બેરોજગાર બનેલા અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને સરકાર પાસેથી આર્થિક સહાયની માગ કરી
કોરોનાને કારણે સૌથી મોટી અસર શિક્ષણ ક્ષેત્ર પર પડી છે. સાથે જ તેને સંલગ્ન વ્યવસાય પર પણ મોટી અસર પડી છે. શિક્ષકોથી લઈને વાન ચાલકો, ટ્યુશન સંચાલકો સૌ અટવાયા છે. આવામાં સ્કૂલની વર્ધી ચલાવતા વાહન ચાલકોને પણ મોટો ફટકો પડ્યો છે. આવામાં અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને સરકાર પાસેથી આર્થિક સહાયની માગ કરી છે. સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખી રજુઆત માટે સમય માંગ્યો છે.
અતુલ તિવારી/અમદાવાદ :કોરોનાને કારણે સૌથી મોટી અસર શિક્ષણ ક્ષેત્ર પર પડી છે. સાથે જ તેને સંલગ્ન વ્યવસાય પર પણ મોટી અસર પડી છે. શિક્ષકોથી લઈને વાન ચાલકો, ટ્યુશન સંચાલકો સૌ અટવાયા છે. આવામાં સ્કૂલની વર્ધી ચલાવતા વાહન ચાલકોને પણ મોટો ફટકો પડ્યો છે. આવામાં અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને સરકાર પાસેથી આર્થિક સહાયની માગ કરી છે. સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખી રજુઆત માટે સમય માંગ્યો છે.
વિજય મુહૂર્તમાં સીઆર પાટીલ નવા પ્રમુખ બનશે, ભાજપનું કાર્યાલય શણગારાયું
સ્કૂલ વર્ધી સાથે સંકળાયેલા રિક્ષા અને વાનચાલકોને દર મહિને 5 હજાર રૂપિયાની મદદ કરવા તેઓએ સરકાર પાસે વિનંતી કરી છે. રાજ્ય સરકાર અથવા સ્કૂલ સંચાલકો દર મહિને 5 હજારની સહાય કરે તેવું એસોસિસેયનનું કહેવું છે. આ વિશે એસોસિયેશને જણાવ્યું કે, અમે સ્કૂલ ચાલુ થતા દર મહિને 5 હજાર રૂપિયા પણ જમા કરાવીશું. કોરોનાના કારણે માર્ચ મહિનાથી સ્કૂલ બંધ થતાં સ્કૂલ વર્ધી સાથે સંકળાયેલા તમામની સ્થિતિ કથળી ચુકી છે. નવી રીક્ષા ખરીદી કરી સ્કૂલ વર્ધીમાં સંકળાયેલા કેટલાક રિક્ષાચાલકો હપ્તો ના ભરી શકતા હવે રિક્ષાઓ આખરે વેચવા કાઢી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં 15,000 અને રાજ્યમાં 80,000 રીક્ષા અને વાન ચાલકો સ્કૂલ વર્ધી સાથે સંકળાયેલા છે, ત્યારે આ કપરી પરિસ્થિતિમાં સરકાર અથવા શાળા સંચાલકોથી એસોસિએશનએ મદદ માંગી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર