ગુજરાતમાં ભણવું હોય તો પોતાના ખર્ચે અને પોતાના જોખમે ભણો, 41 બાળકો સહેજમાં બચ્યા
જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદને પગલે કાજણ રણછોડ ગામની શાળાના ઓરડાનો શેડ તૂટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 41 બાળકો 3 ઓરડામાં બેઠા હતા. તે દરમિયાન ઓરડાના શેડની છત તૂટી હતી. જો કે બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો. જેથી કોઇ જાનહાની ટળી હતી. જો કે કંઇ બીજુ પણ થયું હોત તો જવાબદાર કોણ?
Trending Photos
વલસાડ : જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદને પગલે કાજણ રણછોડ ગામની શાળાના ઓરડાનો શેડ તૂટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 41 બાળકો 3 ઓરડામાં બેઠા હતા. તે દરમિયાન ઓરડાના શેડની છત તૂટી હતી. જો કે બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો. જેથી કોઇ જાનહાની ટળી હતી. જો કે કંઇ બીજુ પણ થયું હોત તો જવાબદાર કોણ?
વલસાડ તાલુકાની કાંજણ રણછોડ ગામની પ્રાથમિક શાળા ઘણા સમયથી જર્જરિત હતી. જે બાંધકામની મંજૂરી મળી હતી છતાં તંત્રના અધિકારીઓની બેદરકારીથી આજરોજ જર્જરિત શાળાના ઓરડાના શેડની છત પડતા સ્થાનિકો અને શિક્ષકો દોડી આવ્યા હતા. તાત્કાલિક 3 જેટલા ઓરડામાંથી 41 જેટલા બાળકોને બહાર કાઢ્યા હતા. પંચાયતના હોલમાં બેસાડવામાં આવ્યા હતા. ત્યારે આ સ્કૂલમાં 155 બાળકો અભ્યાસ કરે છે. આ શાળાના તમામ ઓરડા જર્જરિત હોવાથી શાળા અને ઓરડા તોડવા અને બાંધકામની મજુરી મળી છતા જર્જરિત શાળામાં બાળકો અભ્યાસ કરવા મજબુર બન્યા હતા.
બેદરકારીના કારણે આજરોજ 41 બાળકોના જીવ તાળવે ચોંટયા હતા. જો કે ઘટના કોઇ જાનહાની નથી થઇ જે ખુબ જ સકારાત્મક વાત છે. હાલ આ બાબતની જાણ શિક્ષણ વિભાગને શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવી છે. ઘટનાને લઈ ગામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી સ્થાનિક ગામલોકોની માંગ સરકાર પાસે હતી પરંતુ તંત્ર દ્વારા કોઇ પગલા ઉટાવવામાં આવ્યા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે