વાનખેડેમાં કુંબલેનો મહાન રેકોર્ડ ધ્વસ્ત! ટીમ ઈન્ડિયાના આ બોલરે રચ્યો ઈતિહાસ, બન્યો નંબર-1
વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિને અનિલ કુંબલેનો એક મોટો રેકોર્ડ ધ્વસ્ત કરી પોતાની જાતને નંબર-1 પર કબજો કરી લીધો છો. આ મેચના બીજા દિવસે રેકોર્ડ નોંધાયો છે.
Trending Photos
Ashwin Surpasses Kumble: ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમે સીરિઝની છેલ્લી ટેસ્ટ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મુકાબલામાં બે દિવસની રમત પુરી થઈ ગઈ છે. બીજા દિવસે ખેલ દરમિયાન અશ્વિને જેવી મેચની પહેલી વિકેટ લીધી કે તેણે અનિલ કુંબલેનો મોટો ટેસ્ટ રેકોર્ડ તોડી નાંખ્યો અને નંબર-1 બની ગયો. ન્યૂઝીલેન્ડની બીજી ઈનિંગ દરમિયાન અશ્વિને આ વિકેટ લીધી. દિવસની રમત પુરી થતાં અશ્વિને 3 વિકેટ ઝડપી હતી. પહેલી ઈનિંગમાં અશ્વિનને કોઈ સફળતા મળી નહોતી.
કુંબલેને પાછળ છોડી નંબર-1 બન્યો અશ્વિન
જોકે, અશ્વિન વાનખેડે સ્ટેડિયમમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર બની ગયો છે. અનિલ કુંબલેને પાછળ છોડીને તેણે આ ઉપલબ્ધિ હાંસિલ કરી. આ મેચ પહેલા સુધી તેમણે આ મામલામાં કુંબલેની બરાબરી કરી હતી. મહાન ભારતીય બોલર અનિલ કુંબલેના નામ પર આ મેદાન પર 38 વિકેટ છે, જ્યારે અશ્વિનના નામે હવે 41 ટેસ્ટ વિકેટ વાનખેડેમાં નોંધાઈ ચૂકી છે.
વાનખેડેમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર
- આર અશ્વિન- 41
- અનિલ કુંબલે- 38
- કપિલ દેવ- 28
- હરભજન સિંહ- 24
કેરમ બોલ પર મળી વિકેટ
પહેલી ઈનિંગમાં એક પણ વિકેટ અશ્વિનના ખાતામાં ગઈ નહોતી, પરંતુ બીજી ઈનિંગમાં તેમણે રચિન રવીંદ્રના રૂપમાં મેચની પહેલી વિકેટ લીધી. દિવસ પુરો થતાં ત્રીજા સેશનમાં રચિન રવિંદ્રને તેણે સ્ટંપ આઉટ કર્યો. ત્યારબાદ અશ્વિને સળંગ સિક્સરનો માર ખાધા પછી બોલિંગ સાઈડ બદલી અને ગ્લેન ફિલિપ્સને પોતાના કેરમ બોલથી ચકમો આપીને સ્ટંપ ઉખાડી નાંખ્યું.
ન્યૂઝીલેન્ડની પાસે 143 રનની લીડ
રવિચંદ્રન અશ્વિન (3 વિકેટ) અને રવિંદ્ર જાડેજા (4/52)ના શાનદાર પ્રદર્શનના કારણે ભારતે ન્યૂઝીલેન્ડને બીજા દિવસે સ્ટંપ્સ સુધી 171/9 રન સુધી પહોંચવા દીધું. ન્યૂઝીલેન્ડની પાસે 143 રનની લીડ છે. ભારતની પાસે આ મેચ જીતવાનો શાનદાર મોકો છે. બસ ભારતને ત્રીજા દિવસે સૌથી પહેલા ન્યૂઝીલેન્ડની છેલ્લી વિકેટ ખેરવવાની છે અને પછી ભારતના બેટ્સમેનોને શાનદાર પ્રદર્શન કરવું પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે