GSEB: ધોરણ 12 સાયન્સનું પરિણામ આ વર્ષે 0.56% ઘટ્યું, જાણો ક્યાં સૌથી વધુ અને ક્યાં સૌથી ઓછું પરિણામ 

ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB)નું ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે બોર્ડની વેબસાઈટ પર જાહેર થયું. બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી વિદ્યાર્થીઓ પરિણામ જાણી શકાય છે. 

GSEB: ધોરણ 12 સાયન્સનું પરિણામ આ વર્ષે 0.56% ઘટ્યું, જાણો ક્યાં સૌથી વધુ અને ક્યાં સૌથી ઓછું પરિણામ 

અતુલ તિવારી, અમદાવાદ: ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB)નું ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે બોર્ડની વેબસાઈટ પર જાહેર થયું. બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી વિદ્યાર્થીઓ પરિણામ જાણી શકાય છે. કુલ 1,43,278 પરીક્ષાર્થીઓ, જેમાંથી 1,42,117 ઉપસ્થિતિ રહ્યાં હતાં. જેમાં વર્ષ 2019-20ન નિયમિત વિદ્યાર્થીઓ 1,16,643 નોંધાયેલા હતાં. જે પૈકી 1,16,494 પરીક્ષાર્થીઓ ઉપસ્થિતિ હતાં. આ પૈકી  83,111 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવા પાત્ર છે. કુલ પરિણામ 71.34 ટકા જેમાંથી  71.69 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા તો 70.85 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઈ ગત વર્ષે 71.90 ટકા પરિણામ આવેલુ હતું. A ગ્રુપ એટલે ગણિત સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પરિણામ 76.62 ટકા અને B ગ્રુપ એટલે બાયોલોજી સાથે ભણતા વિદ્યાર્થીઓનું પરિણામ 68.21 ટકા જ્યારે A અને B બંને ગ્રુપમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 25 હતી જેમાંથી 17 વિદ્યાર્થી પાસ કુલ પરિણામ 68 ટકા આવ્યું. ગત વર્ષ કરતા આ વર્ષ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં 0.56 ટકા ઘટાડો નોંધાયો છે. 

આજે માત્ર પરિણામ જાણી શકાશે, માર્કશીટ માટે જોવી પડશે રાહ
આજે વિદ્યાર્થીઓ માત્ર પરિણામની પ્રિન્ટ મેળવી શકશે, હાલ માર્કશીટ કે પ્રમાણપત્રની હાર્ડકોપી મેળવવા વિદ્યાર્થીઓએ રાહ જોવી પડશે. વિદ્યાર્થીઓની માર્કશીટ અને પ્રમાણપત્ર આપવા અંગેની તારીખ આગામી દિવસોમાં જાહેર કરાશેમાર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 1.30 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 100% પરિણામ ધરાવતી 36 શાળાઓ આ વર્ષે જોવા મળી. 

સૌથી વધુ પરિણામ ધ્રોલનું 91.42 ટકા
ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ જાહેર થયું તેમાં સૌથી વધુ જે કેન્દ્રનું પરિણામ આવ્યું છે તે ધ્રોલનું છે જ્યાં 91.42 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ લીમખેડાનું 23.02 ટકા છે. જિલ્લા પ્રમાણે વાત કરીએ તો સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું 84.69 ટકા અને સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું 32.64 ટકા આવ્યું છે. 

જુઓ LIVE TV

અંગ્રેજી માધ્યમમાં પાસ થવાની ટકાવારી વધુ
અંગ્રેજી માધ્યમના પાસ થયેલા પરીક્ષાર્થીઓની ટકાવારી ચાલુ વર્ષ 74.02 ટકા છે જ્યારે ગુજરાતી માધ્યમના 70.77 ટકા વિદ્યાર્થીઓ પાસ  થયા છે. રાજ્યમાં આ વખતે 127 જેટલા ગેરરીતિના કેસ નોંધાયા હતાં. 

A1 ગ્રેડ મેળવનારા 44
જાહેર  થયેલા પરિણામ મુજબ રાજ્યમાં A1 ગ્રેડ મેળવનારા પરીક્ષાર્થીઓની સંખ્યા 44 છે. જ્યારે ગતવર્ષે 254 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા હતા. આમ આ વર્ષે મોટો ઘટાડો જોવા મળ્યો છે.  જ્યારે A2 ગ્રેડ મેળવનારા 2576, B1 મેળવનારા 9637, અને B2 મેળવનારા 17174, C1 મેળવનારા 23,841 જ્યારે C2 ગ્રેડ મેળવનારા 24,765 વિદ્યાર્થીઓ, D ગ્રેડ મેળવનારા 5049 વિદ્યાર્થીઓ છે. 

અમદાવાદ શહેરનું પરિણામ 74.58 ટકા
ગુજરાત બોર્ડના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અમદાવાદ શહેરનું પરિણામ 74.58 ટકા છે જ્યારે અમદાવાદ ગ્રામ્યનું પરિણામ 77.91 ટકા છે. જ્યારે વડોદરાનું પરિણામ 73.86 ટકા છે. સુરતનું પરિણામ77.25 ટકા છે. મહાનગરોમાં સૌથી વધુ રાજકોટનું પરિણામ છે. રાજકોટ જિલ્લો જો કે રાજ્યમાં સૌથી વધુ પરિણામ સાથે પહેલા નંબરે છે. જેનું પરિણામ 84.69ટકા આવ્યું છે. ભાવનગરનું 80.81 ટકા પરિણામ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news