Smart Village: બેંક ડિપોઝિટ મામલે દુનિયાના સૌથી અમીર ગામોમાંથી એક ભારતમાં છે. જી હા. આપને જાણીને હેરાની થશે કે ગુજરાતના કચ્છ જિલ્લાના માધાપરમાં લગભગ 7600 ઘર છે અને 17 બેન્ક છે. આ તમામ ઘરના માલિક મોટા ભાગે યુકે, કનેડા, અમેરિકા સહિતમાં વસવાટ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વિમિંગ પુલથી લઈને શૉપિંગ મોલ સુધી-
આ ગામ એટલુ સમૃદ્ધ છે કે દુનિયાભરથી લોકો આ ગામને જોવા માટે આવે છે. આ ગામમાં પ્લે સ્કૂલથી લઈને ઈન્ટર કૉલેજ સુધી હિન્દી અને ઈન્ગિલિશ મીડિયાાં ભણતર પૂરુ પાડવામાં આવે છે. આ ગામમાં શૉપિંગ મૉલ છે જ્યાં દુનિયાભરની બ્રાન્ડેડ વસ્તુઓ મળે છે. ગામમાં તળાવ પણ છે અને બાળકો માટે સ્વિમિંગપુલની પણ વ્યવસ્થા છે.


બેન્કમાં જમા છે 5000 કરોડ રૂપિયા-
અમારી સહયોગી વેબસાઈટ વિયોન અનુસાર, આ ગામની 17  બેન્કમાં કુલ 5000 કરોડ રૂપિયા જમા થયેલા છે. મોટા ભાગે અહીંના લોકો ભારતના બીજા શહેરોમાં જવાની તુલનામાં વધુ લંડન, કેનેડા, કેન્યા, યુગાંડા, મોઝાંબિક, દક્ષિણ આફ્રિકા સહિતમાં જાય છે. અને ત્યાંજ વસી જાય છે.


વિદેશમાં રહીને પણ ગામથી લગાવ-
સૌથી મોટી વાત એ છે કે અહીંના લોકો ગામથી બહાર ગયા પરંતુ ગામને હંમેશા પકડીને રાખ્યું છે. ગામથી તેમનો સંપર્ક હંમેશા રહ્યો છે. માધાપર ગામના લોકો વિદેશમાં રૂપિયા કમાઈને ગામમાં જમા કરે છે. આ ગામના બધા જ ઘરમાંથી 2-2 લોકો વિદેશમાં વસવાટ કરે છે.


આજે પણ ખેતી કરે છે લોકો-
કૃષિ ક્ષેત્રની સમૃદ્ધિમાં મોટી ભૂમિકા છે અને અધિકાંશ કૃષિ સામાન મુંબઈ મોકલવામાં આવે છે. આ ગામના લોકો હજુ પણ ખુબ ખેતી કરે છે. કોઈ પણ વ્યક્તિએ પોતાના ખેતર નથી વેચ્યા. ગામમાં અત્યાધૂનિક ગૌશાળા પણ છે. ગામમાં કોમ્યુનિટી હોલ પણ છે. ગામની પોસ્ટ ઓફિસમાં 200 કરોડ રૂપિયાની FD છે.


1968માં બનાવવામાં આવ્યું સંગઠન-
1968માં લંડનમાં માધાપર વિલેજ એસોસિએશન નામક એક સંગઠનનું ગઠન કરવામાં આવ્યું હતું. આ ઓફિસ એટલા માટે શરૂ કરવામાં આવી જેથી કરીને માધાપર ગામના લોકો એક બીજાને મળી શકે. એવી જ રીતે ગામમાં એક કાર્યલય પણ ખોલવામાં આવ્યું છે. જેથી કરીને લંડનથી સીધો સંપર્ક થઈ શકે.


કઈ રીતે સમૃદ્ધ બન્યુ આ ગામ?
માધાપરના મોટાભાગના લોકો વિદેશમાં સ્થાયી થયા છે. આ ગામના લોકો બ્રિટન, કેનેડા, અમેરિકા, આફ્રિકા અને ગલ્ફ દેશોમાં સ્થાયી થયા છે. પરંતુ આ લોકોએ ક્યારેય તેમના ગામની કાળજી લેવાનું બંધ કર્યું નથી. વિદેશમાં સ્થાયી થયેલા લોકોએ અઢળક કમાણી કરી અને પોતાના પરિવારો અને ગામને સમૃદ્ધ બનાવ્યું છે. આ ઉપરાંત વિદેશમાં સ્થાયી થયેલા લોકો ગામના વિકાસ માટે પૈસા મોકલવાની સાથે ગામના વિકાસની પણ જવાબદારી લે છે.