શૈલેષ ચૌહાણ/પ્રાંતિજ : રામપુરા નજીકથી મહિલાની હત્યા કર્યા બાદ જમીનમાં દાટેલી લાશનો ૧૮ દિવસ બાદ પોલીસે ભેદ ઉકેલ્યો છે. મહિલા સાથે દુષ્કર્મ આચર્યા બાદ બોલાચાલી થતા મહિલાની હત્યા કરી લાશને દાટી દીધી હતી. પોલીસે હવસખોર હત્યારાને ઝડપી જેલ હવાલે કર્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજના રામપુરા ચાર રસ્તા નજીક ખરાબામાં રામાપીર મંદિરના પાછળના વિસ્તારમાં દુર્ગંધ આવતા સ્થાનિકોએ કઈક અજુગતુ થયું હોવાનું જણાતા પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી. જેને લઈને પોલીસે ઘટના સ્થળે આવી પહોચી હતી. સ્થળ નિરીક્ષણ કરતા દુર્ગંધ આવતા સ્થળે તપાસ કરતા મહિલાનો હાથ દેખાયો હતો ત્યાર બાદ અજાણી મહિલાની દાટેલી લાશ પરથી રેતી હટાવી બહાર કાઢી હતી. અજાણી મહિલાની કોહવાયેલી લાશને ફોરેન્સિક પીએમ માટે મોકલી આપી હતી. તો લાશમાં તેના જમણે હાથે ચૌહાણ એલ.જે. લખેલ જોવા મળ્યું હતું. .


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: કઠવાડામાં ઇન્ક બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયરની 18 ટીમ ઘટના સ્થળે


જેને લઈને પોલીસે તપાસ હાથ ધરતા પ્રાંતિજના મૌછા ગામની મહિલા હોવાની ઓળખ થઇ હતી. જે મહિલાનું નામ મંગુબેન ઉર્ફે લીલાબેન અંદરસિંહ ચૌહાણ હતું. જે મંગુબેન ૧૫ વર્ષથી તેમના ઘરેથી પ્રેમ સંબધમાં નીકળી ગયા હતા. તેવું તેમના પતિએ પોલીસને જણાવ્યું હતું સાથે મંગુબેનને રામપુરા તરફ બે વર્ષથી ફરતા જોયા છે.પ્રાંતિજ પોલીસે પતિની ફરિયાદ આધારે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.


કરોડની લેતીદેતીમાં NRI નું અપહરણ, ઝાકીર,ગઝલ, મોહમ્મદ સહિત 5 લોકોની ધરપકડ


પ્રાંતિજના રામપુરા ચાર રસ્તા નજીક ખરાબામાં ૧૮ દિવસ પહેલા રામાપીર મંદિરના પાછળના ભાગે હત્યા કરેલ મહિલાની લાશ મળી આવી હતી. દુર્ગંધ મારતી મહિલાની લાશની ઓળખ વિધિમાં મૌછા ગામની મંગુબેન તરીકે ઓળખ થઇ હતી. જે મંગુબેનના પતિએ બે વરસથી રામપુરા તરફ ફરતા જોયાની વાત કરતાની સાથે જ પોલીસે રામાપીર મંદિર પાસેની રૂમમાં વિજાપુર તાલુકાનો મહેશનાથ ભરથરી રહેતો હતો. જે છેલ્લા કેટલાક દિવસથી ગુમ હતો. જેની પોલીસે તપાસ હાથ ધરી હતી. 


ભાજપ: સી.આર પાટીલે સંગઠનમાં કર્યા મોટા ફેરફાર, તમામ જિલ્લા પ્રમુખો બદલાયા


મહેશનાથ પર શંકા જતા સઘન પૂછપરછ હાથ ધરતા મહેશનાથે મહિલા સાથે દુષ્કર્મ કર્યા બાદ સામાન્ય બોલાચાલી થતા ગળે ટુંપો આપી હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. બાદમાં હત્યા કરાયેલી મહિલાની લાશને મંદિર પાછળ ખોદેલા પાયામાં દાટી દઈને રેતી નાખી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરી ભાગી ગયો હતો. જેથી પોલીસે મહેશનાથ ભરથરીની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. પ્રાંતિજ તાલુકામાં હત્યા કરાયેલી અજાણી મળેલી લાશો મળવાનો સિલસિલો અટક્યા બાદ તેના એક પછી એક ભેદ પણ ઉકેલાયા છે. તો તમામ હત્યાઓ પણ પ્રેમ પ્રકરણમાં થઇ હોવાનું બહાર આવ્યું હતું. આમ પ્રેમ પ્રકરણમાં ઘરેથી નીકળી ગયેલ મહિલા સાથે પણ દુષ્કર્મ આચાર્ય બાદ શખ્સે તેની હત્યા કરી દીધી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube