સાયરા દુષ્કર્મ કેસમાં એટ્રોસિટી, દુષ્કર્મ, અપહરણ અને હત્યાની કલમો રદ્દ કરવા SITની ભલામણ
જિલ્લાના સાયરામાં યુવતીની હત્યા અને ગેંગરેપના આરોપમાં દાખલ થયેલી એટ્રોસિટીની ફરિયાદમાં SITની તપાસમાં ખુલાસો થયો છે કે, પીડિતા સાથે બળાત્કાર નથી થયો અને નતો તેની હત્યા કરવામાં આવી. આત્મહત્યા કરી પીડીતાએ જીવન ટુંકાવ્યું હતું. જે અંગે આરોપી પર લગાવાયેલી ગંભીર કલમો રદ કરવા માટે એજન્સી દ્વારા કોર્ટમાં અરજી કરી આત્મહત્યાના દુષ્પ્રેરણની કલમ હેઠળ કેસ ચલાવવાની પરવાનગી માંગવામાં આવી છે. અરવલ્લીનાં સાયરા- અમરાપુરાની યુવતીનાં ગુમ થયા બાદ લટકેલી હાલતમાં મળી આવેલા મૃતદેહમાં SIT એ તપાસ કરતા ચોકાવનારા તથ્યો સામે આવ્યા છે. SITની તપાસમાં દરમ્યાન FSL,પીએમ રિપોર્ટ, પુરાવા અને સાક્ષીઓના નિવેદન લેતા સામે આવ્યું છે કે નિવેદનો, ફોન રેકોર્ડિંગ અને પુરાવા આધારે પીડિતા સાથે કોઈ દુષ્કર્મ થયું નથી. પીડિતાએ આત્મહત્યા કરી છે. એટલુ જ નહી પણ આ કેસમાં બિમલને બાદ કરતા અન્ય આરોપીનો કોઈ રોલના હોવાનો ખુલાસો SITએ કર્યો છે. જોકે તપાસ ટીમ હવે પીડિતા ગુમ થઈ તેની તમામ બાબતો હજી તપાસ કરી રહી છે, પરંતુ પીડિતા સાથે પ્રેમ સબંધમાં સામે આવેલ નામ બિમલ ભરવાડ એ જ સતીશ ભરવાડ હોવાનું સામે આવ્યું છે. જ્યારે પકડાયેલ આરોપી જીગર ભરવાડ અને દર્શન ભરવાડને SITમી તપાસમાં ક્લિન ચીટ મળ્યાનું માની શકાય.
મૌલિક ધામેચા/અરવલ્લી: જિલ્લાના સાયરામાં યુવતીની હત્યા અને ગેંગરેપના આરોપમાં દાખલ થયેલી એટ્રોસિટીની ફરિયાદમાં SITની તપાસમાં ખુલાસો થયો છે કે, પીડિતા સાથે બળાત્કાર નથી થયો અને નતો તેની હત્યા કરવામાં આવી. આત્મહત્યા કરી પીડીતાએ જીવન ટુંકાવ્યું હતું. જે અંગે આરોપી પર લગાવાયેલી ગંભીર કલમો રદ કરવા માટે એજન્સી દ્વારા કોર્ટમાં અરજી કરી આત્મહત્યાના દુષ્પ્રેરણની કલમ હેઠળ કેસ ચલાવવાની પરવાનગી માંગવામાં આવી છે. અરવલ્લીનાં સાયરા- અમરાપુરાની યુવતીનાં ગુમ થયા બાદ લટકેલી હાલતમાં મળી આવેલા મૃતદેહમાં SIT એ તપાસ કરતા ચોકાવનારા તથ્યો સામે આવ્યા છે. SITની તપાસમાં દરમ્યાન FSL,પીએમ રિપોર્ટ, પુરાવા અને સાક્ષીઓના નિવેદન લેતા સામે આવ્યું છે કે નિવેદનો, ફોન રેકોર્ડિંગ અને પુરાવા આધારે પીડિતા સાથે કોઈ દુષ્કર્મ થયું નથી. પીડિતાએ આત્મહત્યા કરી છે. એટલુ જ નહી પણ આ કેસમાં બિમલને બાદ કરતા અન્ય આરોપીનો કોઈ રોલના હોવાનો ખુલાસો SITએ કર્યો છે. જોકે તપાસ ટીમ હવે પીડિતા ગુમ થઈ તેની તમામ બાબતો હજી તપાસ કરી રહી છે, પરંતુ પીડિતા સાથે પ્રેમ સબંધમાં સામે આવેલ નામ બિમલ ભરવાડ એ જ સતીશ ભરવાડ હોવાનું સામે આવ્યું છે. જ્યારે પકડાયેલ આરોપી જીગર ભરવાડ અને દર્શન ભરવાડને SITમી તપાસમાં ક્લિન ચીટ મળ્યાનું માની શકાય.
અરવલ્લી: દુષ્કર્મ, અપહરણ અને હત્યાનાં આરોપ ખોટા, યુવતી કરતી હતી બ્લેકમેઇલ
SIT એ તપાસનાં અંશે ખુલાસો કરતા પત્રકાર પરિષદમાં એમ પણ જણાવ્યું કે, મુખ્ય આરોપી બિમલ ભરવાડ પીડિતાને ઘરે અને ગેસ્ટહાઉસમાં લઈ જતો. ગત 2019 માં 14-15 ડિસેમ્બરના રોજ પીડિતા આરોપી દર્શન ભરવાડના સંપર્કમાં આવી હતી. ત્યાર પછી બિમલ ભરવાડ અને પીડિતાની બહેન વચ્ચે સંપર્ક થયો હતો. જ્યાં પીડિતા સાથે બિમલે મિત્રતા કરી અને પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે બિમલ ભરવાડ પરિણીત હોઈ યુવતી સાથે રહેવા તૈયાર ન થતાં બિમલને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. આખરે તપાસમાં પીડીતાએ આત્મહત્યા કરી હોવાનું CIDની તપાસમાં બહાર આવ્યું છે.
મોજશોખ પુરા કરવા માટે વાહનોની લગાવી દીધી લાઇન, પણ વાહનો હતા ચોરીના...
જોકે આ કેસ રાજકીય વેગ પકડતા તપાસ સ્થાનિક પોલીસ પાસેથી છીનવી SIT ને સોંપવામાં આવી. બાદ SIT એ વિશેરા અહેવાલ અને અન્ય પુરાવાઓને આધારે આ તારણ પર પહોંચ્યા છે. હાલ સાયન્ટિફિક રીતે કોઈ અપહરણ કે દુષ્કર્મ થયું નથી. જેને પગલે કલમ આત્મહત્યાનાં દુષ્પ્રેરણ , ગુનેગાર બચાવવા પ્રયત્ન કરવા અંગેની કલમોનો ઉમેરો કરવા કોર્ટમાં અરજી કરી છે. સાથે જ નાર્કો ટેસ્ટ માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેની મંજૂરી મળી જતા બિમલ ભરવાડનો નાર્કો ટેસ્ટ કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube