રાજકોટ: શહેર સહિત સમગ્ર ગુજરાતમાં આજથી શ્રાવણી માસની શરૂઆત થઇ ચુક્યો છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં હાલ શ્રાવણીયો જુગારની મોસમ પુરબહાર ખીલી ઉઠી છે. સૌરાષ્ટ્રમાં શ્રાવણીયો જુગારની મોસમ ભીમ અગિયારસથી જ શરૂ થઇ જતી હોય છે. ત્યારે રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેર પોલીસ દ્વારા માત્ર એક જ દિવસમાં 19 મહિલાઓ સહિત 41 જેટલા શકુનીઓની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમનાથમાં ભક્તોનાં ટોળા થતા પોલીસે 'સરકારી પ્રસાદ' આપ્યો, ટ્રસ્ટીએ કહ્યું આવું ચાલશે તો મંદિર બંધ

રાજકોટ શહેર પોલીસ દ્વારા શ્રાવણ માસની પુર્વ સંધ્યાએ રાજકોટ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં 6 દરોડા પાડ્યા હતા. જેમાં 41 પ્રેમીઓની અટકાયત કરવામાં આવી છે. તેમની પાસે રહેલી 2.06 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામા આવ્યો છે. રાજકોટ શહેરમાં ક્રાઇમબ્રાન્ચ, રાજકોટ સ્પેશ્યલિ ઓપરેશન ગ્રુપ, રાજકોટ ભક્તિનગર પોલીસ અને રાજકોટ તાલુકા પોલી દ્વારા કામગીરી કરવામાં આવી છે. 


વડોદરાના કસ્ટોડિયલ ડેથ મુદ્દે હાઇકોર્ટના આદેશ બાદ PI-PSI સહિત 6 સામે ગુનો દાખલ

ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રાવણીયો જુગાર રમાય છે. જેમાં અબાલ વૃદ્ધ સૌકોઇ જુગાર રમતું હોય છે. જો કે આ શ્રાવણીયા જુગારને નાથવા માટે પોલીસ પણ પ્રયાસો કરી રહી છે. કોઇ પણ જુગારીઓને છોડવામાં નહી આવે. નાગરિકોને પણ અપીલ કરી હતી કે તમારી આસપાસ ક્યાંય જુગાર રમાતો હોય તો તત્કાલ પોલીસને જાણ કરવા જણાવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર