મુંબઈ: શિવસેનાના બળવાખોર મંત્રી એકનાથ શિંદે ગુવાહાટીમાં ધારાસભ્યો સાથે એક હોટલમાં ધામા નાંખીને બેઠા છે. ત્યારે શિંદેનો દાવો છે કે તેમની પાસે શિવસેનાના 38 ધારાસભ્યો છે. તે દરમિયાન સૂત્રો પાસેથી એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. સૂત્રો જણાવી રહ્યા છે કે, એકનાથ શિંદે ગઈકાલે રાત્રે (શુક્રવાર) ગુવાહાટીથી ગુજરાત ગયા હતા. તેમની સાથે રહેલા બાકીના ધારાસભ્યોને હોટલમાં છોડીને શિંદે કોને મળવા એકલા ગુજરાત પહોંચ્યા અને કોના સાથે ગુપ્ત બેઠકો કરી. આ બધુ જાણવા મળ્યું છે. જો કે, શિંદે ગુજરાતમાં મોડી રાત્રે કોને મળવા ગયા તે પણ સ્પષ્ટ થઈ શક્યું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાત્રે (શુક્રવાર) દેવેન્દ્ર ફડણવીસે પ્રથમ ચાર્ટર્ડ પ્લેનમાં મુંબઈથી ઈન્દોર માટે ઉડાન ભરી હતી, ત્યારબાદ ચાર્ટર્ડ પ્લેન થોડીવાર ઈન્દોરમાં રહ્યું હતું. ત્યારબાદ ચાર્ટર્ડ પ્લેન ગુજરાત માટે ટેકઓફ થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ એરપોર્ટ પર મીડિયાને ચકમો આપવા માટે આવું કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, એકનાથ શિંદે ગુવાહાટીથી ચાર્ટર્ડ પ્લેન પણ લઈને ગુજરાત આવ્યા હતા.


શું છે તિસ્તા સેતલવાડ સામેના આરોપ? વાંચો અહીં ગુજરાત પોલીસની FIRમાં...


દાવો કરવામાં આવી રહ્યો છે કે એકનાથ શિંદે શુક્રવારે રાત્રે અચાનક ગુજરાત પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, એકનાથ શિંદે તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન ભાજપના એક વરિષ્ઠ નેતાને મળ્યા હતા. સૂત્રો દાવો એવો પણ કરી રહ્યા છે કે એકનાથ શિંદે મોડી રાત્રે 10.30 વાગ્યે ગુવાહાટીથી નીકળ્યા હતા. તે પ્રાઈવેટ જેટ દ્વારા રવાના થયા હતા. 12:45 વાગ્યે દિલ્હી પહોંચ્યા હતા. 


ગુજરાતમાં દારૂબંધીના દાવાઓનું સૂરસૂરીયું! આ જગ્યાએથી ઝડપાયો 500 પેટીથી વધુ દારૂનો જથ્થો


દિલ્હીથી બપોરે 1:00 કલાકે વડોદરા જવા રવાના થયા હતા. 2:30 થી વડોદરા પહોંચ્યા હતા. તેઓ બપોરે 3:00 વાગ્યે ફરી દિલ્હી પરત ફર્યા હતા. એકનાથ શિંદે દિલ્હીથી 4.10 વાગ્યે ગુવાહાટી જવા નીકળ્યા અને સવારે 6:45 વાગ્યે પહોંચ્યા. એવા પણ સમાચાર મળ્યા છે કે ગઈકાલે રાત્રે ઈન્દોર એરપોર્ટ પણ ખુલ્લું રાખવામાં આવ્યું હતું. સૂત્રોએ દાવો કર્યો છે કે દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેની વડોદરામાં મુલાકાત થઈ હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube