બાપ એ બાપ છે! CM ભૂપેન્દ્ર પટેલ પુત્રને લઇ પહોંચ્યા મુંબઈ, આ કદાવર નેતાઓ પણ હોસ્પિટલ દોડ્યા

મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અનુજ પટેલની સારવાર શરૂ થયા પછી હોસ્પિટલ તરફથી હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં હોસ્પિટલે અનુજ પટેલની સારવાર શરૂ થયાની અને હાલ તેમની તબિયત સુધારા પર હોવાની વાત જણાવી છે.

બાપ એ બાપ છે! CM ભૂપેન્દ્ર પટેલ પુત્રને લઇ પહોંચ્યા મુંબઈ, આ કદાવર નેતાઓ પણ હોસ્પિટલ દોડ્યા

Anuj Patel Brain Stroke: રવિવારે બપોરે (30 એપ્રિલ 2023) ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેઓની સારવાર વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી કે ડી હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી. પરંતુ આજે વધુ સારવાર માટે અનુજ પટેલને એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. જ્યાં ન્યૂરો સર્જન ડો. પીપી અશોક દ્વારા અનુજ પટેલની સારવાર કરવામાં આવી રહી છે.

મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અનુજ પટેલની સારવાર શરૂ થયા પછી હોસ્પિટલ તરફથી હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, હોસ્પિટલના ICU વિભાગમાં અનુજ પટેલને દાખલ કરવામાં આવ્યા છે, હોસ્પિટલે અનુજ પટેલની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. હાલ તેમની તબિયત સુધારા પર હોવાની વાત જણાવી છે. બીજી બાજુ ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલ મુંબઈની હોસ્પિટલમાં હોવાથી અનેક દિગ્ગજ નેતાઓ હિન્દુજા હોસ્પિટલ પહોંચ્યા છે.

No description available.

તમને જણાવી દઈએ કે, ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની નાદુરસ્તીને કારણે જામનગરમાં સ્થાપના દિવસની થનારી ઉજવણીમાં મુખ્યમંત્રી ઉપસ્થિત નહિ રહી શકે. 

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીના પુત્ર અનુજ પટેલને ગઈકાલે બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જેના બાદ આજે તેમને વધુ સારવાર અર્થે મુંબઇ શિફ્ટ કરાયા છે. હવે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અનુજ પટેલની વધુ સારવાર કરવામાં આવશે. પુત્ર અનુજ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ મુંબઇ જવા રવાના થયા છે. ત્યારે પુત્રના સ્વાસ્થય માટે મુખ્યમંત્રી પિતા ચિંતિત જોવા મળ્યાં. 

ઉલ્લેખનીય છે કે, રવિવારે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા તેમને તાત્કાલિક કે. ડી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. અનુજ પટેલની 2 કલાક સુધી સર્જરી ચાલી હતી. 

અનુજ પટેલ વિશે?
અનુજ પટેલ રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે અને તેઓ એન્જિનિયર છે. અનુજ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરે છે. અનુજે પણ પિતાની જેમ જ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news