું છે મામલો

ગ્વાલિયર સ્થિત જય વિલાસ પેલેસ હાલ જ્યોતિરાદિત્ય સિંધિયાનો છે. 

નવી દિલ્હી: મધ્ય પ્રદેશથી ભાજપના રાજ્યસભાના સાંસદ અને ગ્વાલિયરના શાહી પરિવારના જ્યોતિરાદિત્ય સિંધિયાના મહેલ જય વિલાસ પેલેસ પરિસરમાં સ્થિત રાનીમહેલમાં છતના રસ્તે ચોર ઘૂસી ગયા. ગ્વાલિયર પોલીસે ચોરીના આ મામલાની પુષ્ટિ કરી છે. મહેલમાં કયા કયા સામાનની ચોરી થઈ અને કેટલા ચોરોએ આ ચોરીને અંજામ આપ્યો તે અંગે હજુ જાણકારી સામે આવી નથી. અત્રે જણાવવાનું કે ગ્વાલિયર સ્થિત જય વિલાસ પેલેસ હાલ જ્યોતિરાદિત્ય સિંધિયાનો છે. 

1/7
image

રિપોર્ટ્સ મુજબ પોલીસ અધિક્ષક રત્નેશ તોમરે જણાવ્યું કે રાની મહેલથી બુધવારે સવાર સૂચના મળી કે છતના રસ્તે ચોર મહેલના એક રૂમમાં ઘૂસ્યા છે. આ સૂચના મળતા જ તરત પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ફોરેન્સિક ટીમ પણ ત્યાં લઈ જવાઈ. કહેવાય છે કે આ ઘટના સોમવાર કે મંગળવારે રાતે ઘટી. 

2/7
image

તેમણે જણાવ્યું કે આશંકા છે કે ચોર સોમવારે કે મંગળવાર રાતના સમયે છતથી થઈને રોશનદાનના રસ્તે રાનીમહેલના રૂમમાં ઘૂસ્યા. જે રૂમમાં ચોર ઘૂસ્યા ત્યાં પહેલા બેંક રહેતી હતી. આ રૂમમાં કેટલોક સામાન રાખેલો છે. રાનીમહેલના કર્મચારીએ પોલીસને જણાવ્યું કે હાલ તમામ સામાન રૂમમાં જ છે પરંતુ વિસ્તૃત તપાસ થઈ રહી છે. 

3/7
image

જો કે હજુ સુધી એ વાત સામે નથી આવી કે ચોર શું શું ચોરી ગયા. પોલીસ આ જય વિલાસ પરિસરમાં હાજર તમામ કર્મચારીઓની પૂછપરછ કરશે. 

4/7
image

અત્રે જણાવવાનું કે જય વિલાસ મહેલ 19મી સદીમાં જયજીરાવ સિંધિયા દ્વારા સ્થાપિત મહેલ છે જે 1874માં ગ્વાલિયરના તત્કાલિન મહારાજા હતા અને હાલ ભાજપના રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા પાસે છે. તે જમાનામાં આ મહેલ એક કરોડમાં બન્યો હતો. આજે આ મહેલની કિંમત લગભગ 4 હજાર કરોડ રૂપિયા કહેવાય છે. 

5/7
image

જ્યોતિરાદિત્ય સિંધિયાનો આ મહેલ અનેક એકરમાં ફેલાયેલો છે. આ મહેલ એટલો ખુબસુરત છે કે તેને જોવા માટે દેશ વિદેશથી લોકો આવે છે. આ જય વિલાસ મહેલમાં 400 રૂમ છે. જેમાં 40 રૂમમાં તો મ્યુઝિયમ જ છે. મહેલમાં 3500 કિલોનું એક ઝૂમ્મર છે. મહેલ યુરોપિયન આર્કિટેક્ટથી બન્યું છે. આ મહેલને બ્રિટિશ આર્કિટેક્ટ સર માઈકલ ફિલોસે ડિઝાઈન કર્યો હતો. 

6/7
image

કહેવાય છે કે જય વિલાસ મહેલની છતો પર અનેક જગ્યાઓ પર સોનાચાંદી અને રત્ન જડ઼ેલા છે. મહેલના એક ભાગમાં મ્યુઝિયમ છે અને આ મ્યુઝિયમમાં સિંધિંયા રાજવંશનો આખો ઈતિહાસ જાણવા મળે છે. મહેલમાં એક ફાઈવ સ્ટાર હોટલ પણ છે. 

7/7
image

જ્યોતિરાદિત્ય સિંધિયા  ગ્વાલિયરના મહારાજા છે. તેમના પત્ની પ્રિયદર્શિની રાજે મહારાની છે જ્યારે પુત્ર મહાઆર્યમન રાજકુમાર અને અનન્યા રાજકુમારી છે. લોકો અનન્યાને રાજકુમારી જ કહે છે.