Turkey Earthquake: જો ભારતમાં ધરા ધ્રુજી તો ગુજરાતના આ શહેર સહિત 38 શહેરોમાં મચી શકે છે ભારે તબાહી
Turkey Earthquake: તુર્કી-સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપ આફ્ટરશોક્સે ખુબ તબાહી સર્જી છે. હજારો બિલ્ડિંગ તૂટી પડી અને 8000 જેટલા લોકોના જીવ ગયા. ગુજરાતનો આ વિસ્તાર પણ ભૂકંપના ઝોન 5માં આવે છે.
Trending Photos
Turkiye Earthquake: તુર્કી-સીરિયામાં સોમવારે વહેલી સવારે આવેલા શક્તિશાળી ભૂકંપ અને ત્યારબાદ આવેલા આફ્ટરશોક્સે ખુબ તબાહી સર્જી છે. ભૂકંપની તીવ્રતા એટલી તેજ હતી કે હજારો બિલ્ડિંગ તૂટી પડી અને 8000 જેટલા લોકોના જીવ ગયા. આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે કોઈ દેશે આ પ્રકારના તેજ ભૂકંપના આંચકા મહેસૂસ કર્યા. ભારત પણ અગાઉ આ પ્રકારના ઝટકાનો સામનો કરી ચૂક્યું છે. જેના કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યા.
ભારતમાં ભૂકંપના કેટલા ઝોન
ભારતમાં વિનાશકારી ભૂકંપનો ઈતિહાસ રહ્યો છે. ભારતના ભૌગોલિક આંકડા જણાવે છે કે લગભગ 59 ટકા જમીન ભૂકંપની ઝપેટમાં છે. દેશને ચાર ભૂકંપ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. જેમાંથી ઝોન 5 ભૂકંપની રીતે સૌથી સક્રિય ક્ષેત્ર છે જ્યારે ઝોન 2 સૌથી ઓછો છે. દેશના લગભગ 11 ટકા ક્ષેત્ર ઝોન 5માં આવે છે. જ્યારે 18 ટકા ઝોન 4માં, 30 ટકા 3 ઝોનમાં અને ઝોન 2માં બાકીનો હિસ્સો આવે છે.
ગુજરાતનો આ ભાગ પર જોખમ
ભારતમાં ભૂકંપનો પાંચમો ઝોન સૌથી ખતરનાક છે. જેમાં પૂર્વોત્તરના તમામ રાજ્યો, જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ અને ગુજરાતના કચ્છનું રણ અને આંદમાન નિકોબાર દ્વિપ સમૂહ આવે છે.
ભૂંકપ ઝોન તેની તીવ્રતા
ઝોન 5 (ખુબ ગંભીર તીવ્રતાવાળો વિસ્તાર) 9 કે તેનાથી વધુ
ઝોન 4 (ગંભીર તીવ્રતાવાળો વિસ્તાર) 8ની તીવ્રતા
ઝોન 3 (મધ્યમ તીવ્રતાવાળો વિસ્તાર) 7ની તીવ્રતા
ઝોન 2 (ઓછી તીવ્રતાવાળો વિસ્તાર) 6 કે તેનાથી ઓછી તીવ્રતા
ભારતમાં ક્યારે ક્યારે આવ્યો ભૂકંપ
ભારતમાં આમ તો અનેકવાર ભૂકંપના આંચકા મહેસૂસ થાય છે પરંતુ તેમાં કેટલાક ભૂકંપ એટલા વિનાશકારી રહ્યા જેમાં હજારો લોકોના જીવ ગયા. દેશમાં પાંચ ભૂકંપ ખુબ વિનાશકારી સાબિત થયા.
1. અસમમાં 15 ઓગસ્ટ 1950ના રોજ ભૂકંપ આવ્યો હતો. 8.6ની તીવ્રતાવાળા આ ભૂકંપે અસમ અને તિબ્બતમાં ખુબ તબાહી મચાવી હતી. અસમમાં 1500થી વધુ લોકો માર્યા ગયા હતા.
2. મહારાષ્ટ્રના લાતુર- ઉસ્માનાબાદ, કિલ્લારીમાં 1993માં 6.3ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો જેણે 11 હજાર લોકોના જીવ લીધા.
3. 1991માં ચમોલીમાં આવેલા ભૂકંપના કારણે 2000 લોકોના મોત થયા હતા.
4. 2001માં ગુજરાતમાં ભૂજમાં આવેલા ભૂકંપે કાળો કેર વર્તાવ્યો હતો. 7.7ની તીવ્રતાવાળા આ ભૂકંપમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 4 લાખથી વધુ ઈમારતો તબાહ થઈ હતી.
5. સિક્કિમમાં વર્ષ 2011માં આવેલા ભૂકંપમાં 111 લોકોના મોત થયા હતા.
ભારતના 38 શહેર પર જોખમ
ભારત સરકારના National Disaster Management Authority ના જણાવ્યાં મુજબ ભારતીય મહાદ્વીપનો લગભગ 59 ટકા હિસ્સો ભૂકંપની ઝપેટમાં છે અને ઓછામાં ઓછા 38 શહેર ઉચ્ચ જોખમવાળા ભૂકંપીય ક્ષેત્રોમાં આવે છે. જેમાં કાશ્મીર, પશ્ચિમી અને મધ્ય હિમાલય, ઉચ્ચ અને મધ્ય બિહાર, ઉત્તર પૂર્વીય ભારત વિસ્તાર, કચ્છનું રણ, અને આંદમાન તથા નિકોબાર દ્વીપ સમૂહ સહિત અનેક શહેર આવે છે.
અત્રે જણાવવાનું કે 8થી વધુ તીવ્રતાવાળા ભૂકંપ અનેક સો કિલોમીટરના દાયરામાં રહેલા ઘરોને તબાહ કરે છે અને ભારે ક્ષતિ અને વિનાશનું કારણ બને છે. ભારતમાં 1950 બાદ આવેલા ભૂકંપોએ અત્યાર સુધીમાં 35 હજારથી વધુ લોકોના જીવ લીધા છે.
900થી વધુવાર આવ્યો 2022માં ભૂકંપ
અત્રે જણાવવાનું કે વર્ષ 2022માં 900થી વધુવાર ભૂકંપના ઝટકા મહેસૂસ થયા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાં મુજબ દેશભરમાં અલગ અલગ જગ્યાઓ પર ભૂકંપના ઝટકા મહેસૂસ થયા છે. જો કે તેમાંથી કેટલાક ભૂકંપના આંચકાની તીવ્રતા 4થી ઓછી હતી. જેના કારણે આ ભૂકંપો વિશે જાણકારી ન થઈ. જ્યારે 4થી વધુ તીવ્રતાવાળા ભૂંકપના આંચકા લોકોએ અનુભવ્યા. જેમાં જાનમાલનું વધુ નુકસાન થયું નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે