સુરત ફરી શર્મસાર! વાળ અને ફેસિયલ કરાવવા આવેલી 17 વર્ષીય કિશોરી સાથે છેડતી, નરાધમ ઝડપાયો
કિશોરીની માતા હેર સેલુનમાં બેઠી હતી. એ સમયે આરોપીએ પાર્ટીશનની બાજુમાં બેસાડી કિશોરી સાથે અડપલા કર્યા હતા. વેસુ પોલીસમાં માતાએ ફરિયાદ આપી છે.
ચેતન પટેલ/સુરત: વેસુમાં જાવેદ હબીબ સેલુનમાં વાળ કપાવવા અને ફેસિયલ કરાવવા આવેલી 17 વર્ષની કિશોરી સાથે હેર સેલુનના કર્મચારીએ અડપલા કરી છેડતી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કિશોરીની માતા હેર સેલુનમાં બેઠી હતી. એ સમયે આરોપીએ પાર્ટીશનની બાજુમાં બેસાડી કિશોરી સાથે અડપલા કર્યા હતા. વેસુ પોલીસમાં માતાએ ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે જાવેદ હબીબ સેલુનના કર્મચારી શાહરુખ ઉર્ફે મોહંમદ રિયાઝ હસમતુલ્લા શાહની સામે છેડતી અને પોક્સો એકટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.
ભાજપે નાકલીટી તાણી આ નેતાને બનાવવા પડ્યા ડેરીના ચેરમેન, વફાદારને અપાવ્યું રાજીનામું
વેસુ વીઆઇપી રોડ પર શિવકાર્તિક એન્કલેવ શોપિંગ સેન્ટરમાં જાવેદ હબીબ સેલુન આવેલું છે અને હવસખોર શાહરુખ ઉર્ફે મોહંમદ શાહ ત્યાં જ રહેતો હતો. સૌથી ચોંકાવનારી હકીકતો એવી છે કે હેર સેલુનમાં લેડીઝ રાખવામાં આવી નથી. જયારે સેલુન લેડીઝ અને જેન્ટસ બન્ને આવતા હતા. આરોપી શાહરુખ ઉર્ફે મોહંમદ અઢી વર્ષથી હેર સેલુનમાં કામ કરતો હતો.
PM Modi ડિગ્રી વિવાદ, ગુજરાત હાઈકોર્ટનો કેજરીવાલને મોટો ફટકો : રિવ્યું પીટિશન ફગાવી
રવિવારે બપોરે માતા સાથે સગીર પુત્રી પહેલીવાર સેલુનમાં વાળ કપાવવા અને ફેસિયલ કરવા માટે ગઈ હતી. માતા સેલુનમાં બેઠી હતી તે વખતે કર્મચારીએ સગીરાની સાથે શારીરિક અપડલા કર્યા હતા. જે તે વખતે સગીરા ગભરાય ગઈ હતી. જેના કારણે સેલુનમાં માતાને વાત કરી ન હતી. ઘરે આવી માતાને આ બાબતે વાત કરી હતી.
દિવાળીમાં કેવું રહેશે વાતાવરણ? શું ફરી આડો આવશે વરસાદ? જાણો અંબાલાલની આગાહી
આરોપી શાહરુખ શાહ અપરિણીત છે. વેસુ પોલીસમાં માતાએ ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે જાવેદ હબીબ સેલુનના કર્મચારી શાહરુખ ઉર્ફે મોહંમદ રિયાઝ હસમતુલ્લા શાહ ની સામે છેડતી અને પોક્સો એકટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.