શરમ કરો શરમ... દેવભૂમિ દ્વારકામાં વૃદ્ધે ગાય સાથે ખરાબ કૃત્ય કરીને શરીરની હવસ સંતોષી
Old Man Rape With Cow : શ્રીકૃષ્ણની ભૂમિ દ્વારકામાં ભોગાત ગામની એક ગૌશાળામાં વૃદ્ધએ હેવાન જેવુ કામ કર્યું.... એકલતામાં તેણે ગૌ માતા પર દુષ્કર્મ આચર્યું
Dwarka News મુસ્તાક દલ/જામનગર : ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિ લજવાઈ છે. શ્રીકૃષ્ણે ગાય માતા પ્રિય હતી. ત્યારે આ ધન્ય ધરા દેવભૂમિ દ્વારકા પર ગૌ માતાનું અપમાન થયું છે. પોતાની હવસ સંતોષવા માણસ આવુ કરશે તેવુ ભગવાન પણ ક્યારેય વિચાર્યુ નહિ હોય. ભગવાને સર્જેલો માણસ કળયુગમાં આવુ કૃત્ય કરશે એ ખબર હોત તો કદાચ ભગવાન કદાચ આ સૃષ્ટિની રચના કરવાનું માંડી વાળત. પ્રાણીઓ સાથે દુષ્કર્મ કરવાની અનેક ઘટનાઓ સામે આવી છે. પરંતું ભારતમાં ગૌ માતા પૂજાય છે. તેમાં પણ કૃષ્ણ નગરી દ્વારકા એ દેવભૂમિક કહેવાય છે. આવી પવિત્ર ભૂમિ એક શખ્સના કૃત્યને કારણે લજવાઈ છે. દેવભૂમિ દ્વારકામાં વૃદ્ધે ગાય સાથે ખરાબ કૃત્ય કરીને શરીરની હવસ સંતોષી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલ્યાણ પુર તાલુકાના ભોગાત ગામે ગૌ શાળામાં નરાધમ વૃદ્ધ શખ્સે ગૌ માતા સાથે દુષ્કર્મ કર્યુ હતું. આ સમગ્ર ઘટના એક મોબાઈલમાં કેદ કરવામાં આવી હતી. ત્યારે આ ઘટનાથી તમામ ગૌભક્તોમાં રોષની લાગણી ફાટી નીકળી છે. કારણ કે આ ઘટનાથી તમામ હિન્દુઓની લાગણીને ઠસ પહોંચી છે. જેથી દ્વારકા પંથકના સર્વે ગૌપ્રેમીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પાઠવીને આ નરાધમને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી. આ અંગે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી.
શિક્ષકની નોકરી માટેના સપનાં જોતાં ઉમેદવારોને લાગશે ઝટકો, સરકાર લઈ રહી છે આ નિર્ણય
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના ભોગાત ગામે હેવાનીયતની હદ પાર કરનારી ઘટના સામે આવી છે. ગામની ગૌશાળા અંદર એક વૃદ્ધ હેવાને ગૌ માતા પર કુકર્મ આચર્યુ હોવાનો બનાવ બહાર આવ્યો છે. જેનો વીડિયો જાગૃત ગ્રામજનોએ ઉતાર્યો હતો. ગ્રામજનોએ એકલતામાં આ નરાધમ વૃદ્ધે કરેલા ખેલને ખુલ્લો પાડ્યો છે.
તો બીજી તરફ ફરિયાદ નોંધાતા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી નરાધમ વૃદ્ધને ઝડપી પાડયો છે. આ શર્મસાર કરનાર ઘટનાને લઈને ભોગાત ગામ તેમજ ગૌ પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફાટી નીકળી છે. ઉલ્લેખનીય છે કે, ગૌ પ્રેમીઓ અને એનિમલ કેર સેન્ટર સંચાલકોમાં રોષ ઉઠ્યો છે. ગાય જેવા પવિત્ર પ્રાણી સાથે આવું દુષ્કૃત્ય કરનારા વૃદ્ધને કડકમાં કડક સજા થાય તેવી લોક લાગણી ઉઠી છે.
જ્યાં બાવળ પણ ઉગવાનું સાહસ ન કરે તેવી ખારી જગ્યામાં ગુજરાતના ખેડૂતે હરિયાળી લહેરાવી
ગુજરાતના ચાવાળાની અનોખી ઓફર, ‘ધ કેરાલા સ્ટોરી’ ની ટિકિટ બતાવી ચા-કોફી ફ્રીમાં પીઓ