લો ગાર્ડન ચણિયાચોળી ખરીદતા પહેલા આ માહિતી જરૂર જાણી લેજો

લો ગાર્ડન ચણિયાચોળી ખરીદતા પહેલા આ માહિતી જરૂર જાણી લેજો
  • નવરાત્રિ અહીં લો ગાર્ડન પાસે દર વર્ષે ભારે ભીડ જોવા મળે છે. પરંતુ હાલ કોરોના સંક્રમણને કારણે સ્થિતિ થોડી અલગ છે.
  • શહેરના મધ્યમાં આવેલુ આ માર્કેટ ચણિયાચોળી માટે ખૂબ જાણીતું છે

આશ્કા જાની/અમદાવાદ :નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે. નવરાત્રિને યોજવા અંગે હજી સુધી કોઈ જાહેરાત કરાઈ નથી. તેમ છતાં ખેલૈયાઓમાં ઉત્સાહ અનેરો છે. ત્યારે અમદાવાદની ઓળખ એવા લો ગાર્ડન માર્કેટ 6વાગ્યા સુધી જ ખુલ્લું રહેશે તેવી જાહેરાત કરાઈ છે. શહેરના મધ્યમાં આવેલુ આ માર્કેટ ચણિયાચોળી માટે ખૂબ જાણીતું છે. અહીં અમદાવાદ તેમજ અન્ય શહેરોમાંથી પણ લોકો ચણિયાચોળી ખરીદવા માટે આવે છે. ત્યારે વેપારીઓએ કહ્યું કે, આ માર્કેટ હવે માત્ર સાંજે 6 વાગ્યા સુધી જ ખુલ્લુ રાખવામાં આવશે. 

નવરાત્રિ અહીં લો ગાર્ડન પાસે દર વર્ષે ભારે ભીડ જોવા મળે છે. પરંતુ હાલ કોરોના સંક્રમણને કારણે સ્થિતિ થોડી અલગ છે. લો ગાર્ડનના વેપારીઓએ કહ્યું કે, પોલીસ અને amc ના અધિકારીઓ આવ્યા હતા અને 6 વાગ્યા સુધી જ માર્કેટ ખુલ્લું રાખવા સૂચના આપી છે. આવું કેટલા દિવસ સુધી બંધ રાખવાનું છે તે કહ્યું નથી. આમ પણ કોરોનાને કારણે ખરીદી કરવા કોઈ નથી આવતું. તે બીજી તરફ તંત્રએ સમય ઘટાડ્યો છે તો અમને બહુ નુકસાન થઈ રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news