Ahmedabad News : અમદાવાદ પોલીસની કસ્ટડીમાં એક સિરિયલ કિલર ભુવાનું મોત નિપજ્યું છે. ત્યારે આ હત્યારાની કહાની ક્રાઈમ પેટ્રોલ અને સાવધાન ઈન્ડિયા જેવા શોને પણ પાછળ પાડી દે તેવી છે. આ ભુવાએ સોડિયમ નાઇટ્રેટથી 12 લોકોની હત્યા કરી હતી. તે માત્ર 20 મિનિટમાં મોત આપતો. એટલું જ નહિ તેણે પોતાના મા-દાદી અને કાકાને પણ પતાવી દીધા હતા. અમદાવાદમાં ફેક્ટરી માલિકની હત્યાનો પ્લાન ઘડ્યો અને તે દબોચાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાંત્રિક વિધિના નામે ચાર ગણા પૈસા કરવાનો કેસમાં પોલીસે પકડેલા આરોપીનું પોલીસ કસ્ટડીમાં મોત નિપજ્યું છે. પોલીસ લોકઅપમાં તબિયત લથડતા 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. હોસ્પિટલમાં સારવાર મળે એ પહેલા જ ભુવાનું મોત થયું હોવાનું તબીબે જણાવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર, સરખેજ પોલીસે તાંત્રિક નવલસિંહ ચાવડાની ધરપકડ કરી હતી. ત્યારે ભુવાની ધરપકડ બાદ એક કરતા વધુ હત્યા કરી હોવાના ખુલાસા થયા છે. 


અમદાવાદ મેટ્રોમાં જોડાયું વધુ એક સ્ટેશન, હવે આ વિસ્તાર સુધી દોડશે મેટ્રો ટ્રેન


તપાસ કરતા સામે આવ્યું કે, આ તાંત્રિક સિરિયલ કિલર હતો. તેણે 12 જેટલી હત્યાને અંજામ આપી હતી. પૈસાની લાલચમાં 12 નિર્દોષ લોકોને મારનાર તાંત્રિકનું પોલીસ કસ્ટડીમાં મોત નિપજ્યું છે. તમામ 12 હત્યામાં સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કર્યાનું ખૂલ્યું છે. સોડિયમ નાઈટ્રેટથી મોત થતું હોવાનું અન્ય એક ભુવાએ જણાવ્યું હતું. પોલીસે આ ભુવા અંગે પણ તપાસ હાથ ધરી હતી. નાણાં ચાર ગણા કરાવવા આવેલાને પાણી અથવા દારૂમાં સોડિયમ નાઇટ્રેટ ભેળવી દેતો હતો. જે બાદ 15 થી 20 મિનિટમાં વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થઇ જતું હતું.


ક્યા ક્યાં મોત થયું
તપાસમાં ખૂલ્યું કે, તાંત્રિકે ૧ મર્ડર અસલાલીમાં, ૩ સુરેન્દ્રનગર, ૩ રાજકોટના પડધરી ખાતે, ૧ અંજાર, ૧ વાંકાનેર તથા ૩ પોતાના પરિવારમાંથી મર્ડર કર્યાની કબૂલાત કરી હતી. એટલું જ નહિ, પરિવારમાં દાદી, માતા અને કાકાની પણ આજ રીતે હત્યા કરી હતી. તે સુરેન્દ્રનગરના વઢવાણમાં ગોરખધંધો ચલાવતો હતો. સુરેન્દ્રનગરની લેબોરેટરીમાંથી જ તેણે સોડિયમ નાઇટ્રેટ ખરીદ્યુ હતું. તમામ બાબતોની વધુ તપાસ ચાલુ હોવાનું અમદાવાદ ઝોન-7 ના ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું. 


આફત હજુ ટળી નથી, ડિસેમ્બરમાં ગુજરાત પર મોટું સંકટ આવશે, નવી આગાહી છે ખતરનાક