અતુલ તિવારી/અમદાવાદ : કહેવાય છે કે બાળક માટે પ્રથમ શિક્ષક તેના માતા - પિતા હોય છે. વિશ્વના દરેક માતા પિતા પોતાના બાળક પાસેથી જુદી જુદી પ્રકારની અપેક્ષાઓ રાખતા હોય છે. દરેક માતા - પિતા ઈચ્છે છે કે તેમનું બાળક બીજા બાળકો કરતા અલગ તરી આવે. ત્યારે આવો આપને એક એવા બાળક સાથે મુલાકાત કરાવીએ જેનું નામ છે આરુષ અને માત્ર 3 વર્ષની ઉંમરમાં તેણે 'ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ'માં સ્થાન પ્રાપ્ત કર્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટાચૂંટણી મોકૂફ રાખવાની અરજી મામલે HC એ ચૂંટણી પંચને મોકલી નોટિસ


આરુષ કુલબુર્ગી માત્ર 3 વર્ષ 2 મહિના અને 1 દિવસના આરુષે 18 જૂન 2020ના રોજ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન હાંસિલ કર્યું છે. હવે આપને એ સવાલ મનમાં થતો હશે કે આરુષે એવું તો શું કર્યું. જાણીને નવાઈ લાગશે કે આરુષ માત્ર 3 વર્ષની વયે વિશ્વના 235 દેશના કેપિટલ અને 230 દેશના ધ્વજ ઓળખી બતાવે છે. આરુષ પાસે વિશ્વનો નકશો લઈને બેસો અને કોઈ પણ દેશનું નામ લો આરુષ વિશ્વના નકશામાંથી ન માત્ર દેશ કઈ જગ્યાએ છે એ જણાવશે પરંતુ તે દેશનો ધ્વજ અને તેની રાજધાની અંગે પણ માહિતી આપશે. આ સિવાય વિશ્વના જુદા જુદા દેશના ધ્વજ આરુષ ઓળખે છે, ધ્વજ જોતાની સાથે એ ક્યાં દેશનો ધ્વજ છે એ દેશનું નામ બોલી શકે છે. માત્ર ત્રણ વર્ષનો આરુષ પુસ્તકમાં અંગ્રેજી ભાષામાં લખેલી સ્ટોરી વાંચીને સંભળાવે છે. આ સાથે જ એકથી દસના સ્પેલિંગ તો બોલે જ છે તેમજ જુદા આધ્યાત્મિક શ્લોક પણ બોલી જાણે છે.


સુરત : કોરોના રેપિડ ટેસ્ટ ફ્રી હોવા છતાં લોકો પાસેથી 450 રૂપિયા વસૂલાયા


કોરોના મહામારીની વચ્ચે જ્યારે દેશભરમાં લોકડાઉન લાગુ હતું ત્યારે આ લોકડાઉનનો લોકોએ અલગ અલગ રીતે ઉપયોગ કર્યો. લોકડાઉન હતું એવામાં ઘરમાં જ સૌ કેદ રહે એવી મજબૂરી હતી ત્યારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં રહેતા ભાગ્યેશ કલબુર્ગી અને ખ્યાતિ કલબુર્ગીએ સમય આપ્યો પોતાના 3 વર્ષના બાળક આરુષને. માતા - પિતાએ કરેલી મહેનતનું પરિણામ આપણી સામે છે. દુબઈમાં એન્જીનીયર તરીકે કામ કરતા આરુષ પિતા ભાગ્યેશ કુલબુર્ગી લોકડાઉનના બે દિવસ અગાઉ દુબઇથી અમદાવાદમાં આવ્યા હતા. લોકડાઉનના કારણે પરત દુબઈ જઈ શક્યા નહોતા. ત્યારબાદ તેમણે આ સમય આપ્યો તેમના પુત્ર આરુષને. 


ઑગસ્ટ મહિનામાં આવતા તમામ તહેવારો પર ગુજરાત સરકારે પ્રતિબંધ લગાવ્યો


આજે આરુષ જે રીતે જુદા જુદા દેશને વિશ્વના નક્શામાંથી ઓળખી બતાવે છે, ધ્વજ જોઈને દેશનું નામ જાણી જાય છે આ પ્રકારનું જ્ઞાન કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે પણ હોવું મુશ્કેલ છે. ત્યારે માત્ર 3 વર્ષના આરુષની આ સિદ્ધિથી આરુષના માતા પિતા તો હર્ષ અને ગર્વની લાગણી તો અનુભવે જ છે પરંતુ પરિવારમાં દાદા દાદી સહિત અન્ય સભ્યો પણ આશ્ચર્યચકિત છે.


શાસનના પાંચમા વર્ષે પ્રવેશમાં CM રૂપાણીએ ભાડભૂત યોજનાનો પ્રારંભ કરાવ્યો


ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યા બાદ આરુષના માતા પિતાએ તેમના બાળકનું રજિસ્ટ્રેશન એશિયા બુક ઓફ રેકોર્ડ માટે પણ આપ્યું. આરુષને એશિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યાનું ઇમેઇલ મારફતે જાણ કરવામાં આવી છે. પરંતુ 3 વર્ષના બાળકે જે સફળતા અને જ્ઞાન આ નાની વયે હાંસલ કરી છે તેની પાછળ પણ છે તેના માતા અને પિતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર