સુરત બારડોલી નેશનલ હાઈ-વે પર ગમખ્વાર અકસ્માત, કારમાં સવાર એક જ પરિવારના 6 લોકોના ઘટના સ્થળે જ મોત

આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો, ત્યારબાદ પોલીસને આ ઘટનાની માહિતી મળતા બારડોલી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત બારડોલી નેશનલ હાઈ-વે પર ગમખ્વાર અકસ્માત, કારમાં સવાર એક જ પરિવારના 6 લોકોના ઘટના સ્થળે જ મોત

ઝી બ્યુરો/સુરત: સુરત બારડોલી નેશનલ હાઈ-વે પર એક ગમખ્વાર અકસ્માત થયો છે. બારડોલીના બમરોલી નજીક કાર અને ડમ્પર વચ્ચે થયેલા ગોઝારા અકસ્માતમાં 6ના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જેમાં કારમાં સવાર 6 લોકોના અકસ્માત સ્થળે જ મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે બારડોલી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરત બારડોલી નેશનલ હાઈ-વ પર કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં ઘટના સ્થળે જ 6 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. પોલીસની પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે મૃતક પરિવાર સુરત જિલ્લાના માંડવીનો છે. ત્યાં બારડોલીના તરસાડી ખાતે લગ્ન પ્રસંગમાં ગયો હતો, જ્યાં રસ્તામાં કોઈકારણોસર તેમની કાર ડમ્પર સાથે અથડાઈ હતી. જેમાં કારમાં સવાર 3 મહિલા, 1 બાળકી, 1 પુરુષ અને 1 બાળકનું અકસ્માતમાં મોત થયું છે.

આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો, ત્યારબાદ પોલીસને આ ઘટનાની માહિતી મળતા બારડોલી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, વધતા જતા અકસ્માતો પાછળ વાહનચાલકોની બેદરકારી મુખ્ય કારણભૂત હોય છે. સાથે જ ખરાબ રસ્તાઓ, હાઇવે પર સર્વિસ રોડ પાસે અપૂરતી વ્યવસ્થા સહિતના કારણો પણ જવાબદાર હોવાનું તંત્રના ધ્યાને આવ્યુ છે. ટુ-વ્હીલર વાહનચાલકો માથે હેલ્મેટ પહેરતા નથી, કારમાં સીટ બેલ્ટ પહેરતા નથી, ચાલુ વાહનો મોબાઇલ ઉપર વાત કરવાનું દુષણ વધી રહ્યુ છે. ટ્રાફિકના નિયમો અંગે વાહનચાલકોમાં જાગૃતિ નથી. 

એવી જ રીતે વલસાડ જિલ્લામાં લોકો રોગથી નથી મરી રહ્યા તેનાથી વધુ વાહન અકસ્માતોમાં મોતને ભેટી રહ્યા હોવાનું જાણવા મળે છે. વલસાડ જિલ્લામાંથી પસાર થતા ને.હા., સ્ટેટ હાઇવે તેમજ આંતરિક માર્ગો ઉપર છેલ્લા 10 વર્ષોમાં અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો થઇ રહ્યો છે. અકસ્માતોમાં દર વર્ષે જિલ્લામાં સરેરાશ 350 લોકો મોતને ભેટી રહ્યા છે. ચાલુ વર્ષે માત્ર 04 મહિનામાં જ પોલીસ ચોપડે નોંધાયેલા 172 અકસ્માતોમાં 116 લોકોના અકસ્માતમાં મોત થયાં અને 73 લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. 

જિલ્લામાંથી પસાર થતાં ને.હા. નં.48, તમામ સ્ટેટ હાઇવે રોડ, પંચાયતના મુખ્ય રસ્તાઓ તેમજ આંતરિક રસ્તાઓ ઉપર વર્ષ 2022માં 447 અકસ્માતો થયાં હતાં. જે પૈકી 302 ફેટલ અકસ્માતોમાં 325ના મૃત્યુ થયાં હતાં. જ્યારે 188 લોકોને ગંભીર ઇજા તથા 154 લોકોને સામાન્ય ઇજા થઇ હતી. ચાલુ વર્ષે માત્ર 04 મહિનામાં કુલ 172 અકસ્માતો પૈકી 114 ફેટલ અકસ્માતોમાં 116 લોકોના મોત, 73ને ગંભીર ઇજા અને 37ને સામાન્ય ઇજાઓ થઇ છે. આ સંખ્યા પોલીસ ચોપડે નોંધાયેલી છે. પોલીસમથકમાં નોંધાઇ નહીં હોય એવા અકસ્માતોની સંખ્યા આનાથી બમણી હોવાની શક્યતા છે. આ આંકડો ડરામણો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news