આશકા જાની/અમદાવાદ: રક્ષાબંધન તહેવાર ભાઈ અને બહેનના પવિત્ર સબંધનો તહેવાર છે. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે. ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. સમય સાથે રક્ષાબંધન તહેવારની ઉજવણી બદલાઈ છે પરંતુ તેની સાથે જોડાયેલી ભાઈ બહેનની લાગણીઓ બદલાઈ નથી. પરંતુ રક્ષા માત્ર ભાઈ જ બહેનની કરે છે તેવું નથી કેમ કે સમય આવતા બહેન પણ પોતાના વહાલસોયા ભાઈ માટે જીવ આપતા પણ પાછી પાની કરતી નથી. આજે ઝી 24 કલાક પર આપણે એવી જ બહેનો વિશે વાત કરવા જઈ રહ્યા છે, જે બહેનોએ પોતાના વહાલા ભાઈ માટે કિડની આપતા પણ જરા પણ અચકાતી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

EXPLAINER: ગુજરાતમાં કઈ રીતે મળશે OBCનો લાભ, જાણી લો ગણિત અને ભલામણો


આજે આવી 3 બહેનોને મળીશુ જેમને ખબર પડે છે કે તેમના ભાઈને કિડની ફેલ છે અને તને કીડીની જરૂર છે તો એક પણ મિનિટ નો વિચાર કર્યા વગર બહેનોઓ પોતાના ભાઈઓને કિડનીનું દાન કરવા માટે તૈયાર થઈ ગઈ. 3 બહેનો સાથે ઝી 24 કલાકની ટીમે જ્યારે વાત કરી તો બહેનોએ એક જ વાત કહી છે કે મોંઘો મૂલો છે મારો ભાઈ રે...ખમ્મા ખમ્મા જાવું વીરને જો આ જ વાક્યમાં બહેનનો ભાઈ માટેનો પાર પ્રેમ જોવા મળે છે.


વાહ! ચંદ્ર પર ઓક્સિજન છે, રોવર પ્રજ્ઞાને અન્ય મહત્વપૂર્ણ તત્વો શોધ્યા, જાણો વિગત


ભાઈ અને બહેનનો અપાર પ્રેમ ત્યારે જ જોવા મળે છે, જ્યારે બંનેમાંથી એક પર પણ કોઈ મુશ્કેલી આવે અને એકબીજાની પડખે આવી તરત ઉભા રહે આજ વાતને સાર્થક આ 3 બહેનોએ કરી છે. મોરબીના સરોજબા રાજપૂત કે નિકોલના રેખાબેન પટેલ હોય કે પછી દમણના તિથી વોરા હોય આ એ 3 બહેનો છે પોતાના ભાઈ માટે પોતાની હેલ્થ નો પણ વિચાર કર્યા વગર કિડની આપે છે. 


પ્રેમ ઉભરાયો: ગુજરાતમાં દરેક પાર્ટી કેમ કરી રહી છે OBC OBC, આ છે જ્ઞાતિ સમીકરણો


મોરબીના સરોજ બા કહે છે કે મારા ભાઈ માટે તો હું કંઈ પણ કરી શકું છું 4 ભાઈ બહેનોમાં હું સૌથી મોટી છુ આજ થી 4 વર્ષ પહેલાં જ્યારે મને ખબર પડી કે મારા ભાઈ પ્રતાપસિંહ ની કિડની ફેલ છે અને તેને તકલીફ છે તો તરત જ નિર્ણય લીધો છે મોટી બહેન તો માં સમાન હોય તો હું તને મારી કિડની આપીશ અને મારા આ નિર્ણય માં મારો પરિવાર મારી સાથે હતો. જ્યારે નિકોલના રેખાબેન પટેલની વાત કરીએ તો જ્યારે તેમને ખબર પડી કે તેમના નાનકા ભાઈ કિરીટ સુખડીયાને કિડની ની તકલીફ છે તો તરત જ બોલ્યા નાનકા તું ચિંતા ન કર તારી મોટીબહેન તને કિડની આપશે કિરીટભાઈ પણ ભીની આંખે એ જ કહી રહ્યા હતા કે કિડની મેચ થશે કે નહીં તે તો પછીની વાત છે પણ રેખાબેને તો નિર્ણય લઈ લીધો હતો.


આ વિસ્તારોમાં છે રક્ષાબંધનના દિવસે વરસાદની આગાહી! જાણો 7 દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ


જ્યારે દમણ ના તિથિ વોરા જેને કોરોનામાં પોતાના માતા, પિતા અને એક ભાઈ ને ગુમાવ્યા છે અને પિયર પક્ષમાં માત્ર ભાઈ દીપતેજ રાવલ જ છે અને તેને પણ 3 કિડની ની તકલીફ છે તે ખબર પડી તો બહેન તિથિ એ તરત નિર્ણયો લીધો કે મારી એક કિડની મારા ભાઈને આપીશ જો કે ભાઈ દીપતેજે બહેન ને કહ્યું કે આપણને એકબીજાનો સથવારો છે માટે તને બહેન કઈ થઈ જશે તો ? પણ બહેન ની પ્રેમ અને જીદ આગળ ભાઈ નું કાઈ ચાલ્યું નહિ અને 3 મહિના પહેલા તિથિએ પોતાના ભાઈને કિડની આપી.


BIG BREAKING:ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય


આ 3 બહેનોએ પોતાના જીવને જોખમ માં મૂકી ને ભાઈ ની રક્ષા કરી છે અને તેઓ પણ તે જ કહી રહ્યા છે કે રક્ષાબંધન એટલે માત્ર ભાઈની જ ફરજ નથી કે બહેનની રક્ષા કરે પણ બહેને પણ ભાઈ સામે કોઈ મુશ્કેલી આવે તો ઢાલ થઈ ઉભી રહે છે.