ચેતન પટેલ/સુરત: અડાજણ વિસ્તારમાંથી ખૂબ જ ચોકાવનારી ઘટના સામે આવી છે. 14 વર્ષની કિશોરી પર તેના જ સાવકા પિતા, કાકા, અને બે ભાઈ મળી દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. છ મહિનાની બાળકીને નારી સંરક્ષણમાંથી એડોપટ કરી હતી અને મોટી કર્યા બાદ તેની સાથે પિતાએ જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાળકી હિંમત કરી આગળ આવી અડાજણ પોલીસ મથકમાં ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બાળકીની ફરિયાદના આધારે ચાર સામે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ પ્રકારની પોલીસ ફરિયાદની જાણ થતા જ પગ તળેથી જમીન સરકી ગઈ હતી. અડાજણ પોલીસ મથકમાં 14 વર્ષની કિશોરીએ ચાર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત બારડોલી નેશનલ હાઈ-વે પર કાર અને ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત, કારમાં સવાર 6ના મોત


મહત્વની વાતો એ છે કે કિશોરીએ જે ચાર સામે ફરિયાદ નોંધાવી છે તે તમામ તેના પરિવારના જ સભ્યો છે. 14 વર્ષની કિશોરી સાથે છેલ્લા ઘણા વર્ષોથી તેનો સાવકો પિતા, પિતાના નાના ભાઈ બાળકીના કાકા, તેના કાકાનો પુત્ર અને મોટા પપ્પાનો સગીર વયનો પુત્ર અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ કરતા હતા. 


આરોપીઓના નામ નીચે મુજબ છે..
1. વત્સલ મહેતા, (કાકા)
2. નીરજ માઉંચી, (સંબંધી)
3. પ્રજ્ઞેશ મહેતા, (સાવકા પિતા)
4. બાળ ગુનેગાર 15 વર્ષીય


14 વર્ષની કિશોરીએ હિંમત કરી આ તમામ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બાળકીની લાંબી પૂછપરછ અને તપાસ કર્યા બાદ ચારેય સામે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ફરિયાદ અંગે અડાજણ પોલીસ મથકના પીઆઇ એ જણાવ્યું હતું કે 14 વર્ષની કિશોરી નાનપણમાં અનાથ હતી. તે ચાર પાંચ મહિનાની હતી ત્યારે આ કિશોરીને અડાજણના દંપત્તિએ ગોદ (એડોપ્ટ) લીધી હતી. દંપતીએ ઘોડદોડ વિસ્તારમાં આવેલા નારી સંરક્ષણ ગૃહ માંથી દતક લઈ પોતાની સાથે રાખતા હતા. અને આજે પોતાની પુત્રી મોટી થઈ ત્યારે તેની સાથે તેને દત્તક લઈને આવનાર પિતાએ જ હવસનો શિકાર બનાવી.માત્ર તેના પિતાએ જ નહીં પરંતુ તેના ભાઈ અને બાળકીના કાકા એ પણ તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. 


આખરે કિંજલ બધાને રડાવતી ગઈ!, નર્સ બનીને સેવા કરવાનું સ્વપ્ન મર્યા પછી પણ સાકાર કર્યુ


એટલું જ નહીં બાળકીના કાકા જે મહિલા સાથે લગ્ન કર્યા હતા તે એની સાથે એક બાળક પણ હતો. તેના પુત્રએ પણ આ બાળકી સાથે જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતા. હજુ આટલેથી અટકતું નથી તેના પિતાના મોટાભાઈ અને બાળકીના મોટા પપ્પાના પુત્ર જે હજુ સગીર વયનો છે તેણે પણ 14 વર્ષની આ કિશોરી સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલે કે કિશોરી સાથે તેના સાવકા પિતા, કાકા અને બે ભાઈ દ્વારા અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. દુષ્કર્મ કરનાર પિતાની પત્નીએ દીકરી સાથે આ પ્રકારનું કાર્ય ન કરવા માટે જણાવ્યું ત્યારે તેના પતિએ કહ્યું હતું કે આ દીકરીને આપણે ક્યાં જન્મી છે. તો પછી શેની ચિંતા છે. 


રાધનપુરમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, લગ્નના આગલા દિવસે જ યુવકની કરપીણ હત્યા


આ બાબતે તેની પત્ની સાથે અવારનવાર ઝઘડો થયા કરતો હતો. બાળકી સાથે આ પ્રકારની હરકતોથી માતા વારંવાર તેમના પતિ સાથે ઝઘડો કરતી હતી. ત્યારે તેની પુત્રી અને પત્ની આ તમામ વાતો કોઈને કહી ન દે તેવા ડરથી દીકરીને સાપુતારાની હોસ્ટેલમાં ભણવા મોકલી આપી હતી. જોકે પિતા અને ફરી પોતાની પુત્રી પ્રત્યે દાનત બગડતા એક વર્ષ બાદ સાપુતારાથી સુરત બોલાવી લેવાઈ હતી અને સુરતની સ્કૂલમાં એડમિશન કરી દેવાયું હતું. અને ફરી તેની સાથે અવારનવાર જબરજસ્તી શારીરિક સંબંધ બાંધવા દબાણ કરાતું હતું. જેને લઇ પતિ-પત્ની વચ્ચે ફરી ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા. 


એક વેબસાઈટથી થઈ જશે 13,000થી વધુ કામ, કોઈ ઓફિસના ધક્કા ખાવાની નથી જરૂર 


આખરે પત્નીએ બાળકીને સાથે રાખી અડાજણ પોલીસ મથકમાં પિતા અને પતિ વિરુદ્ધ ફરિયાદ કરવા પહોંચ્યા હતા. દીકરી સાથે બનેલી આ પ્રકારની ઘટનાની વાત સાંભળ્યા બાદ અમે તપાસ કરી રહ્યા હતા. દરમિયાન 14 વર્ષની કિશોરી આજે ફરી એકલા અમારા પોલીસ મથક આવી હતી અને તમામ હકીકતો તેણે ખૂબ જ હિંમતભેર જણાવી હતી. દીકરીએ જણાવેલ હકીકતની તમામ રીતે તપાસ કર્યા બાદ તેની સાથે ખરેખર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઇ અડાજન પોલીસ મથકમાં સાવકા પિતા,કાકા અને બે ભાઈ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


'હમારી છોરીઓ છોરો સે કમ નહીં હે',દુબઈમાં સુરતની દીકરીનો ગોલ્ડ જીત્યો,પરિવાર ભાવવિભોર