એક ક્લિકમાં જાણો ગુજરાતમાં આજે વરસાદના ટોપ-10 મોટા અપડેટ્સ....

ગોંડલનું વોરકોટડા ગામ ભારે વરસાદને પગલે સંપર્ક વિહોણું બન્યું છે. વોરકોટડા રોડની ધાબી પર 5 થી 6 ફુટ ઉપરથી પાણી વહી રહ્યું છે. જે કારણે વોરકોટડાથી ગોંડલનો માર્ગ બંધ થયો

એક ક્લિકમાં જાણો ગુજરાતમાં આજે વરસાદના ટોપ-10 મોટા અપડેટ્સ....

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં હાલ સર્વત્ર વરસાદ છે. હવામાન ખાતા દ્વારા પણ આજથી 21 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ખાસ કરીને, જે શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદને પગલે નદી-નાળા ઓવરફ્લો થયા છે, તો બીજી તરફ અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. જે કારણે લોકોને વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે ગુજરાતમાં વરસાદ અંગેના ટોપ 10 અપડેટ્સ અમે તમને જણાવીએ. 


રાજકોટના ગોંડલનું વોરકોટડા ગામ ભારે વરસાદને પગલે સંપર્ક વિહોણું બન્યું છે. વોરકોટડા રોડની ધાબી પર 5 થી 6 ફુટ ઉપરથી પાણી વહી રહ્યું છે. જે કારણે વોરકોટડાથી ગોંડલનો માર્ગ બંધ થયો છે. રસ્તો અવરજવર માટે બંધ થતા સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 


બોટાદના ગઢડા તાલુકાના પીપરડી ગામે ભારે વરસાદથી સીતાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સતત ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના કારણે નદીમાં પૂરની સ્થિતિ ઉદભવી છે. જેથી ગઢડા તાલુકાનું પીપરડી ગામ અન્ય ગામોથી વિખૂટુ પડ્યું છે. તેમજ સંપર્કવિહોણુ પણ બન્યું છે.

ગોંડલ અંડરપાસમાં ફસાયેલી બસને માંડમાંડ બહાર કાઢી, તો થોડીવાર બાદ કાર ગરકાવ થઈ


સમગ્ર સુરત જિલ્લામાં વરસાદી માહોલ છે. જેમાં માંગરોળ, કામરેજ, ઉમરપાડા, માંડવી, મહુવા, ઓલપાડ, બારડોલીમાં વરસાદ વરસી રહ્યો છે. તો કીમ ચાર રસ્તા, માંડવી રોડ પર વરસાદી પાણી ભરાયા છે. તો આ ઉપરાંત સ્ટેટ હાઇવે પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકો પરેશાન થયા છે. ભારે વરસાદથી પાલોદ પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાયા છે. ભારે વરસાદને પગલે સુરતની લિંબાયત મીઠી ખાડી ઓવરફ્લો થઈ છે, જેથી સ્થાનિક ઘરોમાં ગટરના પાણી ઘૂસ્યા છે. આ કારણે સ્થાનિક લોકોનો રોષ મનપા સામે જોવા મળ્યો હતો. 


વીરપુરની સરયામતી નદીમાં ભારે વરસાદને પગલે પાણી આવતી પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. વીરપુરથી મેવાસા હરિપર સહિતના ગામોમાં જવાનો રસ્તો બંધ થયો છે. વીરપુરથી મેવાસા વચ્ચેના પુલ પર પાણી ફરી વળતા સ્થાનિક લોકો અટવાયા છે. 


રાજકોટના જેતપુરના પાંચપીપળા પાસેના કોઝવે ઉપર પાણી ફરી વળ્યાં  છે. ભાદર નદી બે કાંઠે વહેતા કોઝવેની ઉપરથી પાણી પસાર થઈ રહ્યું છે. જેથી પાંચપીપળાથી લુણાગર, લુણાગરી, કેરાળી સહિતના ગામોમાં જવાનો રસ્તો બંધ થયો છે. 


મહેસાણા જિલ્લાના ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે ધરોઈ ડેમમાં નવાનીરનું આગમન થયું છે. જેના કારણે 1805 ક્યૂસેક જેટલા પાણીની આવક નોંધાઇ છે. જેથી જિલ્લાના સતલાસણા ખાતે આવેલા ધરોઈ ડેમમાં એક ફૂટ પાણીનો વધારો થયો છે. અત્યારે આ ડેમની 601.41 ફૂટ જળ સપાટી નોંધાઇ છે. ધરોઈ ડેમની 622 ફૂટ ભયજનક સપાટી છે, ત્યારે હજુ ચોમાસામાં પણ 20 ફૂટ જેટલી પાણીની ખોટ પૂર્ણ થશે. તો ઉત્તર ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે આગામી વર્ષે ખેતી અને પીવાના પાણી માટે સમસ્યા સર્જાશે નહિ.

ગુજરાતમાં ચાર દિવસ વરસાદની આગાહી, ઘરથી નીકળતા અપડેટ જાણવા જેવા છે 


વડોદરા શહેર અને ઉપરવાસમા ભારે વરસાદને પગલે શહેર વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમા પાણી આવ્યું છે. વિશ્વામિત્રી નદીનુ લેવલ 10 ફુટે પહોચ્યું છે. હાલ વિશ્વામિત્રી નદી 10 ફૂટના લેવલે વહી રહી છે. શહેર આને ઉપરવાસમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જોકે, વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. જે વટાવી જશે તો વડોદરામાં પૂરની સ્થિતિ ઉદભવે છે. 


તાપી જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદને લઈ ગ્રામ્ય વિસ્તારના માર્ગો બંધ થયા છે. ગ્રામ્ય વિસ્તારના 30 પંચાયતના રસ્તા હાલ બંધ થયા છે. વરસાદને કારણે લો લેવલ પુલ પર પાણી ફરી વળતા આ તમામ માર્ગો પર અવરજવર બંધ થયું છે. વ્યારા તાલુકાના 10, ડોલવણ તાલુકાના 9, વાલોડ તાલુકાના 5, સોનગઢ તાલુકાના 6 માર્ગો પર પાણી ફરી વળ્યું છે. વાલોડનાં કલમકુઈ પાસે વ્યારા તરફ આવતા માર્ગ પર પણ પાણી ફરી વળ્યાં છે. વાલોડનાં કલમકુઈ અને કહેર ગામનાં વ્યારા તરફ આવતાં બંને રસ્તાઓ હાલ બંધ છે. જેથી ગ્રામ્ય વિસ્તારના માર્ગો બંધ થતાં લોકોની હાલાકીમાં વધારો થયો છે.


મોરબી તાલુકાના ૧૪ ગામના લોકોને પાણી સપ્લાઇની વ્યવસ્થા ખોરવાઇ છે. વરસાદના પાણી સંપમાં ભરાઇ જવાથી પાણી ખેંચવાની મોટરો પાણીમાં ડુબી ગઇ છે. જેથી બરવાળા પાસે પંપ હાઉસ વરસાદના પાણી ભરાવાથી 14 ગામના લોકો પાણી વગર હેરાન થશે. આ કારણે ખેવારીયા, માનસર, નારણકા, બિલીયા, બરવાળા સહિતના ગામના લોકોને પાણી નહિ મળે. 

10 
યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર વરસાદના મનમોહક વાતાવરણને કારણે વાદળો વચ્ચે લપેટાયો છે. વાદળોને લઈ વરસાદનું આવન જાવન ચાલું છે. તો વરસાદી માહોલને પાવાગઢના પગથિયાઓ ઉપર પાણી વહેતા થયા છે. ભારે વરસાદને લઈ પાવાગઢના તળાવોમાં પાણીની આવક થઈ છે. તળેટીમાં આવેલા સૂકા ભઠ્ઠ પાતાળ તળાવ તથા ડુંગર ઉપર આવેલા છાસિયા-દુધિયા અને તેલીયા તળાવોમા નવા નીર આવ્યા છે. તો બીજી તરફ, દાહોદ જિલ્લાનું પ્રવાસન સ્થળ રતનમહાલ અભયારણ્યમાં ધોધમાર વરસાદના પગલે નયન રમ્ય દ્રશ્યો સર્જાયા છે. રતનમહાલમાં આવેલ ઝરણું પણ શરૂ થઈ ગયું છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઝરણું ફરીથી શરૂ થતાં લોકોમાં ખુશી જોવા મળી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news