ઝી બ્યુરો/સુરેન્દ્રનગર: ગુજરાતીમાં કહેવત છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય, પરંતુ આ ઘોર કળિયુગમાં આ કહેવત ખોટી સાબિત થઈ રહી છે. આ ઘટનામા માવતર જ કમાવતર બન્યા છે. દોઢ વર્ષની માસુમ બાળકીનું ગળું દબાવીને પિતાએ જ હત્યા કરી છે. આ ઘટનામાં બાળકી અપશુકનિયાળ હોવાનું માની અને હત્યા કરી બાળકીની લાશને ફેંકી દેવામાં આવી હતી. પોલીસે હત્યારા માતા-પિતાની અટકાયત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા સાથે પડશે વરસાદ


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા-ચોટીલા હાઇવે પરથી બે દિવસ પહેલા દોઢ વર્ષની મૃત બાળકી મળી આવવાની ઘટનામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ઘટનામાં બાળકીના માતા-પિતા સુધી પહોંચેલી સાયલા પોલીસે તેમની સઘન પૂછપરછ હાથ ધરી હતી, જેમાં બાળકીના માતા-પિતાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેમણે જ પોતાની દોઢ વર્ષની દીકરીનું ગળું દબાવી હત્યા નાખી હતી. 


અ'વાદમાં તેજસ્વી યાદવની મુશ્કેલી વધી, અરજદારે કહ્યું; 'આ અખંડ દેશ શું ખંડિત કરવો છે'


હત્યારા પિતાએ પોલીસ સમક્ષ હત્યાની સમગ્ર ઘટનાની વિગત આપતા કહ્યું કે, પાંચ પુત્રીમાં સૌથી નાની પુત્રીને તે અપશુકનિયાળ માનતો હતો. 27મી એપ્રિલે બંને પતિ-પત્ની બાઇક ઉપર ગુંદા ગામે જવા નીકળ્યાં હતા. આ દરમિયાન મઘરીખડા નજીક બાઇક સ્લીપ થયું અને પિતાએ ગુસ્સામાં બાળકીનું ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ સાયલા-ચોટીલા હાઇવે પર શાપર નજીક પતિના કહેવાથી પત્નીએ મૃત બાળકીને નાળામાં ફેકી દીધી હતી. પોલીસે બાળકીના માતા-પિતા સામે હત્યાનો ગુનો નોંધી અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


નવા શૈક્ષણિક સત્રથી ધો. 7માં ભણાવાશે 'રણછોડ પગી'નો પાઠ, જાણો કોણ છે રણછોડદાસ રબારી


કહેવાય છે કે પુત્ર કપુત્ર થાય, પણ માવતર કમાવતર ન થાય. પણ આ ઘટનામાં તો માવતર જ દોઢ વર્ષની બાળકી માટે કમાવતર સાબિત થયા છે. ત્યારે આ મામલે પોલીસે બંનેની અટકાયત કરી કોર્ટમાં હાજર કરી અને રિમાન્ડ માંગવા અંગેની તજવીજ હાથ ધરી છે ત્યારે સમાજમાં આ એક ચકચારિક બનાવ બનતા જિલ્લા નો ટોક ઓફ ધ ટાઉન કિસ્સો બની ચૂક્યો છે. 


બાપ એ બાપ છે! CM ભૂપેન્દ્ર પટેલ પુત્રને લઇ પહોંચ્યા મુંબઈ, આ કદાવર નેતાઓ હોસ્પિટલમાં