ઘોર બેદરકારી, કોરોનાગ્રસ્ત સહકારી આગેવાન દિલીપ ભક્તનો મૃતદેહ આખા ગામમાં ફેરવાયો

તાપીમાં આજે જિલ્લાના લોકપ્રિય સહકારી આગેવાન દિલીપભાઈ ભક્તનું નિધન થયું હતું. દિલીપભાઈ ભક્ત કોરોનાગ્રસ્ત (Coronavirus) હતા. પરંતુ તેમના મોત બાદ તાપીના વહીવટી તંત્ર દ્વારા ઘોર બેદરકારી કરવામાં આવી હતી. મોત બાદ દિલીપભાઈના મૃતદેહને દર્શન માટે શબવાહિનીને ગામમાં ફેરવાઈ હતી. એક કોરોનાના દર્દીના મોત બાદ કેવી રીતે શબવાહિની ફેરવી શકાય તે બાબત અનેક સવાલો પેદા કરે તેમ છે. 
ઘોર બેદરકારી, કોરોનાગ્રસ્ત સહકારી આગેવાન દિલીપ ભક્તનો મૃતદેહ આખા ગામમાં ફેરવાયો

નરેન્દ્ર ભુવેચીત્રા/તાપી :તાપીમાં આજે જિલ્લાના લોકપ્રિય સહકારી આગેવાન દિલીપભાઈ ભક્તનું નિધન થયું હતું. દિલીપભાઈ ભક્ત કોરોનાગ્રસ્ત (Coronavirus) હતા. પરંતુ તેમના મોત બાદ તાપીના વહીવટી તંત્ર દ્વારા ઘોર બેદરકારી કરવામાં આવી હતી. મોત બાદ દિલીપભાઈના મૃતદેહને દર્શન માટે શબવાહિનીને ગામમાં ફેરવાઈ હતી. એક કોરોનાના દર્દીના મોત બાદ કેવી રીતે શબવાહિની ફેરવી શકાય તે બાબત અનેક સવાલો પેદા કરે તેમ છે. 

રાજસ્થાનમાં ધારાસભ્યો બચાવવા ભાજપનો માસ્ટર પ્લાન, એક ડઝનથી વધુ MLAને ગુજરાતમાં લવાયા

ગામમાં કોરોનાગ્રસ્ત દિલીપભાઈનો મૃતદેહ ફેરવાયો 
તાપી જિલ્લાના પ્રખ્યાત સહકારી આગેવાન દિલીપભાઈ ભીખાભાઇ ભક્ત કોરોનાથી સંક્રમિત થયા હતા. તેઓ સુરત ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે પરંતુ દિલીપભાઈ ભક્ત લોકોમાં પ્રખ્યાત હોવાથી લોકો તેમના દર્શન કરી શકે તે માટે બાજીપુરા ગામના લોકો માટે ખાસ આયોજન કરાયું હતું. વાલોડના બાજીપુરા ગામમાં કોરોનાગ્રસ્ત દિલીપભાઈનો મૃતદેહ ફેરવવામાં આવ્યો હતો. આ સમગ્ર બાબતથી વહીવટી તંત્ર સાવ અજાણ હોવાનું સામે આવ્યું હતું. કોરોનાગ્રસ્ત દર્દીના મોત માટે ખાસ ગાઈડલાઈનનું પાલન કરીને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. ત્યારે ગામમાં કેવી રીતે દર્દીનો મૃતદેહ ફેરવાયો તે મોટો સવાલ છે. એક તરફ લોકચાહના અને બીજ તરફ પ્રજાજનોના જીવનું જોખમ... આમ, તાપીમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. 

દિલીપભાઈ ભક્ત સુરત ડિસ્ટ્રીક્ટ બેંક અને મઢી સુગર ફેક્ટરીના પૂર્વ પ્રમુખ તેમજ સરદાર હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી હતા. જોકે, આજે  દક્ષિણ ગુજરાતના બે સહકારી અગ્રણીઓના કોરોનાથી નિધન થયા છે. બારડોલી નાગરિક બેંકના ડિરેક્ટર જગુભાઈ પટેલનું કોરોનાથી મોત થયું છે. જગુભાઈ પટેલ બારડોલી નાગરિક બેંકના ડિરેક્ટર અને સામાજિક અગ્રણી હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news