ગાંધીનગર : રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોના પ્રતિનિધિત્વ નિર્ધારિત કરવા અંગે સ્વતંત્ર પંચની રચનાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય લીધો હતો. ગુજરાત હાઇકોર્ટના નિવૃત ન્યાયાધિશ કે. એસ. ઝવેરી આ સ્વતંત્ર પંચના અધ્યક્ષ રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગોને પૂરતું પ્રતિનિધિત્વ મળે તે હેતુસરના સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબની કાર્યવાહી માટે એક સ્વતંત્ર પંચની રચના કરવાનો નિર્ણય કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ભણવું હોય તો પોતાના ખર્ચે અને પોતાના જોખમે ભણો, 41 બાળકો સહેજમાં બચ્યા


આ પંચના અધ્યક્ષ તરીકે ગુજરાત હાઇકોર્ટના નિવૃત ન્યાયાધિશ કે.એસ. ઝવેરી રહેશે. આ સ્વતંત્ર પંચ સ્થાનિક સ્વરાજ્યના એકમોમાં અન્ય પછાત વર્ગોની બેઠકો નક્કી કરતા પહેલાં આવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પછાતપણાના સ્વરૂપ અને અસરોનો તેમજ તેની રાજનીતિક સ્થિતી અનુસાર આંકડા એકત્ર કરીને અને તેનું વિશ્લેષણ કરીને સંપૂર્ણ અને કાળજીપૂર્વકનો અભ્યાસ કરવા માટે રચના કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્વતંત્ર પંચની ભલામણોના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા મુજબ લોકલ બોડી વાઇઝ અનામત પ્રમાણને નક્કી કરવાનો સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપેલો છે.


સરકાર ઉત્તર ગુજરાત પર કરશે પૈસાનો વરસાદ, પશુપાલકો થશે માલામાલ


જો કે કોંગ્રેસ દ્વારા સરકારનાં આ પગલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાંથી NGO, સામાજિક અને રાજકીય આગેવાનો સાથે બેઠક કરી હતી. કાલે ફોન આવ્યો કે ઓબિસીની અનામત નાબૂદ કરી છે એ માટે મળી રહ્યા છીએ. જો રજૂઆત સાચી હોય અને બંધારણીય અધિકાર છીનવાઈ જતી હોય તો ટેકો આપવા માંગ કરી હતી. ભાજપ એટલે અનામત નાબુદ કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. જે બંધારણમાં અનામતનો અધિકાર આપ્યો, જેના માટે ધ્યાને લેવું જોઈએ તે જરૂરી છે. તેવા હકક અધિકાર માટે કામ નથી કરવામાં આવી રહ્યું. વિધાનસભામાં સરકારે 27 વર્ષના સાશન દરમિયાન ઓબીસી, SC ST વર્ગના લોકોને નુકસાન થાય એવા કાયદા બનાવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube