અમદાવાદમાં બે દિવસ અર્બન-20 સિટી શેરપા ઈન્સેપ્શન બેઠકનું આયોજન કરાયું છે. ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ માટે અમદાવાદ ખાતે આ અર્બન-20 સમિટનું આયોજન થયું છે. બે દિવસની આ સમિટમાં 35થી વધુ દેશના ડેલિગેટ્સ હાજર રહેશે. 
આ મુદ્દાઓ પર  થશે ચર્ચા વિચારણા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમિટમાં પર્યાવરણ ઉપરાંત જળસુરક્ષા, ક્લાઈમેટ ફાયનાન્સ તેમજ સ્થાનિક ઓળખ સહિતના કુલ 6 મુદ્દા પર વિશ્વના દેશોના શહેરોમાંથી આવનારા પ્રતિનિધિઓ ચર્ચા-વિચારણા કરીને એક ડ્રાફ્ટ તૈયાર કરશે. આ વર્ષે જુલાઈ માસમાં યુ-20 એન્ગેજમેન્ટ ગ્રુપની ફરી બેઠક યોજાશે. 


સમિટમાં દેશ વિદેશના પ્રતિનિધિઓ થશે સામેલ
મ્યુનિસિપલ કમિશનર એમ છન્નારસન અને શહેરના મેયર કિરિટ પરમારે કહ્યું કે યુ-20 એ જી20 હેઠળ એક એન્ગેજમેન્ટ ગ્રુપ છે. શહેરમાં યોજાનારી સમિટ એ વિશ્વના દેશોના શહેરોના મેયરોને એક પ્લેટફોર્મ પર લાવશે. આ સમિટમાં વિશ્વના દેશોના પ્રતિનિધિઓની સાથે સાથે દેશના વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ પણ સામેલ થશે. દેશમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ઉપરાંત ચેન્નાઈ અને બેંગ્લુરુ જેવા શહેરો હોવા છતાં યુ-20 સમિટ માટે અમદાવાદને યજમાન શહેર બનાવવાની તક એ અમદાવાદ શહેર અને શહેરીજનો માટે ગૌરવની વાત છે. 


કચરામાં ગયેલા પ્લાસ્ટિકમાંથી બનેલું છે PM મોદીનું આ ખાસમખાસ જેકેટ, કિંમત જાણી છક થશો


જો ભારતમાં ધરા ધ્રુજી તો ગુજરાતના આ શહેર સહિત 38 શહેરોમાં મચી શકે છે ભારે  તબાહી


બદલાઈ જશે ગુજરાતના આ સૌથી મોટા અને ઐતિહાસિક શહેરનું નામ? જાણો કેમ થઈ રહી છે ચર્ચા


નવમી ફેબ્રુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી આ સમિટને વર્ચ્યુઅલ સંબોધન કરીને પ્રારંભ કરાવશે. ટોક્યો, મિલાન, રિયાધ અને જાકર્તા તેમજ બ્યુઓનસ એરિસ બાદ અમદાવાદમાં આ સમિટનું આયોજન થયું છે. બેઠકમાં સાઓ પાઉલો, રોટરડેમ, બાર્સોલોના, બ્યુનોસ આર્યસ, ડરબન તેમજ પેરિસ, જોહાનિસબર્ગ, મેડ્રિડ વગેરે શહેરના પ્રતિનિધિઓ સામેલ થશે. આ પ્રતિનિધિઓ 6 મુદ્દાઓ પર ચર્ચા વિચારણા  કરીને ડ્રાફ્ટ તૈયાર કરી જી20ને જાણકરશે. વસુધૈવ કુટુંબકમ થીમ હેઠળ મણનારી સમિટ બાદ નિર્ધારિત થયેલી પ્રાથમિકતાઓ પર ચર્ચા ચાલુ રાખવા જુલાઈમાં ફરી બેઠક થશે. 


યુ-20 સમિટમાં ભાગ લેવા આવનારા ડેલિગેટ્સને ગુરુવારે સાબરમતી આશ્રમ, અટલબ્રિજ ઉપરાંત સાબરમતી રીવરફ્રન્ટની મુલાકાત  કરાવવામાં આવશે. પ્રઝન્ટેશન બતાવ્યા બાદ શુક્રવારે 10 ફેબ્રુઆરીએ સવારે શહેરમાં આવેલા સ્થાપત્યોની ઓળખ કરાવવામાં હેરીટેજ વોક પણ યોજવામાં આવશે. તથા સાંજના સમયે કાંકરિયા લેક ખાતે ગાલા ડીનરનું પણ આયોજન કરવામાં આવેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube