બ્રિજેશ દોશી/આશ્કા જાની/અમદાવાદ :દેશભરમાં આજે કૃષ્ણ જન્મોત્સવ (Janmastami) ઉજવાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કૃષ્ણ જન્મનું અનેરુ મહત્વ રહેલું છે. જન્માષ્ટમીએ જગત મંદિર દ્વારકા અને શામળાજીમાં આવેલા મંદિરોની ઉજવણી ગુજરાતની શાન સમા બની જાય છે. જોકે, કોરોનાને કારણે ગુજરાતભરના મંદિરોમાં બંધબારણે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. આવામાં ઈતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમીએ દ્વારકાનું જગતમંદિર બંધ (Dwarka temple close) રહ્યું છે. લાખો ભાવિકો એકઠા થવાની શક્યતાને પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે. જોકે, શ્રદ્વાળુઓને કૃષ્ણ જન્મોત્સવના ઓનલાઈન દર્શનનો લાભ મળી રહ્યો છે. દ્વારકાના સ્થાનિકોને પણ આજે મંદિરમાં પ્રવેશ આપવામાં નહિ આવે. તો બીજી તરફ, શામળાજી મંદિર (shamlaji temple) માં દર્શન કરવા માટે ભગવાનના દ્વાર ખુલ્લા છે. જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઐશ્વર્યશાળી યોગમાં વર્ષો બાદ જન્માષ્ટમી આવી, ગુજરાતમાં ઘરે ઘરે લાલાના આગમનની તૈયારીઓ શરૂ.... 


જન્માષ્ટમી સહિતના તહેવારોમાં દ્વારકામાં ગોમતી નદીમાં સ્નાનનું વિશેષ મહત્વ છે. પરંતુ કોરોનાને કારણે આજે અરબી સમુદ્રમાં ગોમતી નદીના સંગમ સ્થાન પર શ્રદ્ધાળુઓની પાંખી હાજરી જોવા મળી છે. જન્માષ્ટમીના તહેવાર છતાં પ્રશાસનના આદેશના કારણે ભક્તોની ભીડ પણ તટ પર જોવા નથી મળી. દ્વારકા મંદિરના પૂજારી પ્રણવભાઈએ કહ્યું કે, આજે પૂજારી પરિવાર અને અધિકારીઓની હાજરીમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. તમામ શ્રદ્ધાળુઓ ઘરે બેસીને ભગવાનના દર્શન કરી શકે છે. કોરોના મહામારીની નકારાત્મકતા દૂર થાય તેવી પ્રાર્થના સાથે આજે મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. 


જમ્મુ કાશ્મીર : સફરજનના બગીચામાં છુપાયેલા આતંકીને સેનાએ ઠાર માર્યો, એક જવાન શહીદ 


તો બીજી તરફ, અરવલ્લીના શામળાજીમાં જન્માષ્ટમીના પર્વને લઈને લોકો શામળિયા શેઠના દર્શન કરવા ઉમટ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે ભાવિક ભક્તો દર્શન કરી રહ્યા છે. આજે ભગવાનને સોનાના આભૂષણો સાથે વિવિધ શણગાર સજાવવામાં આવશે. મંગળા આરતી બાદ પંચમૂર્તનો અભિષેક કરી ભગવાનને સ્નાન કરવામાં આવશે. ત્યાર બાદ બપોરે ભગવાનને આજે ખાસ રાજભોગ ધરવામાં આવશે. પરંતુ રાત્રે 8 વાગ્યાથી મંદિર ભક્તો માટે બંધ કરી દેવામાં આવશે. ભગવાનના અલૌકિલ મનોહર રૂપને જોવા માટે ભક્તો મોટી સંખ્યામાં શામળાજી આવી રહ્યા છે. પરંતુ દર વર્ષની સરખામણીમાં 10 થી 15 ટકા જેટલા જ ભક્તો જ દેખાયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર