બળવાખોર વલણ માટે પ્રખ્યાત શંકરસિંહ વાઘેલા આજે NCPમાં જોડાશે
પોતાના બળવાખોર વલણને કારણે જાણીતા શંકરસિંહ વાઘેલા હવે NCPમાં જોડાવા જઈ રહ્યા છે. આજે તેઓ NCPમાં સત્તાવાર રીતે જોડાશે. આજે ncpનું મહાસંમેલન મળવાનું છે. જેમાં એનસીપીના અધ્યક્ષ શરદ પવાર પણ હાજર રહેવાના છે. જેમની હાજરીમાં શંકરસિંહ એનસીપીમાં જોડાશે.
અમદાવાદ : પોતાના બળવાખોર વલણને કારણે જાણીતા શંકરસિંહ વાઘેલા હવે NCPમાં જોડાવા જઈ રહ્યા છે. આજે તેઓ NCPમાં સત્તાવાર રીતે જોડાશે. આજે ncpનું મહાસંમેલન મળવાનું છે. જેમાં એનસીપીના અધ્યક્ષ શરદ પવાર પણ હાજર રહેવાના છે. જેમની હાજરીમાં શંકરસિંહ એનસીપીમાં જોડાશે.
અમદાવાદમાં એનસીપી દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પક્ષના અનેક કાર્યકરો હાજર રહેવાના છે. લોકસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાતા ભાજપ અને કોંગ્રસ બંન્ને પક્ષોને નુકસાન થઈ શકવાની શક્યતા છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા શંકરસિંહ વાઘેલાએ દિલ્હીમાં એનસીપીના નેતાઓ સાથે બંધ બારણે બેઠક કરી હતી. જે બેઠકમાં જ વાઘેલાનું એનસીપીમાં જોડાવાનું નક્કી થઈ ગયું હતું.
બાપુના એનસીપીમાં જોડાવાથી એક રીતે જોઇએ તો, પક્ષને ગુજરાતમાં ફાયદો થશે. અને આમ પણ ગુજરાત એનસીપીમાં શંકરસિંહ વાઘેલા જેવા કોઇ મોટા નેતા નથી, તેથી આવા સંજોગોમાં ગુજરાતમાં પક્ષને મજબૂત કરવામાં સારી એવી મદદ મળી રહેશે. કાર્યકતાઓના સંગઠન પર બાપુની પકડ હોવાથી એનસીપીની તાકાતમાં વધારો થશે.
ત્યારે કહેવાઈ રહ્યું છે કે, શંકરસિંહ લોકસભાની સાબરકાંઠા અથવા ગોધરા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. કારણ કે આ બંને બેઠકો પર તેમનું સારું એવુ પ્રભુત્વ છે. આ બંને બેઠકો પર શંકરસિંહ વાઘેલા ભાજપ અને કોંગ્રેસ બંનેનું ગણિત બગાડી શકે છે. જો શંકરસિંહ વાઘેલા આ બેઠકો પર ચૂંટણી લડીને જીતે તો સાંસદ બની પક્ષમાં રહી શકે છે.