સોમનાથમાં ભક્તોનાં ટોળા થતા પોલીસે 'સરકારી પ્રસાદ' આપ્યો, ટ્રસ્ટીએ કહ્યું આવું ચાલશે તો મંદિર બંધ

આજથી પવિત્ર શ્રાવણમાસનો પ્રારંભ થયો છે. ત્યારે 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ સોમનાથ મહાદેવ ખાતે ભક્તો મોટા પ્રમાણમાં ઉમટી પડ્યં હતા. જો કે ત્રણ ચેકિંગ પોઇન્ટ માટે ભક્તોએ પસાર કરવા પડે છે. જેના કારણે સ્થિતી ખુબ જ અંધાધુંધ ભરી જોવા મળે છે. ભક્તોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. દર 500 મિટરના અંતરે 1 ચેકિંગ પોઇન્ટ આવતો હોવાનાં કારણે ભક્તોને ભારે સમસ્યા થઇ રહી છે. 

Updated By: Jul 21, 2020, 06:23 PM IST
સોમનાથમાં ભક્તોનાં ટોળા થતા પોલીસે 'સરકારી પ્રસાદ' આપ્યો, ટ્રસ્ટીએ કહ્યું આવું ચાલશે તો મંદિર બંધ
પ્રતિકાત્મક તસ્વીર

રાજકોટ : આજથી પવિત્ર શ્રાવણમાસનો પ્રારંભ થયો છે. ત્યારે 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ સોમનાથ મહાદેવ ખાતે ભક્તો મોટા પ્રમાણમાં ઉમટી પડ્યં હતા. જો કે ત્રણ ચેકિંગ પોઇન્ટ માટે ભક્તોએ પસાર કરવા પડે છે. જેના કારણે સ્થિતી ખુબ જ અંધાધુંધ ભરી જોવા મળે છે. ભક્તોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. દર 500 મિટરના અંતરે 1 ચેકિંગ પોઇન્ટ આવતો હોવાનાં કારણે ભક્તોને ભારે સમસ્યા થઇ રહી છે. 

વડોદરાના કસ્ટોડિયલ ડેથ મુદ્દે હાઇકોર્ટના આદેશ બાદ PI-PSI સહિત 6 સામે ગુનો દાખલ

જો કે આટલા ચેકિંગ પોઇન્ટ હોવા છતા 2500 થી વધાર ભક્તો મંદિર પરિસરમાં ક ઇરીતે પહોંચ્યા તે સવાલ થઇ રહ્યો છે. શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોવાથી ભક્તો મોટા પ્રમાણમાં ઉમટી પડ્યાં હતા. જો કે ટ્રસ્ટ હોવા છતા પણ કોઇ વ્યવસ્થા શા માટે ન કરવામાં આવી. મંદિરમાં ઝેડ પ્લસ સુરક્ષા છે. જો સુરક્ષા વ્યવસ્થા વધારે સજ્જ અને મજબુત કરવાની જરૂર છે. 

ગુજરાત યુનિવર્સિટીને પરીક્ષા કાર્યક્રમ જાહેર, જાણો વિગતવાર કાર્યક્રમ

હાલ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે ડાકોર, કુબેરભંડારી સહિતનાં મંદિરો બંધ રાખ્યા તો સોમનાથ કેમ ખુલ્લું રખાયું. તેવો સવાલ ઉઠ્યો છે. ભક્તો બેકાબુ બનતા અને ભારે ભીડ થઇ જતા આખરે પોલીસે લાઠીચાર્જની મદદ લેવી પડી હતી. જેના કારણે કુદરતી પ્રસાદ લેવા માટે આવેલા ભક્તોને સરકારી પ્રસાદ ખાવાનો વારો આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર