અમદાવાદ :સમગ્ર ગુજરાતના દરિયા કાંઠે વાયુ વાવાઝોડાને ત્રાટકવાને 36 કલાકની વાર છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં તંત્ર ખડેપગે ગોઠવી દેવાયું છે. દરિયા કાંઠે એલર્ટ જાહેર કરાયું છે, અને શક્યત તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે. ત્યારે વાયુની અસર શિક્ષણ પર પણ જોવા મળશે. વાયુ વાવાઝોડાને પગલે શાળા પ્રવેશોત્સવ કેન્સલ થાય તેવા એંધામ છે. આ અંગે મોડેથી જાહેરાત થાય તેવી સંભાવના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10 પોઈન્ટમાં જાણો શું છે ‘વાયુ’ વાવાઝોડું, જે ગુજરાતના માથા પર તાંડવ કરશે


શાળાઓમાં રજા આપી દેવાઈ


  • વાવાઝોડાની અસરને પગલ સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે આવેલી અનેક શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે. ક્યાં ક્યાં રજા જાહેર કરાઈ છે. 

  • વાવાઝોડાને લઈને ભાવનગર જિલ્લાની શાળા અને આંગણવાડીમાં તા.12.અને 13 એમ બે દિવસ રજા જાહેર કરાઈ છે. તો શિક્ષકોએ શાળાઓમાં હાજરી આપવાની રહેશે. માત્ર બાળકોએ શાળાએ ના મોકલવા કલેક્ટરનો આદેશ છે. 

  • પોરબંદરમાં "વાયુ" વાવાઝોડાને લઈને જિલ્લાની તમામ શાળા-કોલેજમાં ત્રણ દિવસ રજા રહેશે. તારીખ 12 થી14 તારીખ સુધી રજા રહેશે. 

  • રાજકોટમાં આગામી 13 તારીખના રોજ મનપાએ સરકારી શાળામાં રજા જાહેર કરી છે. મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાની દ્વારા તકેદારીના ભાગ રૂપે રજા જાહેર કરી છે.

  • ઉના-દીવની શાળાઓમાં પણ ત્રણ દિવસની રજા જાહેર કરાઈ છે.


વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : વેરાવળથી ‘વાયુ’નું અંતર ઘટ્યુ, ગુજરાતની વધુ નજીક પહોંચ્યું


સ્થળાંતર કામગીરી પણ પૂરજોશમાં...
આજે ગાંધીનગરમાં મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં માહિતી આપવામાં આવી કે, વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને કચ્છના દરિયા કાંઠાના વિસ્તારો પ્રભાવિત થશે. આ જિલ્લાઓના નીચેનો જે કોસ્ટલ વિસ્તાર છે તેના કાચા મકાન હોય તેને ઓળખ કરી લેવામાં આવી છે અને જિલ્લા કલેક્ટરોને તેમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવાનું કહી દેવાયું છે. તમામ લોકોને સલામત ખસેડવાની કાર્યવાહી કરવામાં આવશે. જે જગ્યાએ તેઓનું સ્થળાંતર કરવામાં આવશે, ત્યાં તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. પીવાના પાણીથી માંડીને તમામ સુવિધા હશે. વાવાઝોડાથી પ્રભાવિત લોકોની બચાવની કામગીરી માટે એનડીઆરએફની અને આર્મી ટીમ આવશે. ભારત સરકાર પાસે એનડીઆરએફની વધુ કુલ એનડીઆરએફની 35 ટીમ થશે. 


વાવાઝોડા સમયે અપાતા 1-2-3 નંબરના સિગ્નલનો અર્થ શું થાય? ક્લિક કરીને જાણી લો રોમાંચક માહિતી 


દીવમાં ફરવા આવેલા પર્યટકોને વાવાઝોડા વિશે માહિતીગાર કરવામાં આવી રહ્યાં છે. તો ઘોઘલાના નીચાણ વાળા વિસ્તારોમાં રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે. દરિયા કાંઠાના અનેક વિસ્તારોમાં વાવાઝોડાને લઈને લોકોને સાવધાન કરવા માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે. અસરગ્રસ્ત વિસ્તારોની વાત કરીએ, તો ત્યાં બે દિવસ શાળાઓ અને આંગણવાડીઓ બંધ રહેશે. તો બીજી તરફ, સાડા ચાર લાખ ખેડૂતોને મેસેજ થકી જાણ કરી દેવામાં આવ્યું છે કે, વાવાઝોડા દરમિયાન શું કરવું અને શું ન કરવું. ઉલ્લેખનીય છે કે, સાંજે સાત વાગ્યે સીએમ વિજય રૂપાણીએ ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવી છે. જેમાં વાવાઝોડા સામે સતર્ક રહેવા માટે તમામ વિભાગોને સૂચનાઓ આપવામાં આવશે.