આશ્કા જાની/અમદાવાદ :અમદાવાદના નવરંગપુરા વિસ્તારની શ્રેય હોસ્પિટલ (Shrey hospital) ના અગ્નિકાંડમાં કોરોનાના આઠ દર્દી જીવતા ભૂંજાયા હતા. ત્યારે હોસ્પિટલના સંચાલકોમાંના એક સંચાલક ભરત મહંતની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે આરોપી ભરત મહંતને રિમાન્ડ માટે જજના નિવાસસ્થાને રજૂ કરાયો હતો. પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. ત્યારે કોર્ટ રિમાન્ડ નામંજૂર કર્યા છે. આખરે કોર્ટે ભરત મહંતને 15 હજારના જામીન પર મુક્ત કર્યો છે.


ગોંડલ અંડરપાસમાં ફસાયેલી બસને માંડમાંડ બહાર કાઢી, તો થોડીવાર બાદ કાર ગરકાવ થઈ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થોડા દિવસો અગાઉ અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રેય હોસ્પિટલમા મધરાત્રિએ આઈસીયુ વોર્ડમાં આગની ઘટના ઘટી હતી. જેમાં કોરોનાની સારવાર લઈ રહેલ 8 દર્દીના દુઃખદ મોત થયા હતા. ત્યારે આ મોતનું મુખ્ય જવાબદાર કોણ છે તેને લઈને નવરંગપુરા પોલીસે હોસ્પિટલના માત્ર એક જ ટ્રસ્ટી સામે બેદરકારીનો ગુનો દાખલ કરી સંતોષ માની લઈને વધુ તપાસ શરૂ કરી હતી. ત્યારે ટ્રસ્ટી ભરત મહંતની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ તેના રિમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરાઈ હતી.


એક ક્લિકમાં જાણો ગુજરાતમાં આજે વરસાદના ટોપ-10 મોટા અપડેટ્સ....


પોલીસે ઘટનાને અનેક દિવસો વિત્યા બાદ ફરિયાદ નોંધી હતી. હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી ભરત મહંત સામે આઇપીસી 336, 337, 338 અને 304 અ મુજબ ગુનો દાખલ ધરપકડ કરી હતી. જોકે કોઈ કાચું ન કપાય તે માટે અન્ય ડિવિઝનના એસીપીને આ તપાસ સોંપાઈ છે. અત્યાર સુધીની તપાસમાં એવું સામે આવ્યું છે કે ફાયર એસ્ટીગ્યુસર્સનો ઉપયોગ ફરજ પરના સ્ટાફે કર્યો ન હતો. કારણકે આ અંગેની તાલીમ તેઓને અપાઈ ન હતી. જે મુખ્ય સંચાલકની બેદરકારી પણ ગણી શકાય તેવુ માની પોલીસે ગુનો નોંધ્યો હતો. ઉત્તર અને દક્ષિણ આવેલી દીવાલો ફિટ કરવાથી આગનો ધુમાડો બહાર નીકળી શક્યો ન હતો અને ફાયર એનઓસી ન હોવાના કારણે ફાયર ઓડિટ થઈ શક્યું નહોતું. ફાયર એલાર્મ પણ ન હોવાથી આગના કારણે લોકોના જીવ ગયા હતા. હોસ્પિટલમાં 86 ટકા હિસ્સો ભરત મહંતનો હોવાથી તેની સામે ગુનો નોંધાયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર