કેતન બગડા, અમરેલી: અમરેલી જિલ્લીમાં કોરોનાનો બીજો કેસ સામે આવ્યો છે. જિલ્લાના બગસરા શહેરમાં 11 વર્ષના તરૂણને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કલેક્ટર આયુષ ઓક (Aayush Oak)એ પણ આ વાતની પુષ્ટિ કરી છે. સુરતથી આવેલા 11 વર્ષના તરૂણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ તેની ટ્રાવેલિંગ હિસ્ટ્રીની તપાસ શરૂ થઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: દર્દીની લાશ દાણીલીમડા BRTS બસ સ્ટેન્ડ પાસેથી મળવા મામલે CMએ આપ્યાં તપાસના આદેશ


મળતી માહિતી મુજબ આ કિશોર 13મી મેના રોજ સુરતથી બગસરા બસમાં આવ્યો હતો. હવે આ બસમાં તેની સાથે મુસાફરી કરી રહેલા 27 મુસાફરોની તંત્ર દ્વારા તપાસ શરૂ થઈ છે. બગસરા હોસ્પિટલ રોડ પર  કિશોરના વિસ્તારમાં તંત્ર પહોંચ્યું છે. બગસરાનો હોસ્પિટલ રોડ સેનેટાઈઝ કરવાની કામગીરી શરૂ થઈ છે. 


GSEB: ધોરણ 12 સાયન્સનું પરિણામ આ વર્ષે 0.56% ઘટ્યું, જાણો ક્યાં સૌથી વધુ અને ક્યાં સૌથી ઓછું પરિણામ 


અત્રે જણાવવાનું કે અમરેલી જિલ્લામાં કોરોનાનો બીજો કેસ જોવા મળ્યો છે. પહેલો કેસ અમરેલીના ટીમ્બલાના વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે બીજો કેસ બગસરાના 11 વર્ષના તરૂણનો આવ્યો છે. બે દિવસ પહેલા જ સુરતથી આવેલા તરૂણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એકદમ સતર્ક થઈ ગયું છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube