ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવી ફરી બેઠા થવાની સુરતીઓની ધગશને યુનેસ્કોએ આપ્યો એવોર્ડ
સુરત ભારતનું સૌથી ઝડપથી વિકસતું શહેર બન્યું છે. સાથે જ રોકાણકારો માટે પસંદગીના શહેરમાં સુરત મોખરે રહ્યું છે
ચેતન પટેલ/સુરત :સુરત શહેર ઘણા ક્ષેત્રે પ્રસિદ્ધિ મેળવી છે. સ્વચ્છ શહેર, સુંદર શહેર, ડાયમંડ સિટી, સ્માર્ટ સિટી અને હવે રેઝીલિયન્ટનો ખિતાબ પણ સુરત (surat) શહેરને જાય છે. યુનેસ્કો (unesco) સંસ્થા દ્વારા સુરત શહેરને રેઝીલીયન્ટ સિટીનો ખિતાબ આપવામાં આવ્યો છે. તેમજ ખરાબ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળી ઝડપથી પુન સ્થાપિત કરવાની ક્ષમતાને લઈ યુનેસ્કો દ્વારા શહેરને વિશ્વમાં ચોથું સ્થાન આપવામાં આવ્યું છે અને યુનેસ્કો દ્વારા શહેરને નેટેક્સપ્લો એવોર્ડ (award) એનાયત કર્યો છે.
આ પણ વાંચો : લો ગાર્ડન ચણિયાચોળી ખરીદતા પહેલા આ માહિતી જરૂર જાણી લેજો
સુરત ભારતનું સૌથી ઝડપથી વિકસતું શહેર બન્યું છે. સાથે જ રોકાણકારો માટે પસંદગીના શહેરમાં સુરત મોખરે રહ્યું છે. વર્ષ 2016 થી 2025 સુધીના દાયકામાં 20 લક્ષ્યાંક તદુપરાંત 63 એક્શન પ્લાનની સાથે સાત વિકસિત સિદ્ધિની વ્યુહરચના ઘડાય છે. શહેરમાં એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટમાં નવી સુવિધા સાથે પર્યાવરણને અનુરૂપ બાંધકામ અને કુદરતી વાતાવરણ સંરક્ષણ થાય એ બાબતે ધ્યાન રાખી ગૃહ નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ ઘણા નવા પ્રોજેક્ટ્સ પણ સાકાર થનાર છે. જે માટે વિશ્વના સ્માર્ટ સિટીમાં રેઝિલીયન્ટ સિટી 2020 નો એવોર્ડ સુરતને એનાયત થયો છે.
આ પણ વાંચો : ગુજરાતમાંથી દારૂબંધીને હટાવવા આક્રમક મોડમાં આવ્યા શંકરસિંહ વાઘેલા, શરૂ કર્યું અભિયાન
1994 માં શહેરમાં બ્યુબોનીક અને ન્યુમોનિક પ્લેગ રોગચાળાએ અને અર્થતંત્રને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. એ સમયે સુરતમાં 50 જેટલા લોકોના મૃત્યુ પણ થયા હતા. સાથે જ રેલવે અને નબળા બાંધકામને કારણે ઘણી જ જાનહાની થઇ હતી. પરંતુ અડગ રહેલી સુરતની પ્રજાએ સાથે મળી રહી બમણા જોશથી ફરી વિકાસની યાત્રામાં શહેર આગળ રાખ્યું હતું. શહેરની કોઈ પણ પરિસ્થિતિમાં બહાર નીકળી ફરી ધમધમતું થવાની ક્ષમતાને યુનેસ્કો દ્વારા ધ્યાનમાં લેવામાં આવી છે અને તે માટે શહેર ને યુનેસ્કો દ્વારા નેટેક્સપ્લો એવોર્ડ એનાયત કરાયો છે.
આ પણ વાંચો : અમદાવાદીઓ માટે સારા સમાચાર, નવરાત્રિમાં ખુલ્લુ રહેશે નગરદેવીનું મંદિર