સરકાર ઉત્તર ગુજરાત પર કરશે પૈસાનો વરસાદ, પશુપાલકો થશે માલામાલ
Trending Photos
શૈલેષ ચૌહાણ/અરવલ્લી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે, પ્રધાનમંત્રીના હસ્તે સાબરડેરી ખાતે નિર્માણ પામેલા બે પ્લાન્ટનું લોકાર્પણ અને એક પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. એક તરફ રાજ્યમાં વિધાસભા ચૂંટણી નજીક આવી રહી છે. તો બીજી તરફ રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત મુલાકાતે આવી રહયા છે, ત્યારે આગામી 15 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.
પ્રધાનમંત્રી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબરડેરી ખાતે નિર્માણ પામેલ બે પ્લાન્ટનું લોકાર્પણ અને એક પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. જેની તૈયારીઓના ભાગ રૂપે હાલમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે. સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબરડેરીમાં અલગ અલગ દૂધની બનાવટો માટે 13 જેટલા પ્લાન્ટ કાર્યરત છે. બીજી તરફ સાબર ડેરી દ્વારા નવીન બે પ્લાન્ટોનું લોકાર્પણ અને એક પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યું છે.
305 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ પાવડર પ્લાન્ટ અને 125 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ટેટ્રા પેકીંગ પ્લાન્ટનું લોકાર્પણ અને 600 કરોડ રૂપિયા ખર્ચે નિર્માણ પામનાર ચીજ પ્લાન્ટ માટેનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીના વરદ હસ્તે થશે અને જેની તૈયારીના ભાગ રૂપે હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સ્થાનિક તંત્રથી માંડીને કાર્યકર્તાઓ તમામ કામે લાગેલા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે