અમદાવાદઃ રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી 250 કરોડથી વધુની છેતરપિંડી આચરનાર વિનય શાહની મુશ્કેલીઓ વધી રહી છે. નિકોલ પોલીસ સ્ટેશનમાં વિનય શાહ અને તેના સાગરિત મુકેશ સોની સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આ સમગ્ર મામલાની તપાસ પોલીસ કમિશનરે ચાર ઉચ્ચ અધિકારીઓને સોંપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક કા ડબલના કરોડોના કૌભાંડ મામલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર એકે સિંઘે SITની રચના કરી છે. પોલીસ કમિશનરે તપાસ માટે ચાર અધિકારીઓની તપાસ કમિટી બનાવી છે. આ કમિટીમાં 3 આઈપીએસ અને 1 એસીપીનો સમાવેશ થાય છે. સેક્ટર-1ના જેસીપીની આગેવાનીમાં અન્ય બે આઈપીએસ અધિકારીઓ આ અંગે તપાસ કરશે. સેક્ટર-1 જેસીપી, ડીસીપી ક્રાઈમ, ઝોન-1 ડીસીપી અને એસીપી ક્રાઈમ  સીએન રાજપૂત આ મામલાની તપાસ કરશે. કૌભાંડની તપાસ ઉપરાંત વિનય શાહના પત્ર અને તેમા કરાયેલા આક્ષેપોની પણ તપાસ કરવામા આવશે.


આ સાથે જાહેરાત જુઓ અને રૂપિયા કમાઓની લાલચ આપી હજારો લોકોનું કરોડોનું ફુલેકુ ફેરવનાર વિનય શાહ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. 250 કરોડથી વધુની છેતરપિંડી આચર્યા બાદ આરોપોથી બચવા તેણે લેટર લખી અનેક મોટા લોકો સામે આક્ષેપો કર્યા હતા. પરંતુ વિનય શાહ સામે ફરિયાદો વધી રહી છે. ત્યારે અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં અમિત વ્યાસ નામના વ્યક્તિએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આર્ચર કેર કંપનીમાં મેમ્બર બનાવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનારે નિકોલ પોલીસ સ્ટેશનમાં વિનય શાહ અને મુકેશ સોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 

વાંચો ગુજરાતના અન્ય સમાચાર