ગુજરાતમાં દારૂબંધીના દાવાઓનું સૂરસૂરીયું! આ જગ્યાએથી ઝડપાયો 500 પેટીથી વધુ દારૂનો જથ્થો

અમદાવાદના પોશ વિસ્તારમાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગૃહ ઉધોગ બાદ અમદાવાદ ગ્રામ્યમાં અસલાલીમાંથી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું.પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી મનોહર પવાર અને સુરેશ પુનિયા દારૂની હેરાફેરી કરી રહયા હતા.

ગુજરાતમાં દારૂબંધીના દાવાઓનું સૂરસૂરીયું! આ જગ્યાએથી ઝડપાયો 500 પેટીથી વધુ દારૂનો જથ્થો

મૌલિક ધામેચા/અમદાવાદ: રાજ્યમાં અનેકવાર દારૂનો જથ્થો ઝડપાયો હોવાના સમાચાર મળે છે. ત્યારે અસલાલીમાં ગેરકાયદે પ્રવુતિ પકડવા પોલીસે ગોડાઉન ચેકીગની શરૂ કરેલી ડ્રાઈવમાં સફળતા મળી અને ₹30 લાખનો વિદેશી દારૂ સાથે બે આરોપીની પોલીસે ધરપકડ કરી. આ ગોડાઉનના માલીક અને બ્રોકર પણ પોલીસના સકંજામાં ફસાયા છે. ગુજરાતમાં દારૂ બંધીના દાવાઓ કાગળ પર હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો. ત્યારે હવે દારૂની હેરાફેરી પર નિયંત્રણ લાવવા પોલીસે ગોડાઉનના માલિકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદના પોશ વિસ્તારમાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગૃહ ઉધોગ બાદ અમદાવાદ ગ્રામ્યમાં અસલાલીમાંથી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું.પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી મનોહર પવાર અને સુરેશ પુનિયા દારૂની હેરાફેરી કરી રહયા હતા. ત્યારે પોલીસે ચેકીંગ ડ્રાઈવમાં તેઓને ઝડપી લીધા. ગોડાઉનમાં ગેરકાયદે પ્રવુતિ ચાલતી હોવાની માહિતીને લઈને પોલીસ દ્વારા ગોડાઉન ચેકીંગનું ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યું  આ દરમ્યાન પોલીસને બાતમી મળી કે મણીબા એસ્ટેટમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. પોલીસે રેડ કરતા રૂપિયા 30 લાખનો વિદેશી દારૂની 561 પેટીઓ સહિત 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.

30 લાખનો દારૂ અંગે આરોપીઓની પૂછપરછ કરતા આ દારૂ ઇસનપુરના બુટલેગર પ્રદીપ ઉર્ફે રાજા રાજપૂતનો હોવાનું ખુલ્યું. આ દારૂ ગોવાથી સુરેશ ઉર્ફે રોહિત પાસેથી મગાવ્યો હતો.અને દારૂ મુકવા માટે મણીબા એસ્ટેટમાં 13 હજારના ભાડે આ ગોડાઉન રાખવા આવ્યું હતું. અઠવાડિયા પહેલા જ ગોડાઉનના માલીક કેતન ત્રિવેદી પાસેથી બ્રોકર વિષ્ણુ રબારીએ ભાડે અપાયું હતું.જેથી દારૂની હેરાફેરીમાં આ બન્નેની શકાસ્પદ ભૂમિકા સામે આવતા પોલીસે આ બન્ને આરોપીની પણ ધરપકડ કરી છે. 

ગુજરાતમાં દારૂ બંધી ફક્ત વાતો છે.દારૂ ઘુસાડીને તેને છુપાવવા માટે ગોડાઉન સરળતાથી મળી રહે છે.જેથી હવે અસલાલી પોલીસે ગોડાઉનના માલિક પર કાર્યવાહી શરૂ કરી છે. અસલાલીમાં 6000 ગોડાઉન આવેલા છે. ભાડે આપનાર માલીક જો ભાડા કરાર નહિ કર્યું હોય અને ભાડા કરારમાં ક્યાં ધંધા ના ઉદેશ્યથી આપ્યું તે ઉલ્લેખ નહિ હોય તો ગોડાઉનના માલિકો વિરુદ્ધ જાહેરનામું ભંગ કરવાનો ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરાઇ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news