Surat News ચેતન પટેલ/સુરત : સુરતીઓમાં છેલ્લા પાંચ છ વર્ષથી પર્વતારોહણનો ક્રેઝ જોવા મળ્યો છે, તેમાં પણ ખાસ કરીને એવરેસ્ટ ટ્રેકિંગ કરવાનું લોકો વધુ પસંદ કરે છે. જોકે એવરેસ્ટનું ટ્રેકિંગ એ ખૂબ જ કઠિન છે. ખૂબ જ ઓછા લોકો આ કરી શક્તા હોય છે. જેમાં આ વખતે 7 સુરતીઓએ એવરેસ્ટ બેઝ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાત સુરતીઓમાંથી ગ્રુપના ધર્મેન્દ્રભાઈ સવાણીએ પોતાની આ સાહસિક સફર અંગે વાત કરતા કહ્યું કે, જીવનમાં સાહસ ખેડવાનું નક્કી કર્યું હતું ત્યારે એવરેસ્ટ બેઝ કેમ્પ વિશે જાણવા મળ્યું અને આ કેમ્પ સફળતા પૂર્વક પૂર્ણ કરવાના નિર્ધાર સાથે સફરની શરૂઆત કરી. મારી સાથે સુરતના અન્ય પાંચ અને એક અમદાવાદ અને એક ટ્રેકર પુણેના હતો. અમે સૌ રોડ દ્વારા કાઠમંડુથી રામાચીપ પહોંચ્યા. અહીથી ફ્લાઇટથી લુક્લા પહોંચવાનું હતું અને તેનું અંતર માત્ર પંદર મિનિટ જેટલું જ હતું. પરંતુ ખરાબ હવામાનના કારણે ફ્લાઇટને ઉડાન ભરવા કલાકો વિતી ગયા. આખરે કલાકોના ઇન્તજાર પછી અમે ઉડાન ભરી શક્યા અને પંદર મિનિટમાં લુકલા પહોંચ્યા. અહીંથી અમારી બેઝ કેમ્પ સુધીની ટ્રેકિંગ સફર શરૂ થવાની હતી. જેમાં અનેક પડકારો સામે હશે એનો અંદાજ તો પહેલેથી જ હતો. આખરે અમે સૌ એ ટ્રેકિંગની શરૂઆત કરી અને દુર્ગમ પહાડી રસ્તાઓ પર આગળ વધતા ગયા.


માનહાનિ કેસમાં રાહુલ ગાંધી દોષિત યથાવત, હવે ગાંધી પરિવાર પાસે માત્ર આ રસ્તો રહ્યો


ટ્રેકિંગની આગળની સફર વિશે તેઓ કહે છે કે, અમે રોજ 10 થી 12 કલાકના ટ્રેકિંગમાં માંડ 10 થી 12 કિમી જેટલું અંતર પૂર્ણ કરી શક્તા હતા. આટલું અંતર કાપ્યા પછી રાત્રિ રોકાણ કરવું અને સવાર પડે એટલે ફરી માર્ગ પકડવો. આમ કુલ નવ દિવસ અનેક પડકારો વચ્ચે અમે 5364 મીટર અંતર પૂર્ણ કરી એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચ્યા હતા. જીવનમાં એક મોટુ સાહસ ખેડવાનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. 


સુરત એ હવે માત્ર ડાયમંડ અને ટેકસટાઇલ સિટી તરીકે જ નહિ, પરંતુ એડવેન્ચરમાં પણ નામના કરી રહ્યું છે. અતિ કઠીન અને પડકારોથી ભરપૂર એવો એવરેસ્ટ બેઝનો સફર કેમ્પ સુરતનાં ધર્મેન્દ્રભાઈ સવાણી સહિત છ સુરતીઓએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. આ તમામે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. 


ઓસ્ટ્રેલિયામાં પાટીદાર યુવતીનું મોત, બે મહિના પહેલા જ ભણવા માટે ગઈ હતી