હિતલ પારેખ/ગાંધીનગર :શિક્ષિત યુવા બેરોજગાર સમિતિની આજે કોર કમિટીની બેઠક મળી હતી. સરકાર તરફથી મંત્રણા માટે કોઈ પ્રતિક્રિયા ના મળતા સમિતિ દ્વારા વિરોધ કરાયો છે. આ સાથે જ શિક્ષિત યુવા બેરોજગાર સમિતિએ આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી આપી છે. સમિતિ દ્વારા 14 ઓગસ્ટથી ગ્રામ્ય કક્ષાએ ખાટલા બેઠક કરવામાં આવશે. બોટાદ અને અમરેલી જિલ્લામાં ખાટલા બેઠકો કરવામાં આવશે. યૂથ આઇકોનને મળવાનું પણ આયોજન કરાયું છે. જેમાં અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી, શંકર ચૌધરી તથા મહેશ વસાવા જેવા નેતાઓ સાથે મુલાકાત કરવામા આવશે. સરકાર જલ્દી બેઠક કરે તેવી માંગણી સમિતિ દ્વારા કરાઈ છે. 


સ્ફોટક ખુલાસો, કોવિડ કેર ઉભું કરવા શ્રેય હોસ્પિટલ પર તંત્ર દ્વારા દબાણ કરાયું હતું 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે સમિતિના દિનેશ બાંભણીયાએ જણાવ્યું કે, તેઓ રાજ્યના યૂથ આઈકોન ચહેરાઓને મળશે. જેમાં તેઓ શંકર ચૌધરી, અલ્પેશ ઠાકોર, જીગ્નેશ મેવાણી, જયેશ રાદડિયા સહિત 12 નેતાઓને મળશે. પોતાને સમર્થન મળે તે માટે પોતાની વાત રજૂ કરશે. શિક્ષિત બેરોજગારોની સંવેદનાઓ તેમની સમક્ષ રજૂ કરશે. આ યુથ આઈકોનને મળીને પોતાની વાત માટે જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. ગુજરાતમાં સરકાર વાતચીત કરીને પ્રશ્નનો ઉકેલ લાવે તેવી અમારી લાગણી છે.


ઘોર બેદરકારી, કોરોનાગ્રસ્ત સહકારી આગેવાન દિલીપ ભક્તનો મૃતદેહ આખા ગામમાં ફેરવાયો


તેઓએ જણાવ્યું કે, સરકાર તારીખ નક્કી નથી કરતી એટલા માટે આ મુશ્કેલી ઊભી થઈ છે. જો હજુ સરકાર તારીખ નક્કી નહીં કરે તો સમિતિ દ્વારા આક્રમક કાર્યક્રમ આપવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોમાં ખાટલા બેઠકો કરવામાં આવશે. અમારી સાથે ૧૯ હજાર જેટલા યુવાનો જોડાશે. 15 તારીખે ગાંધીનગરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવા માટે કલેક્ટર પાસે મંજૂરી માગી છે. 15 મી ઓગસ્ટના દિવસે જ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે વૃક્ષારોપણની પણ મંજૂરી માગવામાં આવી છે. ગુજરાતના વિદ્યાર્થીઓને આંદોલન કરવાની ફરજ ન પડે તેવી અમારી સરકારને વિનંતી છે. જો આંદોલન જ ઉકેલ હોય તો 14 તારીખે ગુજરાતમાં આંદોલન કરવામાં આવશે. દરેક વિસ્તારોમાં રામધુન રાખવામાં આવી છે અને એ પ્રમાણે કાર્યક્રમ ચાલી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર



.