વાવાઝોડા સમયે અપાતા 1-2-3 નંબરના સિગ્નલનો અર્થ શું થાય? ક્લિક કરીને જાણી લો રોમાંચક માહિતી
Trending Photos
કેતન જોશી/અમદાવાદ :વાવાઝોડાની પરિસ્થિતિમાં તંત્ર દ્વારા અલગ અલગ સિગ્નલ આપવામાં આવે છે. દરેક સિગ્નલની એક વ્યાખ્યા હોય છે. ત્યારે આ તમામ સિગ્નલની તીવ્રતા અને તેના શું સંકેત હોય છે તેના વિશેની માહિતી બહુ જ રોમાંચક છે. આ સિગ્નલના આધારે જ વાવાઝોડાની તીવ્રતા નક્કી થતી હોય છે. સિગ્નલના આધારે માછીમારો કે દરિયાની આસપાસ રહેતા લોકો સાવચેત થઇ જતા હોય છે. તો ચાલો સમજીએ દરેક સિગ્નલની વ્યાખ્યા
- 1 નંબરનું સિગ્નલ
હવા તોફાની કે સપાટીવાળી છે કે નથી. વાવાઝોડું આવશે કે નહિ તેની ચેતવણી આપતી નિશાની હોય છે.
- 2 નંબરનું સિગ્નલ
વાવાઝોડું સક્રિય થયું છે. આ નંબરનું સિગ્નલ બતાવે છે કે બંદર છોડ્યા પછી દરિયામાં જતા જહાજોને સમુદ્રી બળનો સામનો કરવો પડશે.
- 3 નંબરનું સિગ્નલ
સપાટીવાળી હવાથી બંદર ભયમાં છે.
- 4 નંબરનું સિગ્નલ
વાવાઝોડાથી બંદર ભયમાં છે. પરંતુ અત્યાર સુધી ભય એવો ગંભીર જાણતો નથી, કે જેનાથી કોઈ સાવચેતીના પગલા લેવા પડે.
- 5 નંબરનું સિગ્નલ
થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારાઓ ઓળંગવા સંભાવ છે. જેથી બંદરમાં ભારે હવા સંભવ છે.
- 6 નંબરનું સિગ્નલ (ભય)
થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરની ઉતર દિશા તરફનો કિનારાઓ ઓળંગવાનો સંભવ છે, જેથી બંદર ઉપર ભારે હવાનો અનુભવ થાય.
- 7 નંબરનું સિગ્નલ (ભય)
પહોળા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદર નજીક અથવા બંદરની ઉપર થઈને પસાર થવો સંભવ છે. જેથી બંદરને ભારે તોફાની પવનનો સામનો કરવો પડશે.
- 8 નબરનું સિગ્નલ (મહાભય)
ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગવાનું સંભવ છે, જેથી બંદરે તોફાની હવાનો અનુભવ થાય.
- 9 નંબરનું સિગ્નલ (મહાભય)
ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી ઉતર તરફ કિનારો ઓળંગે તેવું સંભવ છે. આથી બંદરને ભારે તોફાની હવાનો અનુભવ થવાની શક્યતા છે.
- 10 નંબરનું સિગ્નલ (મહાભય)
ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી અગર બંદર ઉપર થઈને પસાર થવાની શક્યતા છે. આથી બંદરને ભારે તોફાની હવાનો અનુભવ થવાની શક્યતા છે.
- 11 નંબરનું સિગ્નલ (મહાભય)
તાર વ્યવહાર બંધ થાય. ખુબ ખરાબ હવામાનનો અનુભવ. અત્યંત ભયજનક ગણાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે