PM Modi ડિગ્રી વિવાદ, ગુજરાત હાઈકોર્ટનો કેજરીવાલને મોટો ફટકો : રિવ્યું પીટિશન ફગાવી
PM મોદીની ડિગ્રી મુદ્દે દિલ્લીના સીએમ કેજરીવાલે વિવાદ છેડ્યો હતો. આ મુદ્દે મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. લાંબા ટાઈમથી આ મુદ્દે ચર્ચાઓ થતી હતી. ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં કેજરીવાલને ઝટકો આપ્યો છે. જાણો વિગતવાર....
Trending Photos
નવી દિલ્લીઃ ગુજરાત હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિવાદને લઈને કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ બિરેન વૈષ્ણવે તેમના અગાઉના આદેશને સમર્થન આપ્યું હતું, જો કે, સમીક્ષા અરજી દાખલ કરવા માટે કેજરીવાલ પર કોઈ નવો દંડ લગાવ્યો નથી. કેજરીવાલે રિવ્યુ પિટિશનમાં કહ્યું હતું કે તેમણે વ્યાપકપણે કહ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાવો કરવામાં આવેલી ડિગ્રી વેબસાઈટ પર ઉપલબ્ધ નથી, તેમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યું હતું. આ સિવાય કેજરીવાલે પોતાના પર 25 હજાર રૂપિયાના દંડને પણ ખોટો ગણાવ્યો હતો.
કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને હાઈકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવે સુનાવણી માટે સ્વીકારી હતી. જસ્ટિસ બિરેન વૈષ્ણવે આ રિવ્યુ પિટિશન પર સુનાવણી કર્યા બાદ 29 સપ્ટેમ્બરે ચુકાદો અનામત રાખ્યો હતો. રિવ્યુ પિટિશન પર નિર્ણય આવ્યા બાદ કેજરીવાલના વકીલોએ કહ્યું કે તેઓ ઓર્ડરની કોપી જોયા બાદ આગળનો નિર્ણય લેશે. જસ્ટિસ બીરેન વૈષ્ણવે અરવિંદ કેજરીવાલની સમીક્ષા અરજી પર ચુકાદો સંભળાવ્યો.
આ વિવાદ સાત વર્ષ પહેલા શરૂ થયો હતો-
એપ્રિલ 2016માં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC) એ કેજરીવાલ પાસેથી તેમના ચૂંટણી ફોટો ઓળખ કાર્ડ વિશે માહિતી માંગી હતી. આના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેઓ CICને માહિતી આપવા તૈયાર છે પરંતુ PM નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી જાહેર કરવા માટે કહેવામાં આવે. સીઆઈસીએ કેજરીવાલના જવાબને આરટીઆઈ અરજી તરીકે ધ્યાનમાં લઈને ઓર્ડર પસાર કર્યો હતો. જેમાં ગુજરાત યુનિવર્સિટીને પીએમ મોદીની ડિગ્રીની વિગતો આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ સામે ગુજરાત યુનિવર્સિટી હાઈકોર્ટમાં ગઈ હતી. આ વર્ષે 31 માર્ચે યુનિવર્સિટીની અરજી પર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બીરેન વૈષ્ણવે ચુકાદો સંભળાવતા CICના આદેશને રદ કર્યો હતો અને કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
યુનિવર્સિટીએ માનહાનિનો કેસ દાખલ કર્યો-
ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને લઈને કેજરીવાલ અને સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે નિર્ણયની યોગ્યતા પર સવાલ ઉઠાવ્યા હતા અને પોતાના પર દંડ લગાવવાની વાતને ખોટી ગણાવી હતી. એપ્રિલના અંતમાં ગુજરાત યુનિવર્સિટીએ બંને નેતાઓ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં દાખલ કરાયેલા કેસમાં એવું કહેવામાં આવ્યું છે કે યુનિવર્સિટી વિશે બંનેએ જે વાતો કહી હતી. તેઓએ યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને કલંકિત કરી. કોર્ટે બંને નેતાઓને માનહાનિના કેસમાં સમન્સ પાઠવ્યા હતા. આ પછી લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી. હાલમાં આ કેસ મેટ્રોપોલિટન કોર્ટમાં ચાલી રહ્યો છે. આગામી સુનાવણી 10 નવેમ્બરે હાથ ધરાશે. દિલ્હી હાઈકોર્ટમાં પીએમ મોદીની BA ડિગ્રીને લઈને પણ કેસ ચાલી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે