રથયાત્રા નિકશે કે નહીં તે અસમંજસ વચ્ચે મુસ્લિમ બિરાદરોએ પુરૂ પાડ્યું કોમી એકતાનું ઉદાહરણ
મુસ્લિમ સમુદાય દ્વારા અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરને ચાંદીનો રથ દાન કરી કોમી એક્તાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડવામાં આવે છે. આ વર્ષે કોરોના વાયરસની મહામારીને લઇને રથયાત્રા મંદિર પરિસરમાં યોજાવાની છે. ત્યારે કોમી એકતાના પ્રતીકરૂપે આ વર્ષે પણ ચાંદીનો રથ મંદિરના મહારાજને અર્પણ કરાયો છે.
અતુલ તિવારી, અમદાવાદ: મુસ્લિમ સમુદાય દ્વારા અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરને ચાંદીનો રથ દાન કરી કોમી એક્તાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડવામાં આવે છે. આ વર્ષે કોરોના વાયરસની મહામારીને લઇને રથયાત્રા મંદિર પરિસરમાં યોજાવાની છે. ત્યારે કોમી એકતાના પ્રતીકરૂપે આ વર્ષે પણ ચાંદીનો રથ મંદિરના મહારાજને અર્પણ કરાયો છે.
આ પણ વાંચો:- જગન્નાથ મંદિરમાં રથયાત્રાનું કરાયું રિહર્સલ, તમામ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો
કોમી એકતાના પ્રતીકરૂપે મુસ્લિમ સમુદાય દ્વારા રથયાત્રા નિમીત્તે દરવર્ષની જેમ આ વર્ષે પણ રથનું પ્રતીક મંદિરના મહારાજને અર્પણ કરાયું છે. મુસ્લિમ અગ્રણી રઉફ બંગાલી સહિત આગેવાનો મંદિર પહોંચ્યા છે. છેલ્લા 20 વર્ષથી ચાંદીનો રથ જગન્નાથ મંદિરને ભેટ આપવામાં આવે છે. જો કે, આ વર્ષે રથયાત્રા નીકળશે કે નહીં તેને લઇ અસમંજસ હતું ત્યારે માત્ર 24 કલાકમાં ચાંદીનો રથ બનાવી તૈયાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:- ભગવાન જગન્નાથે ધારણ કર્યો સોનાવેશ,જગન્નાથ મંદિરમાં પહોંચી બોમ્બ સ્કવોડની ટીમ
જો કે, રથયાત્રાને લઇ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યુ હતું કે, રથયાત્રા પર જ અંતિમ નિર્ણય લેવાશે. હાલ હાઇકોર્ટના નિર્ણય મુજબ રથ મંદિરની બહાર કાઢવામાં આવશે નહી. જો પુરીને રિવ્યુ પિટિશનમાં પરવાનગી મળશે તો આપણે પણ તેને અનુસરીશું. જો પુરીને રિવ્યુ પિટિશનમાં પણ રથયાત્રાની પરવાનગી નહી મળે તો આપણે હાઈકોર્ટના આદેશ મુજબ મંદિર પરિસરમાં જ રથયાત્રા કાઢીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube