જમ્મુ કાશ્મીર : સફરજનના બગીચામાં છુપાયેલા આતંકીને સેનાએ ઠાર માર્યો, એક જવાન શહીદ

અધિકારીઓએ ટ્વિટના માધ્યમથી જણાવ્યું કે, અમને બે આતંકવાદીઓ સફરજનના બગીચામા છુપાયા હોવાની માહિતી મળી હતી. જેના આધાર પર કાર્યવાહી કરતા અમે અહી સર્ચ અભિયાન ચલાવ્યું હતું, જેમાં એક આતંકવાદીને અમે ઠાર માર્યો છે. જ્યારે કે, બીજા આતંકવાદની શોધ ચાલુ છે

Updated By: Aug 12, 2020, 09:29 AM IST
જમ્મુ કાશ્મીર : સફરજનના બગીચામાં છુપાયેલા આતંકીને સેનાએ ઠાર માર્યો, એક જવાન શહીદ

ઝી મીડિયા/બ્યૂરો :જમ્મુ-કાશ્મીર (Jammu & Kashmir) માં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલા અથડામણમાં સેનાએ એક આતંકીને ઠાર માર્યો છે. સેનાએ પુલવામા (Pulwama) જિલ્લાના કામરાજીપોરા વિસ્તારમાં સફરજનના બગીચામાં છુપાયેલા બે આતંકીઓને ઘેરી લીધા હતા. જેના બાદ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર માર્યો હતો. તો આ દરમિયાન ભારતીય સેનાએ એક જવાનને ગુમાવ્યો હતો. એક જવાન શહીદ થયાના સમાચાર સામે આવ્યા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે સવારે અંદાજે 2 વાગ્યે એન્કાઉન્ટર શરૂ થયુ હતું. જે દરમિયાન સેનાના એક જવાન ઘાયલ થયા હતા, તેઓને તાત્કાલિક શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન જ જવાનનું મોત નિપજ્યું હતું. આ સાથે જ અન્ય એક જવાન ઘાયલ થયાના ખબર મળ્યાં છે. જેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, તેઓની હાલત હાલ સ્થિર છે. 

ઐશ્વર્યશાળી યોગમાં વર્ષો બાદ જન્માષ્ટમી આવી, ગુજરાતમાં ઘરે ઘરે લાલાના આગમનની તૈયારીઓ શરૂ....

અધિકારીઓએ ટ્વિટના માધ્યમથી જણાવ્યું કે, અમને બે આતંકવાદીઓ સફરજનના બગીચામા છુપાયા હોવાની માહિતી મળી હતી. જેના આધાર પર કાર્યવાહી કરતા અમે અહી સર્ચ અભિયાન ચલાવ્યું હતું, જેમાં એક આતંકવાદીને અમે ઠાર માર્યો છે. જ્યારે કે, બીજા આતંકવાદની શોધ ચાલુ છે. તેઓએ જણાવ્યું કે, આતંકીની ઓળખ હજુ સુધી થઈ નથઈ. જલ્દી જ એન્કાઉન્ટર પૂરુ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર