ગુજરાતમાંથી દારૂબંધીને હટાવવા આક્રમક મોડમાં આવ્યા શંકરસિંહ વાઘેલા, શરૂ કર્યું અભિયાન

ગુજરાતમાંથી દારૂબંધીને હટાવવા આક્રમક મોડમાં આવ્યા શંકરસિંહ વાઘેલા, શરૂ કર્યું અભિયાન
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર #AgainstLiquorBanChallenge હેશટેગ સાથે લોકોનો મત માંગ્યો.
  • તેઓએ સોશિયલ મીડિયા પર નામ માત્રની દારૂબંધીના નુકસાન અને દારૂબંધી હટાવવાના ફાયદા ગણાવ્યા

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આક્રમક તેવર બતાવી ચૂક્યા છે. તેઓ ગુજરાતમાંથી દારૂબંધી (Liquor ban) હટાવવાના પક્ષમાં છે. આ વિશે અનેકવાર તેઓ જાહેરમાં બોલી ચૂક્યાં છે. ત્યારે હવે ગુજરાતમાં દારૂબંધીની છૂટ આપવા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (Shankarsinh Waghela) એ અભિયાન શરૂ કર્યું છે, જેમાં તેઓએ ગુજરાતીઓને સ્પષ્ટ વાત પૂછી છે કે, શું તમે પણ દારૂબંધીની ખોટી નીતિનો વિરોધ કરો છો? આ ઉપરાંત તેઓએ દારૂબંધીની વિરુદ્ધમાં એક અભિયાન પણ શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર #AgainstLiquorBanChallenge હેશટેગ સાથે લોકોનો મત માંગ્યો છે. 

આ પણ વાંચો : પુરુષોત્તમ સોલંકીનું મોટું રાજકીય નિવેદન, કુંવરજી બાવળિયાથી મારા કદને કોઈ ફરક નહિ પડે 

લોકોને પોતાનો અવાજ ઉઠાવવા કહ્યું...
તેઓએ સોશિયલ મીડિયા પર નામ માત્રની દારૂબંધીના નુકસાન અને દારૂબંધી હટાવવાના ફાયદા ગણાવ્યા છે. #AgainstLiquorBanChallenge હેશટેગ સાથે તેઓએ લોકોને પોતાનો અવાજ ઉઠાવવા કહ્યું છે. તેઓએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, દારૂના બ્લેક માર્કેટને કારણે ન તો રાજ્યને ટેક્સ મળી રહ્યો છે, ન તો રોજગાર ઉભો થઈ રહ્યો છે. દારૂબંધી હટશે તો ટુરિઝમને બળ મળશે અને રોજગાર પણ ઉભો થશે. સાથે જ તેમણે ઝેરી કેમિકલવાળો દારૂ પીવા લોકો મજબૂર થયા છે તેવી વાત કરી હતી. 

— Bapu For Gujarat (@Bapu4Gujarat) September 26, 2020

લોકોએ શું જવાબ આપ્યા... 
શંકરસિંહ વાઘેલાના અભિયાન પર અનેક લોકોએ પ્રતિસાદ આપ્યો છે. લોકોએ ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાની તરફેણ કરી. તે એક શખ્સે કહ્યું કે, માત્ર ગુજરાતમાં જ દારૂબંધી કેમ, દારૂબંધી કરવી હોય તો આખા ભારતમાં કરો. કેટલાકે કહ્યું કે, દારૂબંધી હટશે તો લોકો દેશીદારૂ અને લઠ્ઠો પીતા અટકશે. 

— Shankersinh Vaghela (@ShankersinhBapu) September 23, 2020

શંકરસિંહ વાઘેલા દારૂબંધી હટાવવાની તરફેણમાં...
આ અંગે થોડા દિવસ પહેલા પણ શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, ગુજરાતમાં એક કિલોમીટર વિસ્તાર પણ એવો નથી જ્યા દારૂનો વેપાર થતો ન હોય અને ખુલ્લેઆમ દારૂ ન પીવાતો હોય. હું ગુજરાતીઓને કહેવા માગુ છું કે, ગાંધી સરદારના નામે બહુ થયું હવે. હવે તેનો પુનવિચાર કરો કે, દારૂબંધી હટાવે. કૃત્રિમ દારૂબંધી ભ્રષ્ટાચાર અને ગુંડાઓનો અડિંગો બની ગયો છે. રોજ કરોડો રૂપિયાનો દારૂ પીવાતો હોય અને પકડાતો હોય છે. આ ખોટી નીતિ છે. દારૂબંધીની વૈજ્ઞાનિક પદ્ધતિનો અમલ કરવો જોઈએ. દિલ્હી, બેંગલોર ક્યાંય દારૂબંધી નથી. તો ગુજરાતમાં એવી નીતિ રાખો જેથી ગુજરાતમાં જે કેમિકલ પીને મરી જાય છે, અને લાખો બહેનો વિધવા બને છે. આવી નીતિ બદલી દો. એવી નીતિ કરો કે સેલવાસ, દમણ, આબુ, ઉદયપુર કે મુંબઈ ન જવો પડે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news